________________
૨૮૯
દાંતની ઉપયોગીતા અને તેની સ્વચ્છતા દાંતની ઉપયોગીતા અને તેની સ્વચ્છતા
(લેખક-શ્રી ગોપીનાથજી વમાં “ચાંદી ૧૯૨૬ ના એપ્રિલના અંકમાંથી) સાધારણ રીતે દાંતથી આપણને ત્રણ લાભ છે:–
૧-દાંત આપણા ખાદ્ય પદાર્થોને સારી પેઠે ચાવીને પચવાયોગ્ય બનાવે છે. જે ખાદ્ય પદાર્થો નિયમિત પમ્યા કરે તો ઘણાખરા રોગ તે આપણી પાસે ડોકીયું કરવા પણ ન આવે. નિરોગી શરીરથી કોઈ પણ કામ કરવામાં ચિત્ત ચેટે છે અને જીવનમાં આનંદ આવે છે. એથી વિરુદ્ધ રોગગ્રસ્ત શરીર દુ:ખદાયક તથા જીવનમાં બોજારૂપ થઈ પડે છે.
૨-દાંતથી બીજો લાભ એ છે કે, તે બોલવામાં મદદ કરે છે. જેમને દાંત હોતા નથી તેમની વાણી શ્રવણ-મધુર અને સ્પષ્ટ લાગતી નથી. વાત કરવાનો પ્રધાન ઉદેશ બીજાઓને સંતુષ્ટ કરવાનો અને પિતાના મનના ભાવને પ્રકટ કરવાનો હોય છે. દાંતવનાનો માણસ આ બને લાભોથી વંચિત રહે છે.
૩-મુખની સૌંદર્યવૃદ્ધિ પણ દાંતનું મુખ્ય કામ છે. કેઈ દાંત પડી ગયો હોય તે ચહેરે બેડોળ અને વિકૃત થઈ જાય છે.
દાંત આપણા જીવનમાં બે વખત આવે છે. પહેલા બોલ્યકાળમાં જેને “દુધી આ દાંત કહે છે. દધીઆ દાંત બાળકોને ૬-૭ મહિનાથી અઢી વર્ષની ઉંમર સુધીમાં કુટે છે. તે ઘણેભાગે વીસ હોય છે. તે દાંત સાધારણ રીતે અતિ સુંદર અને નાના નાના હોય છે. સ્થાયી દાંત ન આવે ત્યાંસુધી આ દાંતજ કામ આપે છે.
ઘણું કરીને ૬-૭ વર્ષની ઉંમરમાં દુધી આ દાંત પડવા માંડે છે અને તેની જગ્યાએ સ્થાયી દાંત આવવા લાગે છે. સ્થાયી દાંત ઘણેભાગે ૩૨ હોય છે–અર્થાત ૧૬ નીચે અને ૧૬ ઉપર. આ દાંત દધીઆ દાંતથી મોટા હોય છે. આ દાંતોમાં ડાકને ઢના દાંત કહે છે અને તે ૧૭ થી ૨૧ વર્ષની ઉંમરસુધીમાં આવે છે. કહેવા છે કે, આ દાંત મૃત્યુ સુધી સ્વસ્થ અને સબળ રહે છે. આ બધા દાંત એકસરખા નથી હોતા. કેઈ તેજદાર, કોઈ શુદ્ધ, કોઈ તીણ અને કેટલાક કુંઠિત અને પહોળા હોય છે. પ્રત્યેક દાંતનું નામ જૂદું જુદું છે. દાંતથી વિવિધ પ્રકારનાં કામ કરવામાં આવે છે, તેથી દાંત વિવિધ પ્રકારના હોય છે. કેટલાક દાંતથી કાઈ ખાવાની ચીજ કરવામાં સગવડ હોય છે, કેટલાક કોઈ વસ્તુને તેડવામાં તેજદાર હોય છે અને કોઈ કાઈ દાંતથી ભોજનની કોઈ વસ્તુ તરતજ ચાવી નંખાય છે. દાંતના ઉપલા ભાગ સમતલ નથી હોતા, તેથી પણ કામમાં એક સગવડ થાય છે.
નિયમ પ્રમાણે વ્યવહાર નહિ કરવાથી દાંત કમજોર થઈ જાય છે. દાંતમાં મેલ જામી જવાથી દાંતનાં મૂળમાં એક પથ્થર જેવી કઠણ વસ્તુ પેદા થાય છે, તે દાંતને હાનિકર્તા છે. કોઈ કાઈ વિજ્ઞાનવેત્તાનો એવો અભિપ્રાય છે કે, દાંતમાંથી લોહી નીકળવાનું કારણ એજ છે. દાંતને સારી રીતે સાફ નહિ કરવાથી બે દાંતની વચ્ચે ભોજનની નાની કણિકાઓ રહી જાય છે તે દાંતને સડાવે છે. તેનાથી બદબો આવે છે અને દાંત અકાળે પડી જાય છે. દાંતના રક્ષણમાટે કેટલીક જાણવા જેવી બાબતો નીચે આપવામાં આવે છે. આશા છે કે, તેથી અનેક જણને લાભ થશે.
૧–બાળપણથી જ છોકરા અને છોકરીઓને દાંત સાફ કરવાની ટેવ પાડવી જોઈએ. આ કામ માતાને છે. એકવાર ટેવ પડી ગયા પછી કોઈપણ પ્રકારની અડચણ કે અગવડ નહિ આવે. ઘણેભાગે એવુંજ જોવામાં આવે છે કે, જેમને નાનપણથી દાંત સાફ કરવાની ટેવ પડી નથી હોતી, તેઓ મોટા થયે પણ દાંત તરફ ધ્યાન નથી આપતા. તેનું પરિણામ એ આવે છે કે, અલ્યાવસ્થામાંજ કેટલાયના દાંત પડવા લાગે છે.
૨ --જ્યારે દુધી આ દાંત પડી જાય છે તથા સ્થાય દાંત આવવા લાગે છે, ત્યારે માતાએ છોકરા-છોકરીઓના દાંત તરફ ખાસ નજર રાખવી જોઈએ. હાલતા દાંતને ઉખાડી નાખવા જોઈએ. કેટલાક છોકરા-છોકરીઓ દુઃખવાના ભયથી હાલતા દાંતને ઉખાડતા નથી. પરિણામે દુધી દાંત
રા. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com