________________ 118 ] નમસ્કાર અર્થસંગતિ ન રાખનારા અને તેથી જ અકિચન, શબ્દ-રૂપ-રસ-ગંધ-સ્પર્શ એ પાંચ પ્રકારના અબ્રહ્મના વિષયમાં ચિત્તને ન જવા દેનારા અને એથી જ મહાન બ્રહ્મચારી, શાક્ત રીતે શુદ્ધ આહાર, વસ્ત્ર વગેરેની ગષણા કરનારા, સ્વાધ્યાય ધ્યાન વગેરેમાં સદા મગ્ન, ધર્મ કરવામાં પિતાના શ્રમને ન ગણનારા, સંસાર સમુદ્રમાં ડૂબતા ભવ્યજને દ્વીપની જેમ આશ્વાસન-વિશ્રામસ્થાન આપનારા, પિતે તરેલા બી જાને તારનારા, કરુણાવંત, જંગમતીર્થ, સર્વ અવસ્થાઓમાં સમતાવાળા, અનાબાધ, આ મસુખના ગષક, ધર્મમાં સ્થિર હૃદયવાળા, ઉપમાથી રહિત, ક્ષમા, ઋજુતા વગેરે થી પ્રક્ષણ નવી નવી આત્મવિશુદ્ધિને પામતા, પ્રશાંત ગંભીર સ્વભાવવાળા, સર્વ પાપડિયાએથી વિરત, પાંચ પ્રકારના આચારને જાણનારા, પડિલેહણ વગેરે જે સાધુકિયા તેને વિશુદ્ધ ભાવથી કરતા, અશુભ ગોને નિરોધ કરતા, લાભ કે અલાભમાં સમાન, નિંદા કે સ્તુતિમાં સમાન (માન કે અપમાનમાં સમાન) અને બીજા પણ આવા પ્રકારના અનેક ગુણેથી સાધુ ભગવંતે વિભૂષિત હોય છે, સારાંશ એ છે કે આ લેકમાં જે કંઈ મેક્ષ પદનું આલંબન લેવા માગતા હોય તેઓ માટે સમર્થ આલંબન સમાન છે. આવા સાધુ ભગવંતે 15 કર્મભૂમિ, ભરત અરવત, વિદેહક્ષેત્રમાં રહેલા જે કોઈ હેય તે સર્વ નમસ્કાર કરવા ગ્ય છે. સાધુ ભગવંતે માટે અનેક ગ્રંથોમાં અનેક પર્યાયવાચી નામ જોવા મળે છે. તે આ રીતે : શ્રમણ, સાધુ, મુનિ, નિગ્રંથ, અણગાર, સંન્યાસી, લેગી, મહાવ્રતી, ભિક્ષુ, દીક્ષિત, પ્રજિત, ઋષિ વગેરે. બીજા કેટલાક નામે આ રીતે છે. મહાત્મા, માહણ, અવધૂત વગેરે. બીજા કેટલાક નામે આ રીતે છે. શાંત, દાંત, ક્ષાન્ત, નિરારંભ, અકિંચન, તત્વજ્ઞ, વાચંયમી, મુક્ત, અનુભવી, મહાનુભાગ, મહાનુભાવ, તારક વગેરે. સાધુ ભગવંતના આત્મામાં અનેક પ્રકારના ભાવની વિશુદ્ધિ નિરંતર થતી હોય છે. સામાયિક વગેરે બાહ્ય ક્રિયાઓ તેની અભિવ્યંજક માત્ર છે. બધા પરિણામોમાં સકલ જેની હિતના આશયને સ્વપને જીવાડનાર મહાન અમૃત કહેવામાં આવે છે. સાધુ એટલે જ આવા અમૃતના સ્વયંભૂરમણ મહાસાગર. શામાં સાધુ ભગવંતેમાં રહેલા નિલેતા વગેરે ગુણોને અનેક ઉપમાઓ વગેરે દ્વારા સમજાવવામાં આવ્યા છે. જેમકે શ્રી પંચસૂત્રમાં કહ્યું છે કે ઘરનાનિવાળા પદ્મ વગેરેની ઉપમાવાળા પદ્મ એટલે કમળ, કમળ જેમ કાદવમાંથી ઉત્પન્ન થાય