________________ પ્રકરણ દશમું [ 121 () ઈંદ્ર, ચક્રવર્તી, વાસુદેવ વગેરેની સમૃદ્ધિએ તે નવકારના મહાન પ્રભાવથી સરળતાથી મળે છે. જેના પ્રભાવથી તીર્થકરની સમૃદ્ધિ મળે તેના પ્રભાવ આગળ તે ઇંદ્ર આદિની સમૃદ્ધિને કઈ હિસાબ જ નથી. (5) ત્રણે ભુવનમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની દષ્ટિએ જે કાંઈ સારી વસ્તુ કોઈને પણ મળેલી દેખાય છે, તે બધે નવકારને જ પ્રભાવ છે. (6) સર્વ આપત્તિઓથી રહિત નવકારરૂપ મહાન વાહનમાં જેઓ બેઠેલા છે તેઓ લીલાથી મોક્ષને પામે છે. (7) જેવી રીતે નક્ષત્રમાળામાં ચંદ્રમા શ્રેષ્ઠ છે તેવી રીતે સર્વ પુષ્ય સમુદાયમાં (પુણ્યસમુદાયની પ્રાપ્તિમાં) નવકાર શ્રેષ્ઠ છે. (8) સૂત્રોમાં પણ પુણ્યના નવ કારણોમાં નવકાર જ શ્રેષ્ઠ કારણ દર્શાવવામાં આવ્યું છે. (9) જેવી રીતે મકાનને આગ લાગતાં માણસ મહામૂલવવાન ઝવેરાત લઈને તરત નીકળી જાય છે એવી રીતે મરણ સમયે ચૌદ પૂર્વધરે પણ નવકાર રત્નને ચિત્તમાં રાખી પરલોકમાં ચાલ્યા જાય છે. (10) જેવી રીતે તલને સાર તેલ છે, પુષ્પને સ 2 સુગંધ છે અને દહીંને માખણ છે એવી રીતે સર્વ આગમે ને સ૨ નવકાર છે. કોઈક જ ધન્ય જીવ તેની ઉપાસના કરે છે. (11) મરણ સમયે કેઈ તિર્યંચ પણ નવકાર સાંભળે તે તેની અવશ્ય સદ્ગતિ થાય છે, તે પછી મનુષ્યની સદ્ગતિ થાય, એમાં આશ્ચર્ય જ શું છે? (12) જે વખતે આપણે નવકારનું સ્થાન, મરણ વગેરે કરતા હોઈએ અથવા નવકાર સાંભળતા હોઈએ તે વખતે આ ભાવના કરવી : (અ) ખરેખર ! મારાં સર્વ અંગે અમૃતથી સિંચાઈ ગયાં. (બ) ખરેખર ! કઈ મહાન પુણ્યાત્માએ નિષ્કારણ બંધુ થઈને મને નવકાર આપે કે નવકાર સંભળાવ્યે. (કઆ નવકારનું મરણ, શ્રવણ વગેરે ખરેખર જ મહાન પુણ્ય છે, મહાન શ્રેય છે અને મહાન મંગલ છે. () ખરેખર મને દુર્લભ વસ્તુને લાભ થયે, બધાં પ્રિયજને મને મળ્યાં, મારા આત્મામાં તત્ત્વને પ્રકાશ થયે, મને સારભૂત વરતુ મળી, માં બધાં દુઃખે ટળી ગયાં, પાપો તે દૂર જ ભાગી ગયાં, હું સંસારના પારને પામ્યા. (ઈ) મેં પૂર્વે જે કાંઈ પ્રશમ વગેરે ગુણેનું સેવન કર્યું, દેવ-ગુરુની આજ્ઞા પાળી, નિયમ કર્યા, તપ તપ્યાં તે બધાં આજે સફળ થયાં, મારો જન્મ આજે સફળ થયે. (13) માતાના ઉદરમાં હોય ત્યારે અને જન્મ વખતે જે માતા મનમાં નવકાર ગણતી હોય તે તે બાળક ભવિષ્યમાં મહાન પુણ્યશાળી થાય છે. (14) આપત્તિમાં નવકારનું સમરણ કરે તે આપત્તિ સંપત્તિરૂપ થાય અને સંપત્તિમાં નવકારનું સ્મરણ કરે તે સંપત્તિઓ વધે,