________________ [100-18] શ્રી પાલ કવિ રચિત શ્રીનવકારમહામંત્રપ્રબંધ સહી એ નમો રતાળું, તવતાં તિહુઅણુ ભાણું, મનશુદ્ધિ જે સમરઈ અનુદિન, પામઈ તે કલ્યાણું, સહી એ નમો અરિહંતાણું. 19 ભુવણવઈ સાત કોડિ લફખ, બહુત્તિરિ સાસય જિણહાર માણું તે રંગ અઠયાસી કોડિ સાઠિ લાખ, બિંબહ એહ પરિમાણું. સહી એ નમો 2. મેરુ તારૂિઢ પ્રમુખ જે પર્વત, નદી કુંડ દ્રહ કંઠે તીહ સિખરિ પ્રાસાદ અ૭ઈ, જે બત્રીસસઈ ઓગણસડે, સહી એ નામે 3. ચકિ કુંડલિ નંદીસરિ, પુષ્કર પાઈ દીહ જંબૂક લાખ ત્રિવિણ સહમ એકાણું, ત્રિસિઈ વસાં બિંબ સહી એ નમો 4. બાર દેવલકિ નવ રૈવેયક, અનુત્તર પંચ વિમાણે લાખ ચઉદાસી સહસ સત્તાણું, ત્રેવીસ અધિકાં જાણું. સહી એ નમે. પ. (પ્રતિ પરિચય) આ " નવકારમંત્રપ્રબંધ'ની એક પાનાની પ્રતિ પટણ, શ્રીહેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના હસ્તલિખિત ભંડારમાં “નમસ્કારફલભાસ આદિ' શીર્ષક પ્રતિ ડો. નં. 114, પ્રતિ નં. 3121 ના 3-4 પત્રમાંથી મળી આવી છે; તેને સંપાદિત કરી અહીં પ્રગટ કરવામાં આવી છે. આ પ્રબંધના કત કવિ દેપાલ હોવાનું તેની 11 મી કડી ઉપરથી જણાય છે. કવિ દેપાલ એમના સમયમાં (સં. 1500 થી 1522 વિદ્યમાન) નામાંક્તિ કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ કવિએ ગુજરાતી ભાષામાં અનેક કતિઓ રચેલી મળી આવે છે, તેમાં જાવડ-ભાવડ રાસ, રોહિણિયા ચોરનો રાસ, આદ્રકુમારનું સડ, વજસ્વામી–પાઈ વગેરે (જુઓ જૈન ગૂર્જર કવિઓ ભા. 1, પૃ. 37 થી 41) જાણવામાં આવી છે. કવિ શ્રી ઋષભદાસે સં. 1670 માં “કુમારપાલ રાસ'માં દેપાલ કવિને માનભેર ઉલ્લેખ કર્યો છે. વળી, દિલ્હીમાં ખ્યાતિ પામેલા તેમજ રાજદરબારમાં માનવંત દેસલહરા સમરા શાહ અને સારંગ શાહના દેપાલ કવિ આશ્રિત હતા. (જૂઓ, અતિહાસિક રાસ સંગ્રહ ભા. 1, સંક્ષિપ્તસાર, પૃ૦ 7)