________________ [ 22-] શ્રીકાનરચિત નવકાર–મહિમા પ્રભાતે ઉઠી લીજે નામ, જો મનવાંછિત સીધે કામ; મંત્રમાં છે આ મોટો મંત્ર, જેમ સુણતાં હેય કાન પવિત્ર. ચૌદ પૂરવ કેરે સાર, તે ઊઠી સમરી નવકાર; ઈ મંત્રે ન આવે આપદા, ઈમંત્રે દુઃખ ન આવે કદા. ભેજનેવેલા પેલે એ, દુરગતિ કરતાં રાખે છે, શ્રીઅરિહંત [સિદ્ધ] આચાર્ય વિઝાય, સર્વ સાધુજીને લાગું પાય. 3 જ્ઞાન દર્શન ચારિત્ર તપ સાર, ઈને નવપદ ઘો ભાવસાર. શ્રીપાલ મયણાં તણે અધિકાર, સુણજે શાસ્ત્ર તણે એ સાર વીશે જિનવરને નમું, ભવભવના હું પ્રાયશ્ચિત્ત કરું, શ્રી મહાવીર જિનશાસન લઈ ધર્મે ઉદ્યમ કરજો સહી. 5 ધમેં હવે ધન ભંડાર, ધમેં હવે મંગલ માલ; કાન કહે આ વચન રસાલ, સુણજે જીવદયા પ્રતિપાળ. 6 (પ્રતિ પરિચય) આ “નવકાર મહિમા " શેઠ ભાણજી ધરમશી શાપરિયાને તેમની છ વર્ષની ઉંમરે તેમના કાકાએ સંભળાવેલો તે કંઠસ્થ કરી રાખ્યો હતો અને સિદ્ધિગિરિમાં પોતાની 65. વર્ષની ઉંમરે આ લખાવ્યો હતો. આ ગીતના કર્તા તરીકે " કાન” કવિને ઉલેખ હેલી કડીમાં આવે છે, પણ તેમના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી. તેમની રચનાઓ પૈકી એક કુલવધી' (ફલેધિ) પાર્શ્વનાથનો છંદ' નામની કૃતિ મળી આવે છે; જેમાં તેઓ શ્વેતાંબર જૈન હોવાને નિર્દેશ કરે છે, આમાં “નવકારને મહિમા' સંક્ષેપમાં ગાયે છે.