________________
બહાવાયામની જરૂર બ્રહ્મચર્યાશ્રમની જરૂર
(ડ) કલ્યાણદાસ દેસાઈ. હિંદુસ્થાન તા. ૩૦-૩-૨૬) ગુજરાતમાં બ્રહ્મચર્યાશ્રમનું મીંડુ છે. સ્વામીશ્રી નિત્યાનંદજી મહારાજ વ્યાખ્યાન આપતાં વારંવાર કહેતા કે, “ગુજરાતીઓ લડકે લડકી કી પ્રજા હૈ.” તમારામાં શૌર્ય, નિડરતા તથા સાહસ ક્યાંથી હોય ! ગુજરાતીઓ બુદ્ધિવાન છે, રસિક છે, વ્યાપારકુશળ છે; પણ તેઓમાં જોશ, ઝનુન કે કોઈ પણ કાર્ય પાછળ મરી ફીટવાની તેમનામાં શક્તિ નથી. અનેક મુસલમાન બાદશાહએ, અનેક મરાઠા સરદારેએ આવા આ પ્રાંતપર ઘા કર્યો કે તેને શરણ ગુજરાત થયું છે. અહમદશાહે અમદાવાદ વસાવ્યું; ભરૂચ, સુરત અને ખંભાતના નવાબેએ નવાબશાહી ચલાવી. અનેકવાર આ શહેર લુંટાયાં. આખરે અંગ્રેજો માલીક થઈ બેઠા, પણ તેનો બચાવ કરવા ગુજરાતીઓ આ છેલ્લા થોડા સૈકામાં મરણઆ થઈ લડક્યા નથી. દુર્બળ તથા કાયર પ્રજા શી રીતે લઢી શકે ? આ સર્વ દોષોનું મૂળ બ્રહ્મચર્યનો અભાવ છે. બ્રહ્મચર્ય એટલે વિવાહ ન કરવો અને લગ્નથી દૂર રહેવું એટલું જ નથી. બ્રહ્મચર્ય એટલે ઇયિોનો નિગ્રહ, તમય તથા કઠણ જીવન છે. મોજશેખ-એશઆરામથી દૂર રહેવું, નિયમિત તથા સાદું જીવન ગાળવું એમાંજ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચારી કુદરતનાં બાળક છે અને કુદરત માતાના સ્વાભાવિક નિયમો પાળી જીવન ગાળે છે, ત્યારે આપણું જીવન બનાવટી, કપટી અને વ્યવહારને અવલંબીને હોય છે.
બ્રહ્મચર્ય પાળવા માટે નિત્ય નિયમપૂર્વક બ્રાહ્મ મુર્તમાં ઉડવું જોઈએ. સૂર્યોદય સમયે સ્નાન ઇત્યાદિથી નિવૃત્ત થઈ સંધ્યા, અગ્નિહોમ વગેરે કરવાં જોઈએ, નિત્ય વ્યાયામ કરી શરીરને વજી જેવું બનાવવું જોઇએ, સાદો પણ પૌષ્ટિક આહાર કરવો જોઈએ, નમ્રતા, વિનય, સત્યતા, સાધુતા ખીલવવાં જોઇએ અને વિદ્યાભ્યાસમાં મસ્ત બની શરીર, બુદ્ધિ તથા આત્માને પુષ્ટ કરવાં જેઇએ. કુદરતનાં સુંદર દોની વચમાં રહીને તેના નિયંતાની અને ખી કૃતિઓ નિરખી તેની સાથે આનંદની ગેષ્ટિ કરતાં શીખવું જોઈએ. આવી અવસ્થાનું નામ બ્રહ્મચર્ય છે. આ જીવન કંઈ ગૃહસ્થાશ્રમી ઓની વચમાં રહી ગાળી શકાય નહિ.
અર્થ તથા કામમાં ચકચૂર ગૃહસ્થીઓની વચમાં બ્રહ્મચર્યના આદર્શો ફળીભૂત કયાંથી થાય ? વળી ગૃહસ્થીને પિતાનું જીવન નિભાવવાની ફિકર હોય, રાતદિવસ તેના પ્રયાસમાં રોકાયેલા હોય, એવા તે ગૃહસ્થીને પોતાના બાળકને બ્રહ્મચર્ય પળાવી,નિયમપૂર્વક સાદું જીવન ગળાવી વિદ્યા આપવાની પુરસદ જ કયાંથી હોય ? રંગરાગમાં અને અનેકવિધ ભેજન તથા અનેક રીતે શેભતા વસ્ત્રાલંકારમાં ચકચૂર તે ગૃહસ્થીઓ બ્રહ્મચારીને સાદાઈનો, ઇંદ્રિયનિગ્રહનો પાઠ શી રીતે શીખવી શકે ? વળી શીખવે તો તે પાઠની અસર પણ બ્રહ્મચારી પર કેટલી પડે ? એ તો પોથીમાંનાં રીગણ જેવુંજ થાય ! વળી બીચારા શહેરીઓની ગંદી હવામાં કોઈ ખૂણામાં જ્યાં રોટલો આપે ૫ણ એટલે ન આપે એવી સાંકડી જગ્યામાં માંડ જીવન ગાળતા હોય: જયાં સૂર્ય, ચંદ્ર તથા તારાનાં દર્શન અલભ્ય હોય, તેવા સ્થાન માટે બ્રહ્મચારી કુદરતનો બાળક હોઇ જ ન શકે. ખરો મનુષ્ય પેદા કર એ કાંઈ જેમ અનાયાસે માતાપિતાના વિકારોથી બાળક સૃષ્ટિમાં આવે છે તેમ સહેલું નથી. ખર-મનુષ્ય પેદા કરવા હોય તો હાલની રીત ઠીક છે, પણ જે નર-મનુષ્ય પેદા કરવા હોય તો તેને
જુદો જ છે. આપણા પૂર્વજોએ નર બનાવવાનો એક સાંચ પેટટ કર્યો હતો, એમાંથી દરેક બાળક પસાર થતું હતું. એ સાંચે તે ગુરુકુળ છે. જે આર્ય પ્રજા એક વખત જગતની શિરતાજ હતી; જેની સંસ્કૃતિ તથા વિદ્યાનાં બ્યુગલ દુનિયાના એક છેડાથી બીજા છેડાસુધી વાગી રહ્યાં હતાં; જેના બ્રાહ્મણ પાસે પૃથ્વભરના માનવો શિષ્ય બની જ્ઞાનપિપાસા તૃપ્ત કરતા હતા, જેના દ્ધાઓનાં રણવાદ્ય પૃથ્વી પરની દરેક જાતિપર જીતના જેસદાર ઘોષો સંભળાવતાં; જેના વૈો સમુદ્રમંથન કરી. વ્યાપાર ખેડી, પિતાજ હુન્નરથી કાંચનમયી લક્ષ્મી
ને પોતાને ઘેર લાવી વસાવતા: તે આર્યપ્રજા ? તે શર, વીર, ધીર, સંસાગ્રહી, ઐકયના બળથી સર્વપર ઝઝુમતી, સર્વની પર પિતાની હાક વર્તાવતી, તે ઉપદેષ્ય આર્ય આજે છે નહિ; કારણ કે તે આર્યપ્રજાને ઉત્પન્ન કરનાર ઋષિઓને પેટ સાચો ગુરુકુળ, નષ્ટ થયો. તે સાંચાને ચલાવનાર
રા. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com