________________
innan
દાસબાબુનું સમાધિમંદિર દાસબાબુનું સમાધિમંદિર
(સૌરાષ્ટ્ર તા. ૨૪-૪-૨૬). કુદરતે કેવાં જોડલાં સરજ્યાં છે ! આકાશના અંતરમાં વિજળીના અંગારા અને પ્રશાન્ત તારા એકીસાથે પ્રકાશે છે. પૃથ્વીના ઉદરમાં ખદખદત ધાતુ -રસ અને શીતળ ઝરાઓ, બને જોડાજોડ વહે છે. પવનની પાંખમાંથી પ્રચંડ વાવાઝોડાં અને મંદ મંદ સુગંધીમય લહરીઓ, બને વચ્ચે છે. સમદ્રના પાણી ઉપર કંક વટાણે ડખે છે ને સાથોસાથ કેક સાચાં મેતીની છીપલીયે તરે છે. એવાં ની લીલા ઈશ્વરે કલકત્તામાં પણ હજુ હમણાં જ કરી લીધી. હિદના એ ગઈ કાલના પાટનગર કલકત્તાના હૈયામાં એક પડખે જયારે હિંદુમુસલમાનો એકબીજાની ગરદનો ઉડાવી રહ્યા છે, ત્યારે એના કલેજાની બીજી બાજુએ ભવાનીપુરના રૂસ્સા રોડ ઉપર કોમી ભાઈબંધીના કોલ સરખી અને મરતાઓને આવરદા દેવા સરજાયેલી એક સંસ્થાના દ્વાર ખુલ્લાં મૂકાય છે.
એ સંસ્થાનું નામ “ચિત્તરંજન સેવા-સદન.” હિંદના એ હરિશ્ચંદ્રાવતારને એક સમય ને રાજમહેલ ગયે ગુરૂવારે દેશના દરિદ્ર-નારાયણનું દેવાલય બની ગયો. ઘણાં વર્ષો સુધી જ્યાં એક રાજેશ્વરી વાસતી દેવીનાં શયન તથા પ્રસુતિનાં બિછાનાં પથરાયાં, તેજ ખંડમાં હવે પ્રજાની ગરીબ ગર્ભિણી માતાઓનાં સુવાવડખાનાં બોલાયાં છે. તેલ, અત્તરો અને અગરચંદનની સુગંધે મઘમઘેલાં એ લક્ષ્મીનંદનનાં દિવાનખાનાંઓમાં આજે દીનદરિદ્રની પ્રાણદાત્રી ઔષધિઓ પોતાની ગંધ પ્રસરાવી રહી છે. ચિત્તરંજનનાં બે-ચાર પુત્રપુત્રીઓને રમવાની એ ફૂલવાડીમાં વસી ગરીબોનાં સંખ્યાબંધ મેલાંઘેલાં ને રોગી ઠ બચ્ચાંઓ નિરંકુશ વિહાર કરશે. એના દરવાજા ઉપર કોઈ એને અટકાવશે નહિ. પ્રજા ની દુઃખી દરિદ્રી માતાઓને વિસામાનું એ ધામ સેંકડે રાજદ્વારી કાર્યક્રમોના સરવાળા કરતાં વધુ મ ડરવનું બની ગયું છે.
અને એ શી રીતે બની ગયું ? વિક્રમપુરના એ અવતારી ગોપીચંદ ચિત્તરંજનના અંતરાત્માની માંહેથી પણ ૧૯૨૫ ની એક પ્રભાતે સ્વરે ઉઠયા કે:--
એ રે સેજીએ અમને નીંદરા ન આવે રે ! તાં સેજડીએ અમને નીંદર ન આવે રે !
“ મારે મન રાજ ને ભાવે એ છે !” એ નિદ્રાહીને પિતાનું વસિયતનામું લખાવ્યું:- ૨ લાખ અને ૨૦ હજારનો આ બંગલે દેશની માતાઓને અર્પણ કરું છું. મારી પડદે પુરાયેલી એ પખગી બહેનોને, કશાયે કોમી ભેદવિના, આ બંગલાના ઉત્પન્નમાંથી શરીર અને આરોગ્યનાં સત્ય શીખવજે. સંજીવન અને સુખાકારીની દૂતિકાઓ બનાવીને એ બહેનને દેશનાં ગામડા માં તંદુરસ્તીના મં રટવા મોકલજે. ફૂલોની કળી જેવી હિંદી ગૃહ-લક્ષ્મી ઓને અજ્ઞાનવશ બની કૃતાંતના પંજામાંથી બચાવજે.”
એટલું કહીને એણે પિતાની આશાન મહેલાતને છેલા રામ રામ ર્યા, એના પડછાયા જેવી દેવી વાસંતી પણ પોતાનાં બચ્ચાઓને આંગળીએ વળગાડી રૂસ્સા રોડની પગથી ઉપર આવીને ઉભાં રહ્યાં. પછી એનો આત્મારામ પણ તેટલી જ સહેલાઈથી એ દેવભુવનશા શરીરને ત્યજી શાંત પગલે ચાલી નીસર્યો, પરંતુ બંગલાનાં દાન કરી જનાર એ બંધુને પોતાની મસ્તીમાં એટલીએ ફુરસદ કયાં હતી યાદ કરવાની, કે પિતાને માથે માથાના વાળ જેટલું-૨ લાખ અને ૯૦ હજારનું કરજ મોટા ડુંગર કરીને ઉભું હતું ! એના ટ્રસ્ટીઓને ખબર પડી. કરજ પેટ બંગલો મૂકાઈ ગયો. એની ચિતા ઉપરથી મહાત્માજીએ સારાયે દેશ પાસે દશલાખ રૂપીઆ સવાલ નાખ્યો. સમયનો દેવ પો ન ચાની આંગળી ઉ ૨ હજુ તે આઠ વેઢા ગણે છે ત્યાં તો એ દશે લાખ રૂપીઆ હાથ જોડીને હાજર થયા અને બીજી બાજુએ લેણદારોમાંહેલા એક મળે તો પિતાના માગણની સાઠ હજાની કમ એક સાથે દેશબંધુના નામ પરથી ભૂંસી નાખી. બાકીનું કરજ પતાવાયું, બંગલો છોડાવી લેવા અને રૂા. સાત લાખની અને મતના વ્યાજમાંથી આજે ત્યાં માતાઓને દેહવિદ્યા દેવાનું વિદ્યાલય તથા વિનામૂલ્યનું રંક પ્રસૂતિ-મંદિર ખુલ્લું થયું. હિંદુ, મસ્લીમ કે ખ્રિસ્તી કેાઈને માટે ત્યાં કમી મનાઇનું “પાટીયું ” નથી લટકાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com