________________ 128 ] નમસ્કાર અર્થસંગતિ - (15) નવકારના એક અક્ષરથી સાત સાગરેપમ પ્રમાણે, એક પદથી પચાસ સાગરેપમ પ્રમાણ અને સંપૂર્ણ એક નવકારથી પાંચસે સાગરોપમ પ્રમાણ પાપો નાશ પામે છે. 4(16) વિધિપૂર્વક એક લાખ નવકાર ગણનાર નિયમા તીર્થંકર નામકર્મ બાંધે છે, એમાં કાંઈ સદેહ નથી - 4(17) આઠ કરેઠ, આઠ લાખ, આઠ હજાર, આઠ આઠ નવકાર ગણનાર ત્રીજે ભવે મોક્ષ પામે છે. (18) હે નવકાર! તું જ મારી માતા, પિતા, નેતા, બધુ, મિત્ર, ગુરુ, દેવ, પ્રાણ સ્વર્ગ, મોક્ષ વગેરે છે, તે નવકાર ! તું શાશ્વત મંગલ છે. ' (19) આ લેકની સર્વ ઈષ્ટ વસ્તુઓ, પરલોકની સર્વ ઈષ્ટ વસ્તુઓ અને મોક્ષ પણ લીલાથી આપનાર છે! નવકાર ! ફક્ત તું એક જ છે ! (20) મહાન પુકાનુબંધિ પુણ્યથી જે આ નવકાર પામ્ય, તેની નરક અને તિર્યંચ ગતિઓ અવશ્ય રોકાઈ ગઈ. (21) પંચનમસ્કારની સાથે જેના પ્રાણ જાય, તે જે મોક્ષ ન પામે તે અવશ્ય દેવપણું પામે. (22) આ નવકારના પ્રભાવથી આ સંસારમાં મનુષ્ય કદાપિ નોકર, ચાકર, દાસ, દુઃખી, નીચ-કુળવાળ કે અંગમાં ખેડખ પણવાળે થતો નથી. (23) હાથની આંગળીઓના 12 વેઢા ઉપર જે 9 વાર (12 49 = 108). નવકાર ગણે તેને ભૂત, પ્રેત વગેરે છળી શકતા નથી. (24) બધા મંત્રમાં નવકાર પરમ મંત્ર છે, બધા ધ્યેયમાં નવકાર પરમ દયેય $ છે, અને બધા ત માં નવકાર પરમ પવિત્ર તત્ત્વ છે. (25) આ સંસાર સમુદ્રમાં ડૂમતા છ માટે નવકાર જેવી કે સારી નૌકા નથી. (26) જ્યાં સુધી જીવ નવકાર ન પામે, ત્યાં સુધી એનાં શારિરીક કે માનસિક દુખોને નાશ કે રીતે થાય? (27) નવકાર દુઃખ હરે છે, સુખ કરે છે, ભવસમુદ્રનું શોષણ કરે છે અને આ લેક અને પરલોકના બધા જ સુખનું મૂળ નવકાર છે. (28) ખાતાં, પીતાં, સૂતાં, જાગતાં, નગરપ્રવેશ વગેરેમાં ભય હોય ત્યારે, આપત્તિમ તાત્પર્ય કે સર્વે કાર્યોમાં નવકારનું સ્મરણ કરવું જોઈએ. (29) બીજા બધા મંત્રે અશાશ્વત છે જ્યારે કેવળ એક નવકાર જ શાશ્વત છે. (30) સાપ ડેસે ત્યારે તેનું ઝેર જેમ ગારુડમંત્ર તત્કાળ ઉતારે છે, તેમ પાપવિષને નવકાર મંત્ર તત્કાળ દૂર કરે છે. (31) શું આ નવકાર કામકુંભ છે, ચિંતામણી રત્ન છે કે કલ્પવૃક્ષ છે? નહીં, નહીં, એ બધા કરતાં અધિક છે, કારણ કે કામકુંભ વગેરે તે એક ભવમાં જ સુખ આપે છે જ્યારે નવકાર તે સ્વર્ગ અપવર્ગ (મોક્ષ) પણ આપે છે - 4 જુએ શ્રાદ્ધવિધિ, ન. સ્વા. સં. વિ. પૂ૩૨૯