________________
શારીરિક સુખાકારી િવ થેડીક સૂચનાઓ
૩૧૩ તાપના વખતમાં કાળાં કપડાં પહેરવાં નહિ. તે ખરાબ દેખાય છે તથા તાપને ખેંચે છે. શરીરપર અંદરના ભાગમાં ગરમ–ઉનનું કપડું સારા અસ્તરવગર પહેરવું નહિ. તબિયતની સંભાળની પણ દરકાર ન રહી શકે એટલા ઉદ્યોગમાં અહોરાત્ર પચ્યા રહેવું નહિ. ઉંડા શ્વાસ લેવાની કસરત હરગીઝ ભૂલવી નહિ. કદી ઉન્માદકારક કેફી પીણાં પીવાં નહિ.
તદ્દન બંધ અંધારી જગ્યામાં રહેવું નહિ. તદ્દન બંધ ઓરડામાં સૂવું નહિ. પૂરતો પ્રકાશ અને સ્વરછ હવા બને એટલી થી લેવાં.
આઠ કલાકથી વધારે નિદ્રા લેવી નહિ. કોઈ પણ પ્રકારનો ફેછ-માંસાહાર-ખોરાક ભૂલેચૂકે સહેજ પણ લેવો નહિ. એડીવાળા બૂટ પહેરવા નહિ, તેમજ એકદમ સંકુચિત ટાઈટ કપડાં પહેરવાં નહિ. દરરોજ થોડે પણ શારીરિક વ્યાયામ લેવાને ચૂકવું નહિ. ઉતાવળે જમવું નહિ. ચાવીને ખાતાં પ્રસન્ન મનવડે પૂરતો સમય લો અને દીર્ઘ આયુષ્ય ભોગવો. પુષ્કળ પાણી પીવાને જરા પણ અચકાતા નહિ. જમતાં એક કલાક પહેલાં અથવા જમીને તરત કસરત કે મહેનતનાં કામ કરવાં નહિ. કોઈ પણ રીતે તંબાકુનો ઉપયોગ કરવો નહિ.
માંદાને ખાવા કાંઈ પણ આપવું નહિ; માત્ર પ્રવાહી દૂધ, કાંજી, હલકે જુજ ખોરાક આપી અંદરના અવયની શુદ્ધિ સ્વલ્પ સમય થવા દો.
દરરોજ નહાવાને અચકાવું નહિ.તેમ ન બને તે અઠવાડીઆમાં ત્રણ વખત પણ ચૂકવું નહિ. રાહ, કૅરી, ભાંગ, ચરસ, ગાંજો, ધૂમ્રપાનનું નિત્ય અતિસેવન જીવલેણ છે. કબજીઅત માટે જુલાબ લેવો નહિ. એનીમા-પાણીથી કઠો ધોઈ નાખવો. .
તમારા અથવા તમારા કુટુંબ માટે દવા વગરના ઉપચાર અજમાવવાને ડરતા નહિ. જયારે કૂતરાંબિલાડાને મારવા માગતા હો તો તેને લગતી દવા કરજે.
- પટના વિકાર-મળનો નાશ કરવા અવયવોની નિયમિત ગતિ-ચલનવલનમાટે જુલાબ આદિને ઉપયોગ નહિ કરતાં થોડે દિને તદ્દન નિરાહાર અપવાસનો અચુક અખતર અજમા.
તંદુરસ્તી, સુખ અને દવાવગરના ઉપચારોને લગતું સર્વ સાહિત્ય વાંચવાને આળસ રાખવું ન બાળકને નવ માસ સુધી માત્ર દૂધ તથા પાણસિવાય કાંઈ આપવું નહિ.
જ્યાં સુધી સ્ત્રીપુરુષોના શરીરના બાંધા સબળ ન હોય, ત્યાં સુધી તેમનો લગ્નસંબંધ જેવો નહિ. કાઈના પણ હોઠ ઉપર ચુંબન લેવા કદી લલચાતાં નહિ. ગમે ત્યાં ખુરસીમાં ઢીલા થઈ બેસવું નહિ, હમેશાં ટટાર સીધા બેસવાની ટેવ રાખવી.
જ્યારે સામાને હદયદના જેવી કાંઈ શિથિલ બેચેન પ્રકૃતિ જેવું ભાસે, ત્યારે તેની સાથે કુસ્તી કરવા યા બાથ ભીડવા યા ભેટવા જરા પણ હુંશિયારી દાખવવી નહિ. .
સર્વદા સૂર્યોદયપૂર્વે નિકાત્યાગ કર્યા બાદ બીછાનામાં આળસથી ન આળોટતાં શૌચ, દંતધાવન ઈ. શુદ્ધક્રિયાથી મુક્ત થઈ સ્નાનસેવાસ્મરણમાં સજજ રહે. એ નિયમિત અનુષ્ઠાન શરીર, મન, આત્મોન્નતિના અપૂર્વ આદેશ સહજ સાધ્ય કરશે.
સર્વે ઈદ્રિયોને સ્વાધીન રાખો. કોઈ પણ પ્રકારે તેને સ્વાધીન થવું નહિ. મનને સદા આનંદ સાથે અંકુશમાં રાખી, ઉજજવળ જીવન-ઉત્કર્ષ પ્રાપ્ત કરે.
ગૃહશુદ્ધિ અર્થે ધૂપ વગેરે સાહિત્યોવડે માર્જન કરો. અઠવાડીએ એકવાર હવન કરવો. પ્રાત:કાળે તેમજ સાયંકાળે ખુલ્લી હવામાં ફરવાની ટેવ શરીરસુખ માટે અત્યંત હિતાવહ છે.
ભૂખતરસ વેઠી, મારવી નહિ. શરીરની પાચનશક્તિના પ્રમાણમાં નિયમિત ખોરાક લેવો. મળમૂત્રાદિ નૈસર્ગિક હાજતમાં અવરોધ પાડવો નહિ. - માનસિક આધિ ઉપાધિમાં કિંચિત ઉદ્વેગ રાખવો નહિ. જે થાય તે સારાને માટે વૈર્ય અને શૌર્યથી સદા સંતોષનું સબળ સેવન ચાલુ રાખવું. જેથી પહાડ સરખાં સંકટ ક્ષણમાં તૂટી પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com