________________
૩૬૪
રાક, રીતરિવાજ અને તંદુરસ્તીના નિયમો રાક, રીતરિવાજ અને તંદુરસ્તીના નિયમો
તે પાળવાથી સારણગાંઠ દૂર થાય છે ! (લેખકઃ-સર ડબલ્યુ, આરબુથ નેટલેન -હિંદુસ્થાન તા. ૭-૩-૧૭ ના અંકમાંથી)
સારણગાંઠનું દરદ વધારે પ્રમાણમાં પ્રચલિત થતું જાય છે, એ વાત તે દરદમાટે જે પરેશન આજકાલ કરવામાં આવે છે તે પરથી સિદ્ધ થઈ જાય છે. ઘણાં માણસો પેટમાં દુ:ખવા માંડે છે ત્યારે આ દરદ થયું હોય એમ માને છે. આ પેટના દુખારા સાથે માંદગીની અન્ય નિશાનીઓ પણ હોય છે. આ દરદીઓને તાકીદે ઓપરેશન કરાવવાનું કહેવામાં આવે છે, અને જો કેસ બહુ ખરાબ ન હોય તો દરદીની સગવડે ઓપરેશન કરાવવાનું કહેવામાં આવે છે. પ્રજાની બહુમતિને “એપેનડીલ” હોય છે તથા મનુષ્યની શરીરરચનામાં તે કેવો ભાગ ભજવે છે, તેની માહિતી હોતી નથી; એટલું જ નહિ પણ કયી સ્થિતિમાં સારણગાંઠનું દરદ વધવા પામે છે, તે પણ એ જાણતા નથી. તેઓ એમ સમજે છે કે, એ એક સાધારણ જાતનું દરદ છે. અને
જ્યારે તેમને ખબર પડે છે કે, આરોગ્યતાના નિયમ પાળતી અને સાદો ખોરાક લેતી અસલની પ્રજાને આ દરદ થતું નહોતું, ત્યારે તેઓ અજાયબ થઈ જાય છે. તેમના પિતાનાજ વડવાઓ કે જેઓ આ નિયમનું પાલન કરતા તેઓને આ રોગ થતો નહિ.
દેશી જાતિ કેમ બચી જાય છે ? એક ઊંટર કે જે ૩૪ વર્ષ લગી દક્ષિણ આફ્રિકામાં રહ્યો હતો અને ગોરી ચામડીવાળાએમાં જે દુગુણ જલદીથી પ્રવેશ પામે છે, તે એનામાં ન હતા. તેણે મને ખાત્રી આપી કે, તેણે આ દરદનો એક પણ કેસ દક્ષિણ આફ્રિકાની દેશી પ્રજામાં જોયો નથી. તેણે કહ્યું કે, એક દેશી, ગોરી ચામડીવાળાને ત્યાં નોકર રહ્યો હતો અને આ લોકોને રાક લેતો હતો તથા એમના રીતરિવાજોનું અનુકરણ કરતો હતો. તે જલદીથી ગોરી ચામડીવાળી પ્રજાઓનાં આંતર - ડાંમાં થતા રોગનો ભોગ થઈ પડ્યો હતો. આ રોગોમાં જાણીતો રોગ સારણગાંઠને છે. એપેનડીક્ષ કીડાના આકાર જેવી વસ્તુ છે. તેની લંબાઈ બેથી પાંચ ઇંચની હોય છે. એ એક જાતની નળી છે, કે જેની અંદર પાતળું પડ આવેલું હોય છે. આ પડમાં ચીકણે પદાર્થ ઝરપે છે. આ નળી મોટા આંતરડાના શરૂ આતના ભાગમાં ઉઘડે છે, કે જ્યાં આગળ નાના આંતરડાને ખેરાક મેટા આંતરડામાં દાખલ થાય છે.
શરીરને ઝેરી બનાવે છે. જે ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે, તેમાંથી પૌષ્ટિક તવો કાઢી લેવામાં આવેલાં હોય છે અને બાકી રહેલો ખોરાક મેટા આંતરડામાંના જ ભાગી નાખે છે. પછી આ ખોરાક શરીરમાંના નુકસાનકારક ઝેરી તળાવની ગરજ સારે છે. મોટા આંતરડામાંને ખોરાક જે જલદીથી અને સમયાનુસાર બહાર કાઢવામાં ન આવે, તે તે પાતળા પડને નુકસાન પહોંચાડી તેમાં સોજો ચઢાવે છે. વૈદક ભાષામાં આ સોજાને “કોલાઈટીસ” કહેવામાં આવે છે. આ સોજો એપેનડીક્ષપર અસર કરે છે, કેમકે એપેનડીક્ષ આ ક્ષેત્રની નજીક આવેલું છે અને આને લીધે ઘણી વખત “ એપનરીક્ષ” નું દ્વાર બંધ થઈ જાય છે તથા કઠણ ખોરાક તેમાંથી બહાર નીકળી શકતો નથી. કઠણ ઝાડાના દબાણને લીધે કે શરીરમાંથી નીકળતા રસના એકઠા થવાને લીધે આખી નળી ઉપર સોજો આવી જાય છે. આ સજા સામાન્ય પણ હોય. કેટલીક વખત આ સોજો ઘણું તીવ્ર સ્વરૂપ લે છે, જેના પરિણામે એપેનડીક્ષ ફાટી જાય છે, અગર તેમાં “ગેનગરીન” થઈ જાય છે.
આ બંને આફતો તરતજ ઓપરેશન કરાવવાનું સૂચવે છે. જયારે વચલી સ્થિતિ હાજરીમાં થતા દુ:ખારાતરીકે ગણી કાઢવામાં આવે છે. ગમે તે પ્રકારના સારણગાંઠના રોગમાં જીવનું જોખમ
માયેલું છે, તેથી ગમે તેવા સંજોગોમાં વૈદક સલાહ લેવાની ખાસ અગત્યતા છે; અને સારી વૈદક સલાહ લીધા વગર મિત્રો કે માબાપે જલાબ વગેરે આપવા નહિ. કેટલીક વખત જુલાબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com