________________
મહાન શેધક એડીસન બહેરા કેમ રહ્યા છે? પાલન કરતા આવ્યા છીએ. જાણીબુઝીને અમે કઈ પ્રાણીને ઘાત કર્યો નથી, પરસ્ત્રીને અમે માતાસમાન માનીએ છીએ, અસત્ય ભાષણ અમે કદીએ કર્યું નથી અને મદ્યાદિ માદક પદાર્થોથી અમે અલિપ્ત રહ્યા છીએ. આ સિવાય આપની પ્રજાની સેવા અમે યથામતિ કરતા આવ્યા છીએ, અમારાપર એક એક જ્યારે આ પ્રસંગ આવ્યો ત્યારે મેં મારા મિત્રને હિંમતથી કહ્યું કે, આપણને પકડનાર મુખીપર, મારવાને હુકમ આપનાર મહારાજ પર અને મારનાર હાથપર આપણે બધાએ ત્રીની ભાવના રાખવી. કોઈપણ પ્રકારે ઠેષને સ્પર્શ આપણા મનને થવા ન દે. અમારા આ શીલન અને મૈત્રીનો પ્રભાવ એજ અમારો મંત્ર છે.”
રાજાએ પોતાના દૂત મોકલીને મઘના ગામની અને આસપાસના ગામની ખરી સ્થિતિ શું છે, તેની ખાત્રી કરી ત્યારે તેને જણાવ્યું કે, મધ અને એના સાથીઓએ તે પ્રાંતની ઉત્તમ સુધારણા કરી છે. ત્યાંના લોક સુખી હોઈ પરપર અત્યંત પ્રેમથી વર્તે છે. ચોરી, મારામારી, ટંટફિસાદ વગેરે વસ્તુઓ તે પ્રાંતમાં નામશેષ થઈ છે. આ જાણીને રાજાએ ખોટી ફરિયાદ કરનારા પિલા મુખીને પકડીને એકદમ ફાંસી દેવાનો હુકમ આપ્યો અને તેની જગાએ મને નીમવામાં આવ્યો ત્યારે મઘ રાજા પાસે ગયા અને મુખીને મારી આપવાની વિનંતિ કરી તે બોલ્યો:–“મહારાજ! આ મુખી ન હોત તો અમને આપના દર્શનનો યોગ મળ્યો હોતઅમારા શીલને અને મંત્રીને કસોટીએ ચઢાવી જોવાની સંધિ એણે મેળવી આપી તેથી તે અમને પ્રિય છે. મહારાજે એને જીવતદાન આપર્વ એવી અમારી નમ્ર વિનીત છે. ”
મઘની વિનંતીને માન આપી રાજાએ મુખીને છોડી મૂક્યો.
મહાન શોધક એડીસન બહેરા કેમ રહ્યા છે?
(લેખક-છ. હ. “મુંબઈ સમાચાર' તા. પ-૧૧-૨૬ ના અંકમાંથી) આ મહાપુરુષને નાનપણમાં કોઈએ માથા ઉપર જોરથી પ્રહાર કરવાથી એ બહેરા થઈ ગયા. તેમનાં પત્નીને તેમને માટે બહુજ લાગણી થતી હોવાથી તેમણે ડોકટરની સલાહ લીધી. મહા મહા પ્રયને મી. એડીસને કાન બતાવવાની હા પાડી. ડકટરોએ કહ્યું કે, એક નાનું સરખું ઓપરેશન કરવામાં આવે તે કાન સાજા થઈ જાય. આ સાંભળી તેમનાં સ્ત્રી બહુજ ખુશી થયાં. પ્રયોગમાટે દિવસ નકકી થયે; પણ તે દિવસેજ મી. એડીસને પોતાની ફીસમાં આવીને પોતાના મદદનીશને કહ્યું કે:-“ ડોકટરને ટેલીફેન કરી આજ ઍપરેશન બંધ રખાવો.”
તેમનાં સ્ત્રીને કાને આ વાત આવી ત્યારે તે બિચારાં બહુ નિરાશ થઈ ગયાં. તેમણે પટાવી પટાવીને કારણ પૂછયું ત્યારે તેમના પતિએ જણાવ્યું કે:
આસપાસની ગરબડ અને અવાજની પીડા ટળી જવાથી હું વિચાર કરતાં શીખ્યો છું. હજી મારે મરતાં પહેલાં ઘણી બાબતો વિચારવાની છે. જે મારા કાન સુધરે તે માટે વિચાર કરવાનું બંધ પડી જાય ને નવી ટેવ પડે, માટે તેવી ટેવ પાડવા જેટલો હવે મને અવકાશ નથી; તેથી ભલે છે તેમજ રહે.”
કેનામાકની શોધ કરીને જગતમાં અવાજ પ્રસરાવી દેનાર તથા ટેલીફોન દ્વારા દૂરસુધી અવાજ પહોંચાડનાર આ મહાપુરુષે પોતે આ પ્રમાણે પક્ષીઓનાં મધુર ગાય અને મનુબેનું મોહક સંગીત કે બાળકોના કલાકાલા બોલ સાંભળવાને આનંદ લેવા માટે જાણીજોઈને પ્રયત્ન કર્યો અને તે લાભ ખોયો એ ઓછો આત્મભોગ કહેવાય ? પરોપકાર આથી બીજો વધારે કયો ?
એમને મોટરમાં ફરવાને બહુ શોખ છે અને પ્રખ્યાત ર્ડ મેડટર બનાવનાર કરેડાધપતિ તેમના ગાઢ રહી છે. ખોરાકમાં પોતે રોટલી અને દ્રાક્ષ જ લે છે. ઘણીવાર રાતના બે વાર વાંચ્યા કરે છે ને સવારે સાત વાગે તે પાછા કામે વળગે છે.
પુની સુવાસ અને તેમના ખીલતા વિવિધ રંગ તેમને બહુ પ્રિય છે, તેથી પોતાના સુંદર બગીચામાંજ તેઓ ઘણીવાર પોતાના મિત્ર મિ. ફાર્ડ સાથે વિવિધ ચચોમાં આનંદ લે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com