________________
૧૯૨
કનકદાસ
wwwww
કનકદાસ (લેખક-દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેલકર, નવજીવન-તા-૨૭-૯-રપ) કુદરતમાં નૈતિક નિયમ અને ભૌતિક નિયમો વચ્ચે સંબંધ હોવો જ જોઈએ એવી શ્રદ્ધા માણસના હૃદયમાં છે. આ શ્રદ્ધા સર્વ દેશોમાં છે અને સર્વ કાળે છે. પ્રજ્ઞાને અભાવે માણસ આ. બેને સંબંધ વિચિત્ર રીતે બેસાડવા માગે છે અને તેથી અનેક જાતના વહેમ પેદા થાય છે. માણસ અસત્ય બોલ્યો અને થોડા જ વખતમાં એને ઠોકર લાગી, કે તરતજ એને કહેવાનું મન થઈ જાય છે “જોયું પાપનું પરિણામ ! હજી દુનિયામાં સત રહ્યું છે.” લાલાજીને પંજાબનો લેટ ગવર્નર હદપાર કરી બ્રહ્મદેશમાં મોકલે અને થોડા જ દિવસમાં જે તે લે, ગવર્નર મરી જાય, તે લોકો જરૂર કહેવાના, “જાય ક્યાં ! સાધુજનને હેરાન કરવા એ કંઈ સહેલી વાત છે ?” પુરાણોમાં પણ કેટલાંયે પાત્ર હાથમાં પાણી લઈને કહે છે કે:-“ જો અત્યારસુધી હું અસત્ય ને બોલ્યો હોઉં, અથવા તે પૂર્ણ બ્રહ્મચારી રહ્યા હોઉં તો આકાશમાં સૂર્ય થેલી જાઓ અથવા તે મરી ગયેલો બ્રાહ્મણ જીવત થાઓ.” આની પાછળની શ્રદ્ધા સાચી છે, પણ પ્રજ્ઞા સાથે એને ચોગ થવો જોઈએ.
પશ્ચિમસાગરને કિનારે માલપે બંદર પાસે ઉડપી કરીને એક વૈશ્વ ક્ષેત્ર છે. ભક્તિયોગધુરંધર શ્રીમદ્વાચાર્યને લીધે આ સ્થાન બહુજ પ્રસિદ્ધિ પામ્યું છે. કોઈ વેપારી દ્વારિકાથી ખૂબ કિંમતી માલ ભરીને દક્ષિણ તરફ જતો હશે. માલપે બંદર પાસે એનું વહાણ આવ્યું ને દરિયાએ દ્વાવતાર ધારણ કર્યો. ખારવાઓએ હદ કરી, પણ બચવાનો રસ્તો ન મળે. એકએક મેજું જાણે મોતની ભૂખડી જીભ. કિનારા પર ઉભેલા એક મહાપુરુષે આ દશ્ય જોયું. એના હૃદયમાંથી કા સ્થની સરિતા છૂટી. એણે ઈશ્વરની પ્રાર્થના કરી કેઃ “પ્રભા, આ અનાથને સહાય થા. એમને ઉગારી લે.” એક ક્ષણની અંદર દરિયો શાંત થયો. જાણે કેાઈ વીતરાગ વેગીની જ મુખમુદ્રા ! વહાણ સહીસલામત કાંઠે આવી પહોંચ્યું. આ મહાપુરૂનીજ આ કૃપા હતી એમ એાળખી લેતાં લોકોને વાર ન લાગી. નૌક પતિએ મહાપુને પગે લાગી કહ્યું -“મહારાજ ! આ નૌકામાં જે મારું સર્વસ્વ છે, એ આપનું જ છે. આપના આશીર્વાદથી હું ફરીથી વેપાર કરીશ અને ગમે તેટલું મેળવીશ; પણ આ વખતે આપે મને જીવિતદાન આપ્યું છે. આ ધન લઈને મારા પર અનુગ્રહ કરે.” નિત્ય
સંન્યાસીને ધનનો લોભ શાનો હોય ? પણ બિચારા શ્રેષ્ઠીને સંતાપ રહ્યો એટલે એણે કહ્યું -“ આ નકામાં આ જે આટલું ગોપીચંદન પડયું છે તે આપી દે એટલે અમને સંતોષ છે, બાકીનું તારું ધન તુંજ લઈ જા, અમે લઈને કરીએ શું ?”
એ ગોપીચંદનના ઢગલામાંથી દેવવશાત બે મૂર્તિઓ નીકળી. સ્વામી એ એકને તે ત્યાં ને ત્યાં જ માલપેન કિનારે સ્થાપના કરી અને બીજી ત્યાંથી દોઢેક ગાઉ ઉપર ઉડપીમાં પધરાવી. ઉડપીના શ્રીકોણની એજ સ્મૃતિ જેવા અમે ગયા હતા. મંદિર છે તે નાનું, પણ પ્રમાણસર છે. ત્યાં અમે એક વિચિત્ર વાત જોઈ કે મંદિરનું મહાદ્વાર હમેશાં બંધ રહે છે. કેમકે મહાકાર તરફ અંદરની મૂતિની પીઠ છે. પાછળની બાજુની દીવાલમાં પથરાની એક નળી છે. તેમાંથી દર્શન થાય છે અને અંદર જવું હોય તે મંદિરની ડાબી બાજુએ એક બારણું છે ત્યાંથીજ જવાય છે. ગમે તે માણસ અંદર જઈ ન શકે. અમે અંદર ગયા ત્યાં એટલે તે ઘેર અંધારું અને એટલી બંધ ગધાયેલી હવા કે પરસેવાની સર ટી. જીવ ગભરાઈ ગયે. જાણે ગર્ભવાસને બીજો અનુભવ ! અકળામણમાં ને અકળામણમાં પ્રાર્થના કરી કે - હે વૈકુંઠનાયક ! બીજીવાર ગર્ભવાસનો અનુભવ ન થાય.” મૂર્તિના નાક ઉપર સોનાને કકડે કેમ જ હશે એ કંઇ ધ્યાનમાં ન આવ્યું. કાઠીઆવાડની આ મૂર્તિ અહીં દક્ષિણમાં કયાંથી આવી ગઈ એ વિચાર મનમાં આવ્યો; પણ મુખ્ય કુતૂહલ તો મૂર્તાિ મહાદ્વારથી વિમુખ કેમ એજ હતું. તપાસ કરતાં અંત્યજ સાધુ કનકદામની વાર્તા હાથ આવી.
સંત કવિ કનકદાસ મૂળ ધારવાડ તરફના બાડ નામના ગામડાના રહીશ. એમનું અસલ નામ વિનાયક. ધંધો શિકારીને. અચૂક બાણ મારી લક્ષ વેધવામાં એને તોલે આવે એ એના વખતમાં બીજો ન હતો. એ વખતે તેણે ધાર્યું હશે કે આ અસ્પૃશ્યોને સરદાર ઉપનિષહ્માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com