________________ [ 06-24] ઉપાઠ માનવિયરચિત નમુક્કાર સજઝાયા 2 3 પ્રણમું શ્રીગૌતમ ગણધાર, કહું નવકારતણે સુવિચાર જસ મરણઈ લહીઈ ભવપાર, પંચપરમેષ્ઠિ સદા જ્યકાર, ધ્યાતા ચેય ધ્યાન વ્યવહારિ, પરમારથિ એક જ નિરધાર; ધ્યાતા ગા(જ્ઞા)તા સમકિતવંત, અરિહંતાદિક દયેય મહંત. મન-વચ-કાયતણી એકતા, સુદ્ધ ધ્યાન હુઈ એતાવતા આધિ-વ્યાધિ ઉપદ્રવ સવિ લઈ, એહથી મનવંછિત સુખ મલઈ ધ્યાતા યેયરૂપ જવ હોય, નિશ્ચય સુખ તવ પાવઈ સેય; યેયરૂપ વિશેષઈ સુણે, ઈક સે આઠ ગુણઈ જુત ગુણો તિહાં પ્રથમ અરિહંત ગુણ બાર, તરુ અશક જન વિસ્તાર સુરકૃત પુષ્પવૃષ્ટિ અવનિ દિવ્ય, ચામર સિંહાસન અતિભવ્ય. ભામંડલ દેવદુંદુભિ નાદ, છત્રયી દીઠઈ આહૂલાદ અષ્ટ મહાપ્રાતિહાર્ય એહ, સૂત્ર ઉવાઈ ઉર્વગઈ રેહ. 6 (પ્રતિ પરિચય) “નમુક્કાર સજઝાય”ની ચાર પત્રની એક માત્ર પ્રતિ અમદાવાદ, સંવેગીના ઉપાશ્રયના શ્રી જન જ્ઞાન ભંડારમાંથી પ્રતિ નં. ૧૭૪રની મળી, તે ઉપરથી સંપાદન કરીને આ કૃતિ અહીં રજૂ કરી છે. આ સજઝાય શ્રી શાંતિવિજય વિબુધના શિષ્ય શ્રી માનવિજયે રચી હોવાનો અંતિમ કડીમાંથી પરિચય મળે છે. કર્તાએ આવી નાનકડી કૃતિમાં 108 ગુણે, જ૫ના પ્રકાર અને નમસ્કાર-નિયુક્તિ અને કેટલેક વિષય-કડી નં. 39 થી 40, 45 થી 53 માં સંગ્રહ કર્યો છે તે તેમની સંગ્રાહક પ્રતિભાને પરિચય કરાવે છે; પણ તેમનું બહુશ્રુતત્વ તે તેમના ગ્રંથરાજ “ધર્મસંગ્રહ” ગ્રંથમાંથી જાણવા મળે છે, જે ગ્રંથનું સંશોધન ઉપાધ્યાય શ્રીયશવિજયજી મહારાજે કર્યું હતું. એ વિશેની હકીકત “ધમ સંગ્રહ”ની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે. તેઓ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના સમકાલીન હતા. વિ. સં. ૧૭૩૧માં તેમણે “ધમ સંગ્રહ” ગ્રંથ રચ્યો હતો. ખરેખર, આ નાની કતિ અર્થગંભીર છે, નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગમાંથી “નમસ્કાર - નિયક્તિ'નું વિવેચન વાંચ્યા પછી આ સજઝાયનો અર્થ સમજવો સરળ થઈ પડે એમ છે, 12 .