________________
૩૫૮
હિંદુઓની સચ્ચાઈ પુત્રનું બલિદાન આપી દીધું. જ્યારે પુત્ર યમરાજ પાસે ગયે, ત્યારે યમરાજે તેને ત્રણ વરદાન આપવાનું વચન આપ્યું. આ ત્રણે વરમાં એક એવો વર હતા, કે જે આપવા યમરાજ બીલકુલ ઈચ્છતા ન હતા, પરંતુ વચનબદ્ધ થઈ જવાથી યમરાજને દેજ પશે. આ વર “ મૃત્યુ બાદની વાત જાણવાનો' હતો.
રાજા દશરથ કૈકયીને વચન આપે છે તે આખા રામાયણને મુખ્ય આધાર છે. જો કે વિવશ થઈને વચન દેવાઈ ગયું છતાંય તે પાળવું એ પરમાવશ્યક હતું. જ્યારે રાજા દશરથના વચનાનુસાર, કકેયીએ રામચંદ્રને વનવાસ દેવાનું કહ્યું, ત્યારે રામને વનવાસ જવાની આજ્ઞા રાજાએ આપવીજ પડી. આવી આજ્ઞા આપવાથી રાજાને એટલું તો દુઃખ થયું કે પિતાના પ્રાણ પણ સમર્પી દેવા પડ્યા. સત્યજ કહ્યું છે કે,
रघुकुल रीति सदा चली आई। प्राण जाहि अरु वचन न जाई ।। રાજા દશરથના દેહાવસાન બાદ જ્યારે ભરત રામચંદ્રજી પાસે ગયો અને તેમને અધ્યા આવવાનું કહ્યું, ત્યારે રામચંદ્રજીએ કહ્યું કે- ચૌદ વર્ષ સુધી વનમાં રહેવાની પિતાજીની આજ્ઞા છે, એટલે પિતાજ્ઞાન ભંગ કરી શકતો નથી.” ત્યારબાદ જાબાલિ ઋષિએ પણ રામચંદ્રજીને બહુ સમજાવ્યા, પણ રામચંદ્રજી તો દઢ રહ્યા. આ વખતે રામચંદ્રજીએ સત્યની જે પ્રશંસા કરી છે, તે વાંચવા છે.
મહાભારતમાં પણ આવી જ રીતે સત્યનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. ભીમની પ્રતિજ્ઞા હતી કે, ત્રીપર હું શસ્ત્ર પ્રહાર કરીશ નહિ. આ પ્રતિજ્ઞાનુસાર ભીમે શિખંડીનાં બાણ સહીને પોતાના પ્રાણ ત્યજી દીધા; પરંતુ શસ્ત્ર ચલાવ્યું નહિ. આજ મહાભારતમાં વળી પણ લખે છે કે, સહસ્ત્ર અશ્વમેધ અને એક સત્ય ત્રાજવામાં તોળવામાં આવે તો સત્યનું ૫૯લું ભારે થશે અને સહસ્ત્ર અશ્વમેધથી ચઢી જશે. જ્યારે દુઝંત શકુંતલાને ઓળખી શક્યો નહિ અને પોતાની પત્નીતરીકે તેનો અંગીકાર કર્યો નહિ, ત્યારે શકુંતલાએ દુષ્યતને કહ્યું કે –“હે રાજન ! આપના અંતઃકરણને પૂછી જુઓ. સમજતા નહિ કે હું એકલી છું. આપ નથી. તે આપનાં દુષ્કર્મોને જાણે છે. તેની સામે આપ પાપ કરી રહ્યા છે. પાપી મનુષ્ય એમજ સમજે છે કે, પોતાને કે દેખતું જ નથી. આ ખોટું છે તેને પોતાના હદયસ્થ સનાતન પુરુષ અને દેવતાઓ દેખે છે. ”
શતપથ બ્રાહ્મણમાં અરુણ–ઔવેશીએ પિતાના મિત્રના પ્રશ્નનો જવાબ દેતાં કહ્યું કે, “ગાઉસ્થ અગ્નિ રાખવાવાળાઓને તે મૌનવ્રતજ ધારણ કરવું પડે છે; કારણ કે તેમને માટે અસત્ય ત્યાજ્ય છે અને જ્યારે મૌનવ્રતનું જ અવલંબન કરી શકાય, ત્યારેજ અસત્ય ત્યા થઈ શકે છે.”
સ્મૃતિઓમાં પણ આવાજ પ્રકારને સત્યનો મહિમા વર્ણવવામાં આવ્યું છે. યાજ્ઞવલ્કયજી કહે છે કે, “વનમાં આશ્રમ બાંધી રહેવાથી, સાંપ્રદાયિક વિધિઓનું પાલન કરવાથી કે શ્વેત-કૃષ્ણ વર્ણન થવાથી ધમ થતું નથી. ધર્મ તો કર્મથીજ થાય છે. જે કાર્ય તમે તમારા માટે ન ઈછતા હો તે અન્ય માટે પણ કરતા નહિ.”
મનુસ્મૃતિમાં પણ લખ્યું છે કે, “દુષ્ટ એમ સમજે છે કે અમારાં પાપકર્મોને કોઈ જાણતું નથી; પરંતુ તેમને તે તેમનું અંતઃકરણ અને દેવતાઓ દેખે છે.”
ભલેને તમે તમારી આખી જીંદગી સુધી સત્કાર્યો કર્યા હોય; છતાંય તે બધાં અસત્ય બોલવાથી નષ્ટ થઈ જાય છે. વસિમૃતિમાં લખ્યું છે કે, “સત્ય વ્યવહાર કરો, અસત્ય નહિ. દૂર દષ્ટિ રાખો, નજદીક નહિ. સત્ય બોલો, અસત્ય નહિ. પરમાત્મા તરફ દૃષ્ટિ રાખે, નીચેના મલિન પદાર્થો તરફ નહિ.”
હિંદુ સાહિત્ય સાથે પરિચય રાખવાવાળો એ કોણ છે, કે જેણે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું ચરિત્ર સાંભળ્યું ન હોય કે વાંચ્યું ન હોય ? હરિશ્ચકે તે સત્ય ખાતર રાજપટ, સ્ત્રીપુત્રાદિ ત્યજી દીધાં. હિંદુ ઈતિહાસ, પુરાણ, કાવ્ય, ગ્રંથ-સર્વેમાં સત્યની પ્રશંસા ઘણી સારી રીતે કરી છે. જ્યાં દે છે કે સત્યનો જ્વલંત આદર્શ દેદીપ્યમાન છે.
( હિંદી ઉપરથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com