________________
જુએ જાપાનનું શિક્ષણ!
વિલાયતમાં ફળાહાર હિંદુસ્થાનના ખોરાકમાં જે કોઈ ચીજની ખામી હોય તે તે ફળની છે. આપણને જોઈએ તેટલાં ફળ ખાવાનાં મળતાં નથી. ગરીબાઈને અંગે આપણે ફળ ખાઈ શકતા નથી. ઉપરાંત કુળ ખાવાં એ જરૂરીઆત નહિ પણ મેજશેખ છે, એમ આપણામાં ખોટો ખ્યાલ પેસી ગયું છે. આપણે ત્યાં જે ફળો થાય છે, તેને જ આપણે છૂટથી ઉપયોગ કરીએ તો આપણો ખોરાકક્રમ વ્યાજબી ગણાય. આપણે ત્યાં લાલ પાકાં ટામેટાં, પપૈયાં, પાકાં ચીભડાં વગેરે થાય છે, પરંતુ આપણે જોઈએ તેટલા પ્રમાણમાં તે ખાતા નથી. વિલાયતના આંકડા બહાર પડયા છે, જે જાણવા જેવા છે. યુનાઇટેડ કીંગડમમાં એક માણસે એક વરસમાં ૧૦૦ સફરજન, ૭૫ નારંગી અને ૩૦ કેળાં ખાધાં. એક વરસમાં ૪૮૩૦ ૦,૦૦૦ પાઉંડની કિંમતનાં ફળ યુનાઈટેડ કીંગડમમાં આવ્યાં. આપણે ત્યાં તો માણસ આટલાં બધાં ફળ ખાતો નથી. વ્યાજબી રીતે જે ફળની જે વખતે મોસમ હોય, ત્યારે તેણે તે ફળ ખૂબ ખાઈ લેવાં જોઈએ. હિંદુસ્થાનમાં સુભાગે કેરીની મોસમમાં માત્ર કેરીઓ પુષ્કળ ખાવાની મળે છે અને ત્યારેજ ગરીબ તેમજ તવંગર તેનો ઉપયોગ કરી શકે છે. માણસોએ ધ્યાન રાખી ફળ ખાવાં જોઈએ; કારણ કે ફળની અંદર જીવનતત્ત્વ-વીટમીન્સ હોય છે. કેરીની મોસમમાં માણસને નવું લોહી આવી જાય છે, તેનું કારણ આ જીવનતત્ત્વ છે.
જુઓ જાપાનનું શિક્ષણ!
( ગાંડીવ તા. ૫-૯-૨૬ ના અંકમાંથી) (ટકીઓની કન્યાશાળાઓમાં ત્યાંની બુદ્ધિમતી સંચાલિકાઓએ કન્યાઓ સમક્ષ એક સુંદર પ્રશ્ન રજી કરેલ “તમને પુરુષત્વ ગમે કે સ્ત્રી વ ?' ૬૬૦ જવાબ આપનારી બાળાઓમાં ૨૩૬ બાળાઓએ પુરુષ થવાપ્રત્યે પસંદગી બતાવી હતી અને ૨૮૮ બાળાઓએ અમુક સંજોગોમાં સ્ત્રી રહેવાની અને અમુક સંજોગોમાં પુરુષ થવાની રુચિ પ્રદર્શિત કરી હતી. માત્ર ૧૩૬ બાળાઓએ સ્ત્રીત્વ પસંદ કર્યું હતું. પેલી ૨૩૬ બાળાએમાંની એકનો જવાબ અહીં રજુ કરીએ છીએ.)
નારીપણું નથી ગમતું, ગુરુમાતા! નારીપણું નથી ગમતું. દેશની માટીમાંથી ઉત્પન્ન થઈ તેનાં અન્નજળવડે દેહ પડી, એજ દેહને પ્રાણથી પણ હારી જન્મભૂમિ કાજે કુરબાન કરી નાખવા નું ન મળે તે જીવનનું સાર્થક શું ? રણાંગણમાં માતૃભૂમિના સ્વાતંત્ર્યજ્યોતથી ઝળહળતા વાવટા નીચે બખ્તર અને કવચ સજી પોતાનાં ખૂન વહાવવાની તક ન મળે તો એ જન્મવાં શાં ખપનાં ? પુરુષોને માયાજાળમાં ફસાવનારી, ધર્મપંથથી ભ્રષ્ટ કરનારી મેહક પૂતળી બનવાનું, વિલાસ અને મેહમસ્તીની પ્રતિભારૂપી ઢીંગલી બની રમાડાયા કરવાનું જે અવતારે કપાળમાં લખ્યું, તે અવતાર એળે નહિ તો બીજું શું ? જ્યાં તેની ગગનભેદી ગર્જનાઓ જાણે સારા બ્રહ્માંડને હચમચાવી મૂકતી હોય, મ્યાનમાંથી કેસરીઆ કરવા નીકળી પડેલી ખડગ- સુંદરીઓને ચકચકાટ વિજળીના ચમકારાને ભૂલાવી દેતે હાય, માતૃભૂમિને કાજે ઘા ઝીલવાની અને ઘા કરવાની જ્યાં હોડ બકાઈ રહી હોય, એ સ્થાને માથાંને હથેળીમાં લઈને ઘૂમવાના ‘હાવા, એ રે સંગ્રામની રમતનાં ખેલન જે દેહે ન ગવાયાં તે દેહે સૂર્ય પ્રકાશ દીઠે તોયે શું-ને દીઠે તોયે શું? પ્યારી નીપેનમૈયાના (જાપાન) દિગ્વિજયનો કીર્તિસ્તંભ જે રુધિરવડે ચણાઈ રહ્યા હોય, તે રુધિરમાં જે દેહનાં રક્તબિંદુઓ ન ભળે, એ દેહ કરતાં તો ધન્ય એ લોખંડી ચોસલાઓને, જેની તોપ ને તરવાર બને છે !
માતા ! દેશને કાજે કુરબાની કરવાને હક્ક પુરુષો ભેગવે છે. એ લહાવો લેવા મને પુરુષત્વ જોઈએ છે. નિર્બળતાની પ્રતિમા સરખું આ નારીપણું નથી ગમતું નથી ગમતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com