Book Title: Namaskar Swadhyay Part 03
Author(s): Tattvanandvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 370
________________ પ્રિય વાંચક ! તમને કુતુહલ જાગ્યું અને અત્યારે આ પુસ્તક હાથમાં લઇને તમે જોઇ રહ્યા છે, તે માટે થોડી પળાના તમારા સમાગમની અમને આ તક આપવા માટે, અમે તમારો આભાર માનીએ છીએ. સંગ કરવાથી સને. અનુભવ થાય તે સત્સંગ કહેવાય. તમારો સહુકાર મળે છે. ત્યારે તે હેતુથી નવકારમંત્રના જાપની ઘણી સરળ વિધિ, અમે અહીં ટુંકમાં જણાવીએ છીએ. સાકરની મીઠાશને તો સ્વાદ લેવાનું હોય, તેમ આ વિધિ, આ પુસ્તકે, આ ગ્રંથશ્રય સ્વાધ્યાય સ્વાનુભવ લેવા માટે તમને કહેશે, તો અમે સત્સંગ થયા છે તેમ માનીશું. અમારે શ્રમ સફળ થયા છે, તેવો સંતોષ અનુભવી શકીશું. પ્રથમ નવકારને શુદ્ધ પાઠ શ્રી સદ્ગુરુ ભગવંત પાસેથી ગ્રહણ કર.. ઉપગ પરોવતા રહેવાની ટેવ પાડવી. સમયની અનુકુળતા મુજબ નવકારનો ઉપયોગપૂર્વક શુદ્ધ પાઠ પ્રારંભ૧૨ ની સંખ્યામાં રાજ નિયમિત શરૂ કરવેર. ઉપગપૂર્વક જપાએલ એ બારની સંખ્યાને અનુકુળતા મુજબ 108 સુધી લઈ જવી. એ પછી અનુકુળતા મુજબ એ સંખ્યાને 3 બાંધી માળા (324) સુધી લઈ જવી. આ બંધેજ જપ આંગળીના વેઢા પર જ કરો. જ૫ વ\તે સીધા ટટાર બેસવું. આંખ બંધ રાખવી, મનમાં પરમેષ્ટિઓની આકૃતિ કે નવકારના અક્ષરો વગેરે જોવાની કેઈ આવશ્યકતા પ્રારંભમાં નથી. પ્રારંભમાં તો એટલુંજ કરવાનું કે નવકારના અક્ષરોનો જે વાચિક કે માનસિક ઉચ્ચાર, જે આપણે પોતે કરીએ છીએ, તેમાં જ આપણું ચિત્ત વધુ ને વધુ પરોવાતું જાય, આ રીતે છ મહીના સુધી અખંડ રીતે 324 સંખ્યા કરનારના જીવનનું સૌથી મહત્ત્વનું કાય ફક્ત છ મહીનામાં સિદ્ધ થયાંના ઘણા દાખલાઓ છે. કાગળ ઉપર લખેલ કે છાપેલ નવકાર એ મત્ર નથી. આપણે નવકાર બેલી છીએ એ પણ તાત્વિક મંત્ર નથી પણ પોતાનાથી ઉચ્ચારાતા નવકારના અક્ષરોમાં પોતાના તીવ્ર ઉપયોગ રહે તે મંત્ર છે, એ ફળે જ છે. એમાં કેઈ સંદેહ નથી. –કલ્યાણમિત્ર

Loading...

Page Navigation
1 ... 368 369 370