________________
ww wwwwwwwww
૩૬૦
“માનવજીવનનું ધ્યેય અને સાફલ્ય” કમર નથી હોતા. “પહેલાં મૃત્યુનો સ્વીકાર કરો, રજ બની જાઓ” એ સિદ્ધાંત આપણામાંથી કેટલા માને છે ? સેવાના સન્માર્ગપર ચાલનાર કેટલા પુરુષો છે ? અમારા ભાગલા ને અઢારસે. તડોના મૂળમાં અહંકાર છે. આથી એક જાતિ બીજી જાતિ સાથે, એક વર્ગ બીજા વર્ગ સાથે, એક સમાજ બીજા સમાજ સાથે અને એક ભાઈ બીજા ભાઈ સાથે મળીને નથી રહેતુંઅલગ પડી જાય છે. અહંકાર રાખીને અમે દીન અને નિર્બળાને વિમારી દીધા છે. ગુરુ દીન અને દુ:ખીઓને પોતાના પુત્રની પેઠે છાતીએ લગાવતા હતા. ગુરુ તેમને કેટલો પ્યાર કરતા હતા ! જે ગુના બતાવેલા માર્ગ પર અમે ચાલવા ઈચ્છતા હોઈએ તો અમારે દુ:ખીઓની સેવા કરવી જોઈએ. ગુરુના પરિવારમાં અર નહાતા, બધા ભાઈ ભાઈ હતા. તેમણે કહેલો મૃત્યુને સ્વીકાર અને પ્રેમ તથા વિનમ્રતાની સાથે ગરીબોની સેવા કરવાના મહાન સંદેશમાં ભારતના કલ્યાણની આશા છે.
તેમનો સંદેશ છે- પહેલાં મૃત્યુને સ્વીકાર કરો, પત્યેક રજ બની જાઓ અને પછી મારી પાસે આવો.”
માનવજીવનનું ધ્યેય અને સાફલ્ય”
(લેખક:-રામદાસ જે. રૂપારેલ, સાહિત્ય માસિકમાંથી) વિશ્વમાં દરેક માનવપ્રાણીને જન્મીને અનેક કાર્યો કરવાનાં હોય છે અને તેમાં તે સાફલ્ય પામવાની આકાંક્ષા રાખે છે; પરંતુ કેટલાએકનું જીવનધ્યેય અક્કસ હોવાને કારણે, તેઓ પિતાનાં કાર્યોમાં પાર પાડી શકતા નથી. કઈ પણ કાર્યોમાં એમનું દૃઢપણું આવશ્યક છે.
મનુષ્યજીવન શામાટે ? જન્મીને શું કરવાનું છે ? વગેરે વિષય પરત્વે. ઘણાં થોડાં જ મનુષ્ય વિચાર કરતાં હશે; જ્યારે કેટલાકે ફક્ત લૌકિક વ્યવહારમાં રચાંપચ્યા રહી. પોતાનું જીવન કગલિ રીતે પસાર કરે છે. નથી હોતાં તેમનાં જીવનમાં આનંદ કે ઉલ્લાસ, કે નથી હોતા કાઈ પણ પ્રકારના અભિલાષ. કારણ ? તેમને જીવનક્રમ નિયમિતપણે રચેલો હોતો નથી. ક્રમબદ્ધ જીવનજ માનને ઉન્નતિને શિખરે પહોંચાડે છે.
મનુષ્યજીવનપર ચર્ચા કરતાં પહેલાં, મનુષ્યોત્પત્તિ વિષે વિચાર કરવાની અને જાણવાની આ સ્થળે જરૂર પડશે અને તે અને એગ્ય ગણાશે, એમ હું માનું છું.
સૃષ્ટિના આરંભમાં પ્રજાપતિના શરીરમાંથી ચાર વર્ષે તથા આદિદેવની ઉત્પત્તિ થઈ છે, એમ હિંદુધર્મને શાસ્ત્રકારો કહે છે અને સૌ કોઈ માને છે તથા તેને મહાભારતાદિક ઇતિહાસમાંથી પણ પુષ્ટિ મળે છે, કે જેમાં “નારદ વગેરે દશ ઋષિઓ, બ્રહ્માના જૂદા જૂદા અવયવોમાંથી ઉત્પન્ન થયા છે” એમ જણાવેલું છે. તે પરથી માની શકાય છે કે, રષ્ટિના આરંભમાં સૃષ્ટિ મૈથુનધર્મવિનાની હતી. મનુ ભગવાન તથા શતરૂપાથી મૈથુનસૃષ્ટિનો આરંભ થયો છે-અર્થાત મનુ ભગવાન રષ્ટિના સરજનહાર થયા. જગતનું જનક મનુભગવાનને મળેલું છે અને એમ પણ કહેવાય છે કે:-“મનુભગવાન થકી ઉત્પન્ન થયેલી પ્રજા, “મનુજ” મન થકી જન્મેલી કહેવાય છે અને તે પરથી “મનુષ્ય” કહેવાય છે.” આ પરથી મનુભગવાન સૃષ્ટિને મૈથુનધર્મવડે ઉત્પન્ન કરનારા પિતા છે, એમ માનવાને સબળ કારણ મળે છે. અસ્તુઃ આ પ્રમાણે સૃષ્ટિનો તેમજ ઉત્પત્તિનો ઇતિહાસ છે.
આર્યાવર્તમાં પુનર્જન્મની ભાવના ધણી મહત્વની અને મનુષ્યજીવન સાથે સંબંધ ધરાવનારી છે. “જેવી મતિ, તેવી ગતિ'–અર્થાત મન, વાણી તથા કાયાથકી જેવાં કર્મો કરવામાં આવે તેના પ્રમાણમાં શુભાશુભ ફળ મળે અને તેને અંગે ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિમાં જન્મ ધારણ કરવો પડે તથા તે ‘જન્મ” ને “પુનર્જન્મ” કહેવાય. પુનર્જન્મ મનુષ્યની વાસનાપર આધાર રાખે છે અને તેટલા માટે વાસનાપર વિજય મેળવવાની અત્યંત આવશ્યકતા છે.
ગત જન્મનાં કર્મો પ્રમાણે આત્માને આગામી જન્મમાં કાર્યો કરવાનાં હોય છે અને તે કર્મોને વ્યવસ્થિત કાળ, તેજ “જીવન” જીવન એટલે આયુષ્યને ક્રમ, મૃત્યુલોકપર અમર આમાની સફર. મૃત્યુલોક કર્મભૂમિ છે અને સ્વર્ગલેક ભાગભૂમિ છે. કર્મભૂમિમાં કરેલાં કામો પ્રમાણે ભોગ ભોગવવા, સ્વર્ગ અને નર્કની યોજના યોજાઈ છે. “જે નર કરણી કરે, તો નરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com