________________
બિરાકમાં ઉતરતું વાસણનું ઝેર
૩ર૩ ખોરાકમાં ઉતરતું વાસણનું ઝેર (લેખક:-રા, મોહનલાલ માણેકલાલ ઝવેરી-પેટલાદ, ગુજરાતી તા. ૧૩-૨-૨૭ માંથી)
જૂદી જૂદી ધાતુઓનાં વાસણ ઉપર ખોરાકની વસ્તુઓની શી અસર થાય છે અને એ વાસણોની ધાતુ એ ખેરામાં કેટલે અંશે ઓગળે છે, તે સંબંધમાં કેટલીક જાણવાજોગ હકીક્ત અમેરિકાના સરકાસંબંધી અને ફળોના મુરબ્બા વગેરે બનાવવાના વિષયોને લગતા એક માસિક ના જાન્યુઆરીના અંકમાં એક લેખ આવેલો, તેના ઉપરથી નીચેનો લેખ ઘડી કાઢવામાં આવ્યો છે. એ લેખ ન્યુ જરસી અને પેન્સીલવેનિયાના સ્ટેટ કેમિસ્ટ અને ન્યુયોર્કના ખોરાક તપાસનારા કેમિસ્ટ શ્રી. આર. ઓ. બ્રુકસ. બી. એસ. સી. એ લખેલો છે.
કટીસ બે કેમીકલ કંપનીમાં ફળોના રસ, સરકે વગેરે એક પીપમાંથી બીજા પીપમાં લઈ જવા માટે નળ, વાવ અને કેક અનેક ધાતુઓના વાપરી જોવામાં આવ્યા અને કેટલીક ધાતુએને વાતે તો તેના બનાવનારાઓએ ખાત્રી આપેલી કે, એ ધાતુઓ ઉપર ખટાશની કશી જ અસર થતી નથી. ધાતુઓનાં કેટલાંક મિત્રણ બાબત મોટી મોટી જાહેર ખબરો આપીને એમ ૬ કહેવામાં આવે છે કે, એ ધાતુઓ ઉપર ખટાશની કશીજ અસર થતી નથી; પણ પંલ દેસાક નામનો એક સરકાસંબંધી રસાયનશાસ્ત્રી કે જેણે ઘણાં કારખાનાં બાંધ્યાં છે તે કહે છે કે, એવી એકેએક ધાતુ મીઠાં ફળ માંહેલી સહેજ ખટાશને લીધે પણ ખવાઈ જાય છે અને તેથી દરેક જગાએ હવે ધાતુને બદલે કડક રબર વાપરવું પડે છે. સરકો બનાવનારાં અને ફળોના રસ, મુરબા વગેરેનો વેપાર કરનારાં સઘળાં મોટાં મોટાં કારખાનાંઓ હવે કોઈ પણ જાતની ધાતુને બદલે રબર અને લાકડું જ વાપરે છે. વાસ, નળ, પંપ, ટાંકીઓ, બધુજ રબરનું બનાવવામાં આવે છે; અને હાલ તરતને વાતે એમ મનાય છે કે, રબરથી શરીરને નુકસાનકારક કઈ પરિણામ છેરાકીની કોઈ વસ્તુમાં આવતું નથી.
દરેક ધાતુ ખોરાકમાં રહેતી સહેજ પણ ખટાશમાં ઓગળે છે અને તે ખોરાકની સુગંધ, તેનો રંગ અને તેને સ્વાદ, એ ત્રણેને બગાડે છે; એટલું જ નહિ પણ સ્વાસ્થને એથી ઘણું નુકસાન થાય છે, કારખાનાંઓમાં મેટે જથે તૈયાર કરાતી ખોરાકની વસ્તુઓમાં અમુક પ્રમાણથી વધારે ઓગળેલી ધાતુનો ભાગ જણાય તો તે ખોરાક નષ્ટ કરવાની અને તે ખોરાક વેચનારાને ફિોજદારી કાયદા પ્રમાણે સજા કરાવવાની વ્યવસ્થા સુધરેલા દેશમાં કડકપણે જાળવવામાં આવે છે.
દાખલાતરીકે પારસીઓ, મુસલમાન અને અંગ્રેજે જે જીલેટિનની જેલી બનાવીને ખાય છે તેમાં જે એક લાખ ભાગે ત્રણજ ભાગ ત્રાંબુ એગળેલું જણાય, તો તે જીલેટિન નષ્ટ કરવામાં આવે છે. જે જસતનાં વાસણમાં અથવા જસત ચઢાવેલાં લોખંડનાં પતરાંની ગેનાઈઝડ ટાંકીઓમાં જીલેટિન બનાવવામાં આવ્યું હોય અને તેમાં એક લાખ ભાગે માત્ર દશ ભાગ જસત એગળ્યું હોય તો તે જીલેટિન નષ્ટ કરવામાં આવે છે અને તેના બનાવનારને સજા કરાવવામાં આવે છે. આપણે અહીં કેરીનો રસ, જીવન અથવા બીજા ચારણે, મુરબા વગેરે ટીનના ડબાઓમાં પેક કરીને વેચાય છે તેમ સુધરેલા દેશોમાં સહેલાઈથી વેચી શકાતું નથી. અમેરિકાના ફુડ ઈન્સપેકશન ડીસીશન નં. ૧૨૬ પ્રમાણે ટીનના ડબાઓમાં પિંક કરેલા ખેરાકમાં જે એક ભાગે ત્રીસ ભાગ ટીન (કલઈ) ઓગળ્યું હોય તે તે નષ્ટ કરવામાં આવે છે. અહીં તે જીવનના ડબાની અંદરની કલાઈ જ નહિ, પણ લોખંડ સુદ્ધાં ઓગળીને ડબાની અંદર પા પા ઈંચ જેટલું જીવન કાળાશ પડતા રંગનું થઈ ગયેલું હોય એવા ડબા વેચાતા આ લેખકે નજરે જોયેલા છે. - વિલાયતી ખેરાકીના ડબાઓ પણ આવાજ બગાડવાળા હિંદુસ્તાનમાં ઢગલાબંધ વેચાય છે. બેકિંગ પાઉડર એટલે પાંઉ બીફટ વગેરે બનાવનારાઓ લોટ બાંધીને તેમાં આથો લાવવા વાસ્તે જે સફેદ ખાર-બેકિંગ પાઉડર-વાપરે છે તે ઘણી વખત સીસાના ખારના ભગવાળા હોય છે અને એક લાખ ભાગે બે ભાગ સીસાનો ખાર મળેલો હોય તે પણ તેવો બેકિંગ ૫ ઉડર સુધરેલા દિશામાં દાખલ સુદ્ધાં થવા દેવામાં આવતો નથી તે વેચાય તો કયાંથી જ ! અહીં તો કલાઈ કરનારાઓ કલાઇની સાથે સારી પેઠે સીસું મેળવી તેનાથી વાસણને કલાઈ કરી જાય છે અને
ગામડાના તેમજ શહેરના નિર્દોષ વસનારાઓ અજાણતાં રસોઈમાં ઝેર ખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com