________________
૩૫૪
હિંદુઓની સચ્ચાઈ હિંદુઓની સચ્ચાઈ
(લેખક:-જામનગરવાળા નાગરી મનસુખલાલ મગનલાલ-ગુજરાતી તા.૨૭-૯-૨૫ના અંકમાંથી)
પૃથ્વીમંડળપરની સર્વ જાતોમાં જેવી સચ્ચાઈ હિંદીઓમાં છે તેવી બીજા કોઈ પણ મનુષ્યસમદાયમાં છે નહિ. આ વાત મનઃકલ્પિત નથી. આ વાતના સમર્થનમાટે અનેક અભ્રાન્ત પ્રમાણે છે. હિંદુનીતિ સંસારમાં અત્યંત પ્રાચીન છે. હિંદુજાતિના જીવનકાળમાં અનેક પ્રાચીન જાતિઓ વિનષ્ટ થઈ ગઈ છે. અનેક નવી જાતિઓનો પ્રાદુર્ભાવ પણ થઈ ગયો છે. હિંદુજાતિની સચ્ચાઇની આલોચના કરીએ, ત્યારે માત્ર તેની વર્તમાનદશાપર ધ્યાન નહિ આપતાં તેના પ્રાચીન ઈતિહાસ પર પણ ધ્યાન આપવું જોઈએ.
ઈ. સ. ૧૦૦૦ સુધી હિંદુજાતિ માન મર્યાદાથી ભૂષિતા થઈ પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હતી ત્યારપછી વિદેશીઓએ ભારતવર્ષપર આક્રમણ કર્યું અને ક્રમશઃ તેઓ ભારતવર્ષાધિપતિ બની ગયા. ત્યારથી આજ સુધી આ શપર વિદેશીઓ જ શાસન ચલાવે છે. વિદેશીઓના શાસનકાળદરમિયાન ભારતવર્ષની પ્રાચીન સભ્યતાપર અનેક આઘાત-પ્રત્યાઘાત થયા છે, તેનું પ્રાચીન સ્વરૂપ અત્યારે રહ્યું પણ નથી: તદપિ હિંદુજાતિ પિતાના પ્રાચીન આદર્શોને બીલકુલ ભૂલી નથી, અદ્યાપિ પિતાના માન અને ગૌરવની રક્ષા કરી રહી છે. હિંદુઓ હજાર વર્ષ પૂર્વે કેટલા સાચા હતા તેનું કિંચિદપિ વૃત્તાંત અમે અહીં કહીએ છીએ.
અધુના તે સમય પણ નથી રહ્યો કે નથી રહી હિંદુઓની સચ્ચાઈ. આ વિદેશિક સંસર્ગનું ફળ છે. કંઇક સમયને પણ પ્રભાવ છે. જુઓ, આંગ્લ ન્યાયાલયનો ઉદ્દેશ ન્યાય કરવાનો-સત્યાસત્યને નિર્ણય કરવાનું છે. અત્યારે ન્યાયાનુસંધાનમાં, ધારાશાસ્ત્રીઓ ઈત્યાદિની મોટી આવશ્યકતા છે. ધારાશાસ્ત્રીઓની મદદવિના કોઈ કેસ જીતી શકાતો નથી; કિંતુ કોણ કહે છે કે, ધારાશાસ્ત્રીઓ સત્ય માર્ગ પ્રદર્શક છે ? આથી તે લોકમત વિરુદ્ધ છે. મુસલમાનોના શાસનકાળમાં હિંદુપ્રજા અત્યાચારથી પીડિત હતી. સ્વરક્ષણને માટે તેને અનેક પ્રયત્ન કરવા પડતા હતા. કિંતુ
ગ્લશાસ્ત્રમાં તે ભય નથી, તદપ પોતાના જીવનોનવોહમાટે મનુષ્યને અનેક ઉપાયો કરવા પડે છે. તે ઉપાયો કેવળ સાચા નથી હોતા. અદ્યાપિ શહેરમાં રહેતા મનુષ્યો કરતાં ગ્રામવાસીઓ સત્યપર અધિક પ્રેમ ધરાવે છે. ગ્રામપંચાયતોમાં અદ્યાપિ “દૂધનું દૂધ” અને “પાણીનું પાણી થઈ જાય છે. શહેરોની લીલા અકથનીય છે ! અનેક કારણોથી તેની સચ્ચાઈ જેવી જોઇએ તેવી નથી રહી. અદ્યાપિ ભારતવાસીઓ અન્ય દેશવાસીઓ કરતાં વધુ સાચા છે. અસત્ય વદવું એ એક મહાપાપ છે, એવી માન્યતા અદ્યાપિ ભારતવર્ષમાં છે.
પ્રાચીન ભારતવાસીઓની સત્યનિષ્ઠાનું વર્ણન અમે નહિ કરીએ. આ માટે તો તે વિદેશીએનું જ કથન અધિક પ્રમાણિક છે. તેમાંથી ઘેડ પ્રમાણે નીચે લખવામાં આવે છે.
પ્રાચીન હિંદુસાહિત્યમાં સત્યની જેવી પ્રશંસા કરી છે, તેને લીધે પણ હિંદુઓની સત્યપ્રિયતા વધુ પ્રમાણિત થાય છે. સારાંશ કે, હિંદુજાતિની સત્યનિષ્ઠામાટે ત્રણ પ્રકારનાં પ્રમાણે છે.
(૧) યૂનાન, ચીન, આદિ દેશવાસીઓનાં લખાણો (૨) મુસલમાન અને આંગ્લ લેખકોએ કરેલું વર્ણન (૩) હિંદુસાહિત્યનું અંતગત પ્રમાણ આ પ્રમાણે અમે નીચે આપીએ છીએઃ
(૧) ઈસથી પાંચસો વર્ષ પહેલાં કેશિયસ નામક એક યૂનાની. ઈરાની બાદશાહના દરબારમાં હકીમ હતો. તેણે હિંદુઓના સત્ય વ્યવહારના વિષય ઉપર પોતાના ગ્રંથોમાં થોડું ઘણું લખ્યું છે. તેણે ભારતવાસીઓની ન્યાયશીલતાની પ્રશંસા કરવામાંજ એક પ્રકરણ લખી કાઢયું છે. સર્વથી પહેલાં ભારતવાસીઓના વિષય પર તેણે જ લખ્યું છે.
(૨) પાટલીપુત્રમાં સમ્રાટ ચંદ્રગાહના દરબારમાં સિલ્યુકસ નિકેટરનો યૂનાની એલચી મેગાસ્થનીસ હતો. તેણે લખ્યું છે કે –“ભારતમાં ચોરીઓ બહુજ થોડી થાય છે. મનુષ્યોને સત્ય અને ધર્મવિષે બહુજ માન છે. અહીંના લોકે ચોરના ભયથી પિતાનાં દ્વાર બંધ નથી કરતા અને તેઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com