________________ સુખની ચાવી : નવકાર સૌ કોઈને દુઃખ જોઈતું નથી અને સુખ જોઈએ છે. દુખ પાપમાંથી ઉત્પન્ન થાય છે અને સુખ પરમ મંગલમાંથી. દુઃખ ન જોઈતું હોય તે સર્વ પાપને પ્રણાશ (સંપૂર્ણ નાશ) કર જોઈએ અને સુખ જોઈતું હોય તે આત્માએ પરમ મંગલમય થવું જોઈએ. પાપને નાશ પાપ-રહિતને નમસ્કાર કરવાથી થાય છે અને આત્મા પરમંગલમય ત્યારે જ થાય છે કે જ્યારે તે ૫રમમંગલને નમસ્કાર કરે છે. સર્વથા પાપ રહિત અને સંપૂર્ણ પરમમંગલમય આત્માની અવસ્થાઓ આ વિશ્વમાં ફક્ત પાંચ જ છે–તે છે : અરિહંતે, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુ ભગવંતે. તેઓને અનુક્રમે કરાયેલ પંચ-નમસ્કાર સર્વ પાપોને સંપૂર્ણ નાશ કરે છે અને બધા મંગલેમાં પહેલું મંગલ થઈને આપણું આત્માને પરમ મંગલમય બનાવે છે. પાપ રહિત અને પરમમંગલમય સ્થિતિ પ્રાપ્ત થતાં જ આત્માને પરમસુખની પ્રાપ્તિ થાય છે, તેથી નવકાર સુખની પરમ ચાવી ( Master key) છે. પૂ. મુનિરાજ શ્રી તત્ત્વાનંદવિજયજી |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||