________________ [ 104-22 ] ઉપા. શ્રી યશોવિજ્યજી વિરચિત શ્રી પંચપરમેષ્ઠિગીતા ( ચાલિ ) પ્રણમીએ પ્રેમપ્યું વિશ્વત્રતા, સમરીએ સારદા સુકવિ માતા; પંચપરમેષ્ઠિ ગુણથુ9ણ કીજે, પુણ્યભંડાર સુપરિ ભરીજે. 1 (1) અરિહંતપદવર્ણન ( દુહા ) અરિહંત પુણ્યના આગર, ગુણસાગર વિખ્યાત; સુરઘરથી ચવી ઊપજે, ચઉદ સુપન લહે માત; જ્ઞાન ત્રણે જૂ અલંકરિયા, સૂર્યકિરણે જેમ; જનમે તવ જનપદ હુએ, સકલ સુભિખ બહુ પ્રેમ. | (ચાલિ) દશ દિશા તવ એ પ્રગટ તિ, નરકમાં પણિ એ ખિણ ઉદ્યોતિ; વાય વાએ સુરભિ શીત મંદ, ભૂમિ પણિ માનુ પામે આનંદ. દિશિ-કુમરી કરે એછવ, આસન કંપે ઈંદ, રણકઈ રે ઘંટ વિમાનની, આ મિલી સુરવૃંદ; પંચરૂપ કરી હરિ સુરગિરિશિખરે લેઈ જાઇ, હવવે પ્રભુ ભગતિ, ક્ષીરસમુદ્રજલ લાઈ. 1. ખાણ. 2. અલંકારાચંક અવ્યય, અથવા જે. 3. રણકાર કરે. 4. મેરુશિખર ઉપર. " પ્રતિ-પરિચય) આ પંચપરમેષ્ટિગીતા', 'ગૂર્જર સાહિત્ય સંગ્રહ' ભા.૧ માં છપાયેલી છે. તેનું સંશોધન કરી, કઠિન શબ્દોના અર્થ આપવાપૂર્વક અહીં પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ કતિના રચયિતા સુપ્રસિદ્ધ તાર્કિક ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ છે. તેમના જીવનચરિત અને રચનાઓ સંબંધે “શ્રીયશોવિજયસ્મૃતિગ્રંથ” જે થોડા સમય અગાઉ પ્રગટ થયો છે તેમાં પુષ્કળ સામગ્રી એકત્રિત કરેલી છે તેથી એ વિશે અહીં જણાવતા નથી. તેમનો જન્મ સં. 1688 માં અને સ્વર્ગવાસ સં. 1743 માં થયે. એ સમય દરમિયાન તેમણે અનેક ગ્રંથ-પ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી અને રાજસ્થાની ભાષામાં લખ્યા છે. આ કૃતિ પંચમેષ્ઠીઓના સ્વરૂપ ઉપર વિસ્તારથી પ્રકાશ પાડે છે.