________________ 50 ] નમસ્કાર અર્થ સંગતિ પ્રશ્ન : આચાર્યને ઘણું સાધુઓની સાર-સંભાળ કરવાની હોવાથી તેમને વ્યાખ્યાન કરવાને સમય કયાંથી મળે ? ઉત્તર : આચાર્યને ઘણે ભારે પ્રવર્તક, વિર, ગણવચ્છેદક વગેરે ઉપાડી લે છે, એટલે તેમને વ્યાખ્યાન કરવાનો સમય મળે છે. પ્રશ્ન : પ્રવર્તક કેને કહેવાય ? ઉત્તર : જે સાધુઓને સામર્થ્ય પ્રમાણે જુદા જુદા વેગમાં પ્રવર્તાવે તે પ્રવર્તક કહેવાય. પ્રશ્ન : ૨થવિર કોને કહેવાય? ઉત્તર : પ્રવર્તક સામર્થ્ય અનુસાર સાધુને જે યુગમાં પ્રવર્તાવ્યા હોય તેમાં ખેદ પામવાનો પ્રસંગ આવતાં (કંટાળે ઉપજતાં) તેને ઉપદેશાદિકથી સ્થિર કરે તે સ્થવિર કહેવાય. પ્રશ્ન : ગણવચ્છેદક કોને કહેવાય ? ઉત્તર : ગછિનું કાર્ય ઉપસ્થિત થતાં જે પિતાના આત્માની અનુગ્રહબુદ્ધિ વડે પ્રવૃત્તિ કરે અને તે કાર્યને શીઘ કરી દે તથા ક્ષેત્રયાચના અને ઉપધિની યાચનામાં જે ખેદ ન પામે, તેમજ સૂત્રાર્થના જાણકાર હોય તેને ગણાવચ્છેદક કહેવાય. પ્રશ્ન : આચાર્યોને “વંજવિહું મારા શાયરમાળા તણા 2 વમવંતા” કહ્યા પછી “આયા રંસંતા” શા માટે કહ્યા ? ઉત્તર : આચાર્યો પંચવિધ આચારનું સ્વયં પાલન કરનારા હોય છે અને મુમુક્ષુઓને ઉપદેશ આપે છે, તેમજ તેઓ ગચ્છના સાધુઓને સારણા, વારણા, ચેયણું અને પતિચેયણા વડે તેમને વિશિષ્ટ આચાર દર્શાવનારા હોય છે, તેથી તેમને માયાવં સંતા-કહ્યા છે. તાત્પર્ય કે અહીં જાયેલ આચાર શબ્દ સાધુના વિશિષ્ટ આચારનો સૂચક છે. પ્રશ્નઃ સારણું એટલે? ઉત્તર : સારણ (સ્મારણું) એટલે પિતાના હાથ નીચેના સાધુઓની વારંવાર સારસંભાળ કરવી અને તેઓને આચારમાં કંઈપણ ભૂલ થતી હોય તો તેનું સ્મરણ કરાવવું. પ્રશ્ન : વારણ એટલે? ઉત્તર : વારણ એટલે સાધુઓના ચારિત્રમાં કઈ અતિચાર લાગતું હોય કે અનાચાર થતું હોય તે તેનું નિવારણ કરવું, તેને નિષેધ કરવો. પ્રશ્ન : ચાયણ એટલે ? ઉત્તરઃ ચોયણ (દના) એટલે સાધુઓ પ્રમાદમાં રહેતા હોય તે તેમને ઈષ્ટ ઉપાયથી સન્માર્ગે વાળવા વારંવાર પ્રેરણા કરવી અને જરૂર પડતાં કઠોર શબ્દો કહીને પણ તેમને સદાચારમાં પ્રવર્તાવવા. પ્રશ્ન : આચાર્યો જેમ સાધુઓને તેમના વિશિષ્ટ આચારનું દર્શન કરાવે છે, તેમ શ્રાવકોને તેમના વિશિષ્ટ આચારનું દર્શન કરાવે કે નહિ? ઉત્તર : આચાર્યો શ્રાવકોને પણ તેમના વિશિષ્ટ આચારનું દર્શન કરાવે, કારણકે