________________ [ 3 પ્રકરણ પહેલું થશે, તે પણ એનું સ્વરૂપ પ્રકાશશે અને તેમના ગણધરે તેની સ્વરૂપે રચના કરશે, તેથી નમસ્કાર–મંત્ર અનાદિ સિદ્ધ કહેવાય છે. જૈનાચાર્યોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જેમ કાળ અનાદિ છે, જીવ અનાદિ છે અને જૈન ધર્મ અનાદિ છે, તેમ નમસ્કાર મંત્ર પણ અનાદિ છે. નમસ્કાર મંત્રના સંબંધમાં મહાનિશીથસૂત્રના ત્રીજા અધ્યયનમાં જણાવ્યું છે કે નમસ્કારનું મૂલ–સૂત્ર' સૂત્રત્વની અપેક્ષાએ ગણધરે દ્વારા અને અર્થત્વની અપેક્ષાએ અરિહંત ભગવંત ધર્મતીર્થકર ત્રિવેકપૂજ્ય શ્રી વીર જિનેન્દ્ર દ્વારા પ્રજ્ઞાપિત છે, એ વૃદ્ધ સંપ્રદાય છે.” દિગમ્બર સંપ્રદાયના આચાર્યો પણ આ જ મત ધરાવે છે. તેમણે એક સ્થળે अनादिमूलमन्त्रोऽयं, सर्वविघ्नविनाशनः / मंगलेषु च सर्वेषु, प्रथमं मङ्गलं मतः // આ અનાદિ મૂળ-મંત્ર સર્વ વિજોને વિનાશ કરનાર છે અને સર્વ મંગલમાં પ્રથમ મંગલ મનાયેલે છે.” તેમણે અધ્યાત્મ મંજરી નામક ગ્રંથમાં કહ્યું છે કે : ' इदं अर्थमन्त्रं परमार्थतीर्थपरम्पराप्रसिद्धं विशुद्धोपदेशदं / ' આ અભીષ્ટ સિદ્ધિકારક મંત્ર પરમાર્થથી તીર્થકરોની પરંપરા તથા ગુરુઓની પરંપરાથી અનાદિકાળથી ચાલ્યા આવે છે અને વિશુદ્ધ ઉપદેશ આપનાર છે.” તેમણે નમસ્કાર-દીપક ગ્રંથમાં કહ્યું છે કે मन्त्रस्थाऽऽख्या तु पञ्चाङ्गं नमस्कारस्तु पञ्चकम् / अनादिसिद्धमन्त्रोऽयं न हि केनापि तत्कृतम् // અને આ મંત્રનું નામ પંચાંગ-નમસ્કાર કે પંચ નમસ્કાર છે, તથા આ મંત્ર અનાદિ સિદ્ધ છે. તેની રચના કેઈએ કરી પણ નથી. पूव ये वै जिना जातास्ते व यास्यन्ति यान्ति चेत्यनेनैव हि मुक्त्यङ्गं मूलमन्त्रमनादितः // ખરેખર! પૂર્વકાળમાં જે જિન થઈ ગયા છે, તેવા જિને ભવિષ્યકાળમાં થશે અને વર્તમાન કાળમાં પણ થાય છે, એ કારણથી મૂલમંત્ર અનાદિકાળથી મુક્તિનું અંગ ગણાય છે.”