________________
૧૭૪
અમેરિકાની એક જાણવા જેવી સસ્થા
ગેાઠવાયાં છે અને સ્વચ્છ ચાદર ટેબલપર પાથરેલા છે. એવા ટેબલપર પછી ખાણું પણ એટલીજ કાળજીથી અને સ્વચ્છતાથી પીરસાય છે. દરેક ટેબલ સાથે એક અનુભવી યુવાન બેસે છે અને બાળાને તેમના વનમાં જરૂર પડતી સૂચના કરે છે. બાળકમાં હલકું વર્તન જણાતું નથી, છતાં તેમની સ્વાભાવિક વૃત્તિએ કચડાઇ નથી જતી.
સાંજના મેટા ખંડમાં બાળકા એકઠા થાય છે અને કાઈક પુસ્તકા વાંચે છે, કાઇક સંગીત ચલાવે છે અને કાઈક રમતમાં ગુ થાય છે. નિયમન અને વ્યવસ્થા જાળવવા સારૂ પણ બાળકને જવાબદારી સોંપવામાં આવી છે. બાળકાનું એક મંડળ સ્થાપવામાં આવ્યું છે . અને તેમાં સામાન્ય ગુન્હાઓની તપાસ વિદ્યાર્થીએ પોતેજ કરે છે અને તેના નિકાલ પણ એ મ`ડળજ કરી નાખે છે. સ્ટાર કામનવેલ્થમાં આથી નિયમન એટલુ સરસ જળવાય છે કે માબાપને ખબર પડતાં તેને એ સુંદર વ્યવસ્થાની અદેખાઇ આવે છે. જ્યારે બાળકા સંસ્થા છેાડી જાય છે, ત્યારે પણ દીધ કાળસુધી એમનામાં પોતાની 'સ્થાપ્રતિ પૂજ્યભાવ અખંડ રહે છે.
સંસ્થાની દિવાલેાપર સુંદર ચિત્રા મૂકેલાં હાય છે અને દર સાંજે ફેશનેગ્રાફ તથા પીઆને બાળાને સગીતની સારી પ્રસાદી આપે છે. એક દિવસ કાઈક કુશળ “પીઆનીસ્ટ” એ ખરાબ કહેવાતા બાળકા આગળ પીને વગાડવા આવી અને નવીનતા સારૂ એક નવાજ સૂર શરૂ કર્યો. બાળકામાં એકાએક ખળભળાટ જાગ્યા અને પેલી “પીઆનીસ્ટે' તેનું કારણ પૂછ્યું; ત્યારે સ્ટારે જવાબ આપ્યા ‘બાળકામાં કિલકિલાટ થઇ રહ્યો છે, કારણ કે તેએને તમારા એ નવીન સૂરની ખબર છે. બાળકાને એવા સુંદર અને શ્રેષ્ઠ રેાજ સાંભળવા ગમે છે. જ્યારે તેજસ્વી બુદ્ધિના પરિચયમાં બાળકા આવે છે, ત્યારે તેમને અલૌકિક પ્રેરણા મળી રહે છે અને-પછી તે તેજસ્વિતા કાઈક ચિત્રકારમાં હોય કે કાઇ સંગીતશાસ્ત્રીમાં હોય-બાળકને એ અલૌકિક પ્રેરણા મળતાં તેમની બુદ્ધિને તથા તેમના નિરાણી શરીરને અજબ રીતે પાષણ મળી રહે છે. ઉન્નત સંગીત, સુંદર ચિત્રા અને સસ્કારી સાહિત્યથી ખરાબ દેખાતા બાળકામાં જે પરિવર્તન થાય છે, તે કદી પણ સેટીના ચમકારાથી થતું નથી. મારા બાળકાને હું સગૃહસ્થા બનાવવા માગું ધું અને તે માટે આવા સંસ્કારી વાતાવરણની ખાસ જરૂર છે,
છેલ્લાં વર્ષોમાં ૧૭ સંસ્થા તરફથી હજાર બાળકેાને બચાવી લેવા સારૂ સ્ટારને આમંત્રણ મળ્યાં છે. સ્ટારની સમય-શક્તિને મર્યાદા હેાય છે, એટલે બહારના બાળકાની વ્યવસ્થા કરવા તે અશકય છે; એટલુજ નહિ પણ મીશીગાન સંસ્થાના બાળકેાને પણ એ પૂરા પડી શકતા નથી.
એક અંગ્રેજ બહેન સ્ટારની સંસ્થાની મુલાકાત લઇ ગયાં અને તેની છાપ એ બહેનપર એટલી ઉંડી પડી કે તે ઇંગ્લંડ ગયાં અને સ્ટાર રામનવેલ્થની યાજના પ્રમાણે સેન્ટ હીલેરી આગળ એમણે એક સંસ્થા હમણાંજ ખાલી છે.સ્ટાર કામનવેલ્થની સ`સ્થામાટેઆ જેવુ તેવુ પ્રમાણપત્ર નથી. પરંતુ સ્ટારપર તે હારા પ્રમાણપત્રા આવ્યા કરે છે અને તેમાં સ્ટાર પોતે સર્વોત્તમ સ્થાન તે પૂના કુંવ અને તત્ત્વજ્ઞાની ટ્વીન્દ્રનાથ ટાગેરતા પ્રમાણપત્રને આપે છે. ટાગાર બાળકેાના મિત્ર છે અને થાડાજ સમયપર તે સસ્થામાં આવ્યા ત્યારે ત્યાંના બાળકા સાથે તે દેસ્તી બાંધી ગયા. ટાગોરે પછી સ્ટારને એક પત્ર લખ્યા અને તેમાં જણાવ્યું:—
(6
નિરૂપયોગી થઈ પડેલા આ દિવસોના શુષ્ક અરણ્યમાં ભટકતા હું તમારી સંસ્થા જેવા આવી ચઢયા; અને ત્યાં તે એ શુષ્ક અરણ્યમાં ઝબકી ઉઠેલું જીવનનું ચૈતન્યઝરણું મેં નિહાજ્યું. મેટી કહેવાતી બધી વસ્તુઓ ભૂલાઈ જવાશે, પરતુ તમારી નાનકડી શાળાનાં સ્મરણ તે મારા જીવનમાં વણાઈ ગયેલાંજ રહેશે; કારણ કે તમારી શાળામાં મને સત્યનું દન થયુ છે અને ત્યાંથી આવ્યા પછી મારા જીવનમાં હું કંઇક અલૌકિક વસ્તુજ અનુભવી રહ્યો છું.'
“આપણને એવા સુધારાની જરૂર છે કે જેથી આપણામાં ભ્રાતૃભાવની લાગણી પરસ્પર વધે, આતિથ્યસત્કારની તીવ્ર પ્રેમભાવના આપણામાં ઉદ્ભવે અને વડીલેાની આમન્યા-આજ્ઞાનું પાલન થાય.” - દ્વિવ્યરશ્મિ ’
6
સ્વધર્મના ગ્રંથાના ત્યાગ કરી સૌ પહેલાં અગ્રેજી સાહિત્યના અભ્યાસ કરવાથી અમારૂં વિશેત્ર અનિષ્ટ થયું છે." ભાજી 'કિમચ', ' (હિંદુરતાનના દીયે।ત્સવી અ’કમાંથી )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com