________________
તપસ્વીની તેજધારાઓ
ર૫૮ જે માલામાલ ખાવાથી જ ઠંડી સહન કરી શકાતી હોય તો ચાલો, કપડાં ઉતારીને થોડીવાર મારી બાજુમાં બેસી જુઓ.”
ઝંખવાણો પડીને અંગ્રેજ આડી વાત નાખવા લાગ્યો કે તે પછી આ૫ બતાવે, આપને ઠંડી કેમ નથી લાગતી ?”
સ્વામીજી એલ્યા, “આપ જ કહે, આપનું મોં ઉઘાડું રહે છે તેને કેમ ઠંડી નથી લાગતી ? ખૂલું રાખવાની સતત આદતને લીધેજ ! એજ પ્રમાણે મારા દેહને આદત પડી છે. એમાં બીજું કશુંય જાદુ નથી.”
નમસ્કાર કરીને બંને ગોરા ચાલ્યા ગયા.
નદીના દૂર દૂરના કોઈ નિર્જન સ્થળપર જઈને સ્વામીજી સ્નાન કરતા. કૌપીન એકજ હોવાથી પ્રથમ કૌપીનને ધોઈ, સૂકવો,તે સિદ્ધાસન વાળીને રેતીમાં બેસી જતા. કૌપીન સૂકાઈ જાય ત્યારે પિતે ઉઠીને સ્નાન કરી કૌપીન બાંધી પિતાને મુકામે જતા. એક દિવસ કેટલાએક મલ્લો સ્વામીજીના શરીરબળની નામના સાંભળીને એમને શોધવા ચાલ્યા. સ્વામીજી તે વખતે સ્નાન કરવાની તૈયારીમાં હતા. મલ્લરાજેને નિહાળી પોતે વાતને મર્મ સમજી ગયા. કૌપીન તે વખતે ભીનું હતું. જમણે હાથે કૌપીનને જોરથી નીચોવીને મલ્લને કહ્યું – તમારામાંથી જેને પોતાના કૌવતનું ગુમાન હોય તે આ કૌપીનમાંથી નીચોવીને પાણીનું એક પણ ટીપું કાઢી બતાવે.”
બધાએ એક પછી એક કૌપીનને નીચેથી જોયું. એક પણ બિંદુ ન પડયું !
કાશીમાં સ્વામીજી મુસલમાન મતની પણ ત્રુટિઓ બતાવી ખંડન કરતા હતા તેથી મુસલ. માનોને એમના ઉપર ભારે રે ચલો. એક દિવસ સાંજરે ગંગાતટ પર સ્વામીજી આસન લગાવીને બેઠા હતા. દૈવયોગે મુસલમાનોની એક ટોળી ત્યાં થઈને નીકળી. પોતાના ધર્મના ટીકાકારને ઓળખ્યો, બે પહેલવાનો ધસી આવ્યા.સ્વામીજીને ઉપાડીને ગંગામાં ફેકવા લાગ્યા. બન્ને જણાએ બને હાથવતી સ્વામીજીનાં બે બાવડાં પકડવ્યાં અને એ રીતે એમને ઝુલાવીને પ્રવાહમાં ફગાવી દેવા જતા હતા. ત્યાં તે સ્વામીજીએ પોતાની બંને ભુજાઓ સંકેડીને પોતાના શરીરની સાથે ઇબાવી દીધી. બંને મલેના ચારે હાથ સ્વામીજીની બગલમાં સપડાઈ ગયા ! પછી તે મગદર શી કે હાથ સરકાવી શકે ? એમ ને એમ સ્વામીજીએ જોરથી ઉછાળા મારી ગંગામાં ઝંપલાવ્યું. પેલા બંને જણ પણ સાથેજ ઘસડાતા ગયા. પોતે પાણીમાં ડૂબકી મારીને બંને માને છેડાં ગળકાં ખવડાવ્યાં અને પછી છોડી દીધા. મુશ્કેલીથી બંને જણ બહાર નીકળ્યા. કાંઠે ઉભેલું ટોળું આથી ખૂબ ચીઢાઈ ગયું. બધાએ હાથમાં પથરો લઈને સ્વામીજીના બહાર નીકળવાની રાહ જોઈ. સ્વામીજી સમજી ગયા, એટલે પોતે શ્વાસને રૂંધીને પદ્માસન લગાવી પાણી પર બેઠક જમાવી. અંધારું થઈ ગયું. પેલા સમજ્યા કે બાવા ડૂબી ગયા. ચાલ્યા ગયા. એટલે સ્વામીજીએ પણ પાણીમાંથી નીકળીને અધુરી રહેલી સમાધિ ફરીવાર લગાવી.
એક દિવસ બજારમાં એક માતેલો સાંઢ લોકોની પછવાડે દેડ, કેકને કચરો ને પટકતા દોડયો આવે છે. લોકે એટલા પર ચઢી ગયા છે અને “ સ્વામી છે ! ખસી એ, ચઢી જાઓ.’ એવી રીસો પાડે છે. વગરથડળે સ્વામીજી સીધા ને સીધા સાંઢની સામે ચાલ્યા ગયા. તદન નજીક ગયા એટલે સાંઢ પોતાની મેળે રસ્તે છેડીને ગરીબ ગાયની માફક ચા ગયે. લોકોએ આવીને પૂછ્યું કે:-“મહારાજ ! સાંઢ શીંગડે ચડાવત છે ?”
તો બીજું શું ? શીંગડાં પકડીને દૂર ધકેલી દેત !” |
જોધપુરમાં એમણે મુસલમાન મતનું ખંડન ચલાવ્યું. તે સાંભળી ફિજુલખાં નામના એક મુસ્લીમના રોમેરોમમાં વાળા ઉડી. રોષે ભરાઈને એ ગાજી ઉઠયાઃ “સ્વામી ! અત્યારે જે મસ. લમાનની રાજસત્તા હોત તો તમે જીવતા ન જાત.”
સ્વામીજીએ ખાં સાહેબને ધીરેથી ઉત્તર દીધા કે –“જે એ અવસર આવે તે હું કદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com