________________
૨૦૬
દિનચર્યા દિનચય
(લેખક-વૈદ્યશાસ્ત્રી નારાયણશંકર દેવશંકર; ગુજરાતી પંચના દિવાળીના ખાસ અંકમાંથી) “રાત્રે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીરબળ, બુદ્ધિ, બહુ ધન વધે, સુખમાં રહે શરીર.”
કવીશ્વર દલપતરામને આ દોહરો ના વાંચવામાં આવ્યો નહિ હોય ? પણ વાંચ્યાથી સાર્થક થતું નથી. તે પ્રમાણેનું વર્તન કરવાથી લાભ થાય છે. આ વિષે વૈદકશાસ્ત્રમાં કેવો વિધિ છે તે બતાવવાને અને પ્રયત્ન કરવામાં આવ્યો છે. માપુ: રામાન અર્થસુવાધનમ્ ૩યુવાપુ વિધેય: પરમાર (વાભટ્ટ)
ધર્મ, અર્થ અને સુખના સાધનરૂપ આયુષ્યની ઈ છાવાળાઓએ આયુર્વેદ શાસ્ત્રની આજ્ઞાઓ ઉપર અત્યત આદર રાખો કે ગ છે.” ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચાર પુક્ષાર્થે સિદ્ધ કરવાને શરીરની આરોગ્યતાની મુખ્ય જરૂર છે. આરોગ્ય જાળવવાના સાધન જેમ બને તેમ પ્રત્યેક મનુષ્ય સંપાદન કરવા તત્પર રહેવું જોઈએ. જ્યારે કોઈ પ્રકારનો વિકાર શરીરમાં ન જણાય, ત્યારે તે શરીર નિરોગી કહેવાય છે; અને તે બાબત ભાવમશ્ર વૈદ્ય ભાવપ્રકાશના પૂર્વ ખંડના પ્રથમ ભાગમાં કહ્યું છે કે-નવ નિરાત્રિ ત્રસુત્ર જયોરિતાં મારાપુ: રવસ્થ: સાતિBતિ નાન્યથા છેદિનચર્યા, રાત્રિચર્યા તથા ઋતુચર્યાને આચરવાથી મનુષ્ય સદા નિરોગી રહે છે, બીજી રીતે નહિતેવી રીતે જેના શરીરમાં વાતાદિ દોષ, જઠરાગ્નિ, રસાદિ ધાતુ તથા મળમૂત્રની ક્રિયા સમાન હોય–અર્થાત્ કપ પામ્યાં ન હોય અને આમા, ઇકિય અને મન જેનાં પ્રસન્ન હોય તે પણ નિરોગી કહેવાય છે. હાલ દિનચર્યા સંબંધી પ્રથમ આરંભ વૈદ્યશાસ્ત્રીઓમાં શ્રેષ્ઠ આચાર્ય વાભટ્ટે પોતાના અષ્ટાંગહૃદય ગ્રંથના સૂત્રસ્થાનના બીજા અધ્યાયમાં નીચે પ્રમાણે કહેલું છે કે - ગ્રાહોમુહૂર્ત કટિચક્ષાથમાશુપ: રાણાવતાં નિર્ચ કૃતશાઊંધતા: ૫ નિરોગી મનુષ્ય આયુષ્યની રક્ષા માટે પાછલી ચાર ઘડી રાત્રિ હોય ત્યારે ઉઠવું ને શરીરસંબંધી ચિંતા છેડી ઈષ્ટદેવનું સ્મરણ કરી મળમૂત્રનો ત્યાગ કરવો. સૂર્યોદય પહેલાં ઉઠવાથી શરીરમાં સારી રહે છે ને આળસ આવતું નથી. સારી ફુર્તિથી શરીરની સર્વે જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયને પિતતાનું કાર્ય કરવામાં વિશેષ સામર્થ્ય આવે છે. વિશેષ સામર્થ્યથી ધારેલું કાર્ય સારી રીતે કરી શકાય છે અને મને હમેશાં પ્રભાતસમયે શાંત રહેવાથી, મનની અસર તન ઉપર સારી થાય છે. એ પ્રમાણે વહેલું ઉઠવું એ પહેલાં સુવા વગર બની શકતું નથી; કેમકે થાકેલી સર્વ ઇંદ્રિયોને અમુક સમય સુધી આરામ આપવાની જરૂર પડે છે. તે જે યથાર્થ ન અપાય તે શરીરમાં તે સંબંધી વ્યાધિઓ ઉત્પન્ન થઈ હાનિ કરે છે. મનુષ્ય જેમ જેમ મોટું થતું જાય, તેમ તેમ તેની ઉંઘ થોડી થતી જાય છે; કારણ જેમ જેમ ઈદ્રિયો દઢ થતી જાય, તેમ તેમ તેમને થાક થોડા લાગવાનો સંભવ છે; તેમજ જેમ જેમ વૃદ્ધ થતું જાય, તેમ તેમ પાછી ઉંધ વધતી જાય છે, કેમકે ઇયો નબળી પડી જવાથી જલદી થાકી જાય છે. બાળકને ઉંઘવાની ઘણી જરૂર પડે છે, કેમકે તેની ઇન્દ્રિયો કેમળ હોવાથી વારંવાર થાકી જાય છે, જેથી સહેજ ધાવતાં ધાવતાં પણ ઉંઘી જાય છે. વળી બાળકની વિચારવૃત્તિ અનેક સંકલ્પવિકલ્પરહિત હોવાથી સહેજમાં સ્થિર થાય છે, જેથી પણ તે વારંવાર ઉંઘી જાય છે. મેટા મનુષ્યની વિચારવૃત્તિ વ્યાવહારિક અનેક સંકલ્પવિકલ્પોથી યુક્ત હોય છે, જેથી સહેજ વારમાં સ્થિર થઈ શકતી નથી; એટલે મોટા માણસને ઉંઘ થોડી અાવે છે. એ ઉપરથી વિચારવૃત્તિ થિર થવી, એજ ઉંઘનું ખરું કારણ જણાય છે; માટે સૂતી વેળ. સંકલ્પવિકપનો ત્યાગ કરી મનને સ્થિર કરવું, જેથી ઉંઘ તુરત આવી જાય છે. યુવાવસ્થામાં આવેલા મનુષ્યને શરીરનો થાક ઉતારવા માટે ઓછામાં ઓછા સાત કલાક ને વધુમાં વધુ આઠ કલાક ઉંધવાની અત્યંત જરૂર છે, તેથી ઓછી ઉંઘ થાય તો શરીરની આરોગ્યતા સચવાતી નથી, માટે આગલી રાત્રિએ નવથી દશ વાગતાં ઉંઘવું ને પાછલી રાત્રિના એકથી બે કલાક રહે તો અથત ચારથી પાંચ વાગે ઉઠવું સારું છે. આગલી રાત્રિની એક કલાક ઉંઘ પાછલી રાત્રિની બે કલાકની ઉંઘ સમાન છે–અર્થાત જેટલો થાક ઉતારવા આગલી રાત્રિની એક કલાક ઉંઘ સમર્થ છે, તેટલોજ થાક ઉતારવા પાછલી રાત્રિની બે કલાકની ઊંધ સમર્થ થાય છે, માટે મનુષ્ય આગલી રાત્રે વહેલા સૂઈને પાછલી રાત્રિએ વહેલા ઉઠવું યોગ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com