________________ [ 25 પ્રકરણ નવમું શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે મૃતરૂપી પર્વત ઉપર શિખરની જેમ શેભે તે ચૂલા. (જુઓ ન. વા. પ્રા. વિ. પૃ. 61) નવકારનું કમલબંધ થાન જ્યારે કરવાનું હોય છે, ત્યારે અષ્ટદલકમળમાં વચ્ચે નમે અરિહંતાણું” પછી પૂર્વાદિ ચાર દિશાઓમાં અનુક્રમે ચાર પદો “નમે સિદ્ધાણં' વગેરે. તે પછી આગ્નેયાદિ ચાર વિદિશાઓમાં ચૂલિકાના. ચાર પદેનું ધ્યાન કરવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં કોઈક વિશેષ પ્રયજન માટે ચૂલિકાના 33 અક્ષરનું 32 પાંખડીવાળા કમળમાં એક એક પાંખડીમાં એક એક અક્ષરનું અનુક્રમે ધ્યાન કરવામાં આવે છે અને એક અક્ષર વચ્ચે કણિકામાં મૂકવામાં આવે છે. (જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૃ. 451) ચૂલિકાનું સ્મરણ કરતી વખતે જે ભાવના કરવાની હોય છે, તેનું સુંદર વર્ણન શ્રી મહાનિશીથસૂત્રમાં છે, ત્યાં કહ્યું છે કે આ પંચનમસ્કાર સર્વ પાપને પ્રકર્ષથી નાશ કરે છે અને બધા મંગલેમાં પહેલું મંગલ છે. સારાંશ કે નવકાર ગણતી વખતે ગણવાનું પ્રયોજન (ઉદેશ) એ રાખવું જોઈએ કે મારા કર્મને ક્ષય થાઓ અને મને મંગલની પ્રાપ્તિ થાઓ.* આ રીતે કર્મક્ષય અને મંગલનું આગમન એ બે આશયથી નવકાર ગણુ શ્રેષ્ઠ છે, એમ ચૂલિકા પોતે જ કહી આપે છે. નવકારના દષ્ટાંતે આ પ્રકરણમાં ગ્રંથનું કદ વધી જવાની ચિંતાથી આપેલાં નથી. વિશેષાથીઓએ તે નમસ્કાર નિર્યુક્તિ સંદર્ભમાં નમરકાર સ્વાધ્યાય પ્રાકૃત વિભાગમાં જોઈ લેવા. * આ ગ્રંથમાં પણ અનેક સંદર્ભોમાં દષ્ટાંત છે. + આ વિષય નમસ્કાર નિયુકતમાં સુંદર રીતે સમજાવેલ છે. જુઓ ન. સ્વા. પ્રા. વિ. પૃ. 159. इत्थ य पओमण मण कम्मक्खओ मंगलागमो चेव / * નમસ્કાર સ્વાધ્યાય-અપભ્રંશ દિ દેશીભાષા વિભાગ. –શ્રી નમસ્કાર નિયુકિત,