________________ 30 ] નમસ્કાર અર્થસંગતિ (10) સૂક્ષ્મસંયરાય-ગુણસ્થાન જે સર્વવિરત આત્મા, કધ, માન અને માયાને સર્વથા નાશ કરી ચૂક્યો હોય પણ લોભના સૂક્ષમ અંશવાળ હોય તેની અવસ્થાવિશેષને સૂમસંગપરાય ગુણસ્થાન કહેવામાં આવે છે. (11) ઉપશાંત મોહ–ગુણસ્થાન જે સર્વવિરત આત્માએ મોહનીય કર્મને કિંચિકાલ માટે શાંત કર્યું હોય તેની અવસ્થાવિશેષને ઉપશાંતોહ ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં અવશિષ્ટ લેભના અંશને ઉપશમ થાય છે, પણ સર્વથા નાશ થતો નથી. (12) ક્ષીણમેહ ગુણસ્થાન જે સર્વવિરતને આત્માએ મેહનીયકર્મને સર્વથા ક્ષીણ કરી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી હોય તેની અવસ્થાવિશેષને ક્ષીણમાહ ગુણસથાન કહેવામાં આવે છે. (13) સગીવલી-ગુણસ્થાન મોહનીયકર્મને ક્ષીણ કરી આત્મા જ્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકમને ક્ષય કરી કેવળજ્ઞાન, કેવલદર્શન અને અનંતવીર્યથી યુક્ત બને છે પણ મન, વચન અને કાયાના રોગથી યુક્ત હોય છે, ત્યારે તેની અસ્વસ્થાવિશેષને સગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે. અરિહંતે અને કેવલી ભગવંતે આ ગુણસ્થાને રહેલા હોય છે. (14) અગકેવલી-ગુણસ્થાન સગી કેવલી ભગવંતે નિર્વાણપૂર્વે શેષ કર્મોની પરમ નિર્જરા માટે સૂક્ષમ ક્રિયાઅનિવૃત્તિ શુકલધ્યાનના બળથી મન, વચન અને કાયાના બાદર તથા સૂક્ષમ ગેને નિષેધ કરે છે. તેમની આ અવસ્થા વિશેષને અગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે. આ અવસ્થામાં તેઓના આત્મપ્રદેશે એવા સંકુચિત બની જાય છે કે તે શરીરના 2/3 ભાવમાં સમાઈ જાય છે. ત્યારપછી તેઓ સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ નામના શુકલ ધ્યાનના ચોથા પાયા પર આરુઢ થાય છે, મધ્યમરીતિએ અ, બ, ઉ, અ, લ એ પાંચ હસ્વ વણેનો ઉચ્ચાર કરી એટલા સમયમાં સર્વ સંવરરૂપ શૈલેશી અવસ્થા (શૈલ–પર્વત નિશ્ચલ અવસ્થા)ને પ્રાપ્ત થઈ વેદનીય, નામ અને ગેત્ર કમને ગુણશ્રેણિથી તથા આયુકર્મને યથાસ્થિત શ્રેણિથી સર્વથા ક્ષય કરે છે અને એ ચારે કર્મો ક્ષય થતાં ઊર્વગતિએ સમયમાત્રમાં સિદ્ધશીલાના અગ્રભાગ પર પહોંચી ત્યાં સિદ્ધરૂપે સદાકાલ બિરાજે છે.