________________
vwvvwvw
w wvwwwvvwvvwvvwvwwwvvwvwwwvvwvwwwwwww
ગામડાની શારીરિક અવદશા
૩૪૫ આ ગામડાંઓમાં ફેરવવામાં આવે અને ત્યાં રહેલાં માખી, મચ્છર, ચાંચડ વગેરેનાં ઉત્પત્તિસ્થાનો દેખાડવામાં આવે અને તેમાંથી નીકળતી બની તેમને લહેજત લેવા દેવામાં આવે તો તે પછી વખાણ ગાવાનાં છેડીજ દેશે. આ ઉકરડા તેમનાં ઘરની પાસેનાં જળાશયો બગાડે છે. તે ઉપરાંત તેઓ ઘણી વખતે તળાવની પાળે કે તેની અંદર અને નદીના ભાઠાની અંદર દિશાએ જાય છે અને ત્યાં પણ બગાડ કરી મૂકે છે. જે લોકોને ત્યાંનાં જળાશયો આમ થોડાં ઘણાં બગડે અને જ્યાં પ્લેગ, કૅલેરા વગેરે રોગોને આણનાર અને ફેલાવનાર માખી, ચાંચડ, મછરની ફેજે હોય ત્યાં રોગચાળા વખતે ઘણા માણસનો કચ્ચરઘાણ નીકળી જાય તેમાં નવાઈ શી ! આ જંગલી રૂઢિઓ પ્રમાણે ચાલનારા ગામડાંમાં વસતા આપણા ભાઈઓને થોડીક આરોગ્યવિદ્યા શીખવવાની જરૂર છે.
ગામડામાં વળી પ્રસૂતિના સમયે જે બેદરકારી બતાવવામાં આવે છે તેવી શહેરમાં ઘણા ભાગે હવે દેખાડવામાં નથી આવતી. શહેરો છેકજ સુધરી ગયાં છે એમ તો કહેવાનું છે જ નહિ; ત્યાં પણ તેટલાજ બેદરકાર લોકો વસે છે, પણ જરૂર પડે ત્યારે સાધન મળે છે જેથી તેને ઉપયોગ કરે છે. જેમાં શહેરના ઘણા ભાગમાં જોવામાં આવે છે તેમ ગામડાંઓમાં બધે પિતાના ઘરને થોડાક સમયમાં ઉજવેલ કરનાર છે તેવી સદભાગી સ્ત્રીના તરફ તેનાં સગાંવહાલાં ઓછી નિર્દયતા નથી વાપરતાં. જ્યારે પ્રસૂતિને સમયે ચોખામાં ચોખો હવાઉજાશવાળો ઓરડે જોઇએ, પહેરવાને સારૂ તદ્દન ચોખ્ખાં કપડાં જોઈએ, ત્યારે હિદુ માતાઓને નસીબે અંધારો ઓરડે જેમાં બહારની હવા પ્રવેશ કરી જ ન શકે તે ચોંટેલો હોય છે, તેમને ગંદાં જુનાં કપડાં પહેરવા મળે છે અને ગંદી બેદરકાર હજામડી પાસે તેમને લગતું સવળ કામ કરાવવામાં આવે છે. નવાઈની વાત એ છે કે, સ્ત્રીની હત્યા કરવા માટે આટલા બધા ઉપાયો લીધા છતાં તેઓ પૈકી ઘણી છેવતી રહે છે, પણ જે માતાઓ જીવતી રહે છે તે પિકી ઘણીનાં શરીર પ્રસૂતિના આંચકા બાદ ખખળી ગયેલાં લાગે છે. જે હિંદુ પ્રજા તેમના તરફ બેદરકારી અને નિષ્ફરતા બતાવે છે, તે હિંદુપ્રજાની નજરે તેમનાં કરેલાં પાપોની એંધાણીરૂપ માંદલી માતાઓના ફિક્કા અને નિસ્તેજ ચહેરા, ઉદાસી આંખ અને માંહી રહેલા હાડકાંના માળા ને જાણે મોટી પડતી હોય એવી તેમની ખુલી ગયેલી ચામડી નજરે પડે છે. આ નબળી થયેલી અને નબળી થતી માતાઓ નબળાં બાળકોને ઉછેરે છે. શું હિંદુઓને આથી શરમાવા જેવું નથી ?
બચપણથી પ્રજા દોષે નબળાં થયેલાં આ બાળકને તેમના પિતાનાં ચાખી હવા વગેરેથી વિમુખ એવાં ઘરોમાં ઉછરવાનું છે, ત્યાં અર્ધ બેઠાગરૂ અંદગી ગાળવાની છે, વાઈટામીન વગરને અને ઘણાં પૌષ્ટિક ત જેમાંથી કાઢી નાખેલાં છે એ કમકૌવતદાર ખોરાક ખાવાનો છે, મરીમસાલા ગળી જવાનાં છે, રોજના અનેક પ્યાલા ભરી ચાહના કડવા ઉકાળા ગટગટાવવાના છે અને જે ઠેકાણે માંકડ, મછર, ચાંચડ વગેરે મનુષ્યના દુશ્મનોનો વાસ હોય ત્યાં સૂવાનું છે. હવે કોણ કહેશે કે ગામડાંની ભવિષ્યની પ્રજા મજબૂત થશે ?
હવે એક કારણ રહ્યું. જ્યારે શહેરના લોકો સાંસારિક, ધાર્મિક, રાજદ્વારી વગેરે અનેક બાબતો પર ચર્ચા કરે છે, તેમને તેવી બાબતો પર વારેઘડીએ સાંભળવાનું પણ મળે છે અને તેથી તે ઉપર વિચાર કરવાનું તેમને મન થાય છે, ત્યારે ગામડાંમાં તેવું નથી, જેથી તેઓ અંદર અંદરની ખટપટની કે વિવાહ, લગ્ન, સીમંત વગેરેના ઉપર વાત કરે છે. આવી વાતો કરતી વખતે ઘણુક વખત તો જે ભાષા વપરાય છે તેમાં બીભત્સ ભાવ ઘણો જોવામાં આવે છે. આ પ્રસંગે ઉછરતાં બાળકો પાસે જ હોય છે અને એવી ભાષાની અસરથી તેમના વિચારે બગડે છે. જે બિચારા આત્માઓ કમનસીબે હિંદુમાં અવતરે છે તેમના જન્મથી નાકૌવત થયેલા અને પાછળથી કમ
મોરાક વગેરેથી બગડેલા શરીરપર આવા વિષયાસક્ત વિચારોની અતિ માઠી અસર થાય છે.
સંસારસુધારકે શહેરોમાં પરિષદો ભરી સમજેલાને સમજાવવા પ્રયત્ન કરે છે, તેને બદલે ગામડાંમાં જઈ સાદાં અને જાદુઈ ફાનસની મદદવતી ભાષણ કરી ત્યાંની રહેણીકરણી, ખાણીપીણી વગેરેની શી માઠી અસર થાય છે તે સમજાવવા પ્રયત્ન કરે અને ત્યાંના લોકોના ખાસ સહવાસમાં આવી તે બદલાવે તો તેઓ બળહીન થયેલી અને થતી પ્રજાને પાછી બળવાન કરવાને ભાગ્યશાળી નીવડશે અને હિંદુ પ્રજાને નષ્ટ થતી અટકાવશે.
માળા ને જાણે છે
પડે છે. આ ત
ઉછેરે છે. ફિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com