________________ પ્રકરણ આઠમું ( t 123 તે બાલમુનિઓ ધન્ય છે કે જેઓએ વિવાહ જ ન કર્યા, કામરસથી અજ્ઞાત રહા, પ્રિયાના સુખને જોયું જ નહીં અને સીધેસીધા દીક્ષામાં લીન થઈ ગયા.' તે બાલમુનિઓ ધન્ય છે કે, જેઓએ વિષયસુખે જાણ્યા જ નહીં. તે બાલમુનિઓ ધન્ય છે કે જેઓ શીલમાં ઉદ્યમશીલ છે, ગૃહવાસનું સુખ જાણ્યું જ નથી, વિનય કરે છે અને જિનવચનના સ્વાધ્યાયમાં લીન છે. તે બાલમુનિઓ ધન્ય છે કે, જેમના શરીરમાં કામ નિવૃત્ત થઈ ગયું અને સ્વાધ્યાયમાં એટલા બધા મગ્ન રહ્યા કે પ્રેમરસ જાગ્યે જ નહીં. તે બાલમુનિઓ ધન્ય છે કે જેઓ જન્મતાં જ (દીક્ષા લેતાં જ) જિનેશ્વરમાં એવા સંલીન થઈ ગયા કે મોક્ષમાર્ગને નાશક કુમતિમાર્ગ જાણતા જ નથી. હવે તે સંસાર સુખમાં શરીરની બધી શક્તિઓ ક્ષીણ થઈ ગઈ, નાના હતા ત્યારે દીક્ષા લઈ લીધી હોત તો કેવું સારું થાત! કેવાં સરસ તપ, સંયમ, સ્વાધ્યાય વગેરે કરત! સાધુ-શરણું છેલ્લે સાધુ-શરણ-સમજાવીને આ પ્રકરણ પૂરું કરીએ છીએ, “ચઉસરણુપયના” (નમસ્કાર સ્વાધ્યાય પ્રા. વિ. પૂ. પ૦૯)માં આ રીતે કહ્યું છે : જીવલોકન બંધુ, કુતિ-મહાસમુદ્રના પારને પામેલા, મહાન ભાગ્યશાળી અને રત્નત્રયીથી મેક્ષસુખને સાધનારા સાધુ ભગવંતે મને શરણ હે. કેવલજ્ઞાની, પરાવધિજ્ઞાની, વિપુલમતિજ્ઞાની, શ્રતધર, એવા જે કોઈ આચાર્યો, ઉપાધ્યાયે કે સાધુઓ હોય તે સર્વ સાધુ છે, તેઓ મને શરણ દે. ચઉદપૂવ, દસપૂર્વી, નવપૂર્વી, બાર અંગના ધારક, અગિયાર અંગના ધારક, જિનકલ્પી વગેરે સર્વ સાધુ ભગવંતો મને શરણ દે. ક્ષીરાસવી વગેરે લબ્ધિધારી સાધુ ભગવંતે મને શરણ હે. વિવિધથી રહિત, ઈચ્છાથી રહિત, પ્રશાંતમુખશોભાવળા, ગુણેથી ભરેલા, મેહ રહિત ભવ્યજનેના મનને પ્રિય, આત્મામાં રમતા, વિષયકષાવથી રહિત, ઘર-બાર સ્ત્રી વગેરથી રહિત, હર્ષ-વિષાદ વિનાના હિંસા વગેરે દેથી વિમુક્ત કરણાવંત, મેક્ષમાગે આગળ વધતા, સુકૃત અને પુણ્યથી ભરેલા, કામ વિડંબણા વિનાના, કલેશ વગેરેથી રહિત અને સાધુપણામાં સુસ્થિર એવા સાધુ ભગવંતે મને શરણ હે. આ રીતે શરણની ભાવનાથી બધા જ માનસિક વગેરે કલેશે નાશ પામે છે. મહામહિમાવંત એવા સાધુપણાને વર્ણવવું અતિ દુષ્કર છે પણ અતિ સંક્ષેપથી કરેલું સાધુપદનું વર્ણન અહીં પૂરું થાય છે.