________________ પ્રકરણ આઠમું [ 121 પરિષહોની સેનાને જીતનારા, ઉપસર્ગો સહનારા, મોક્ષપથે આગળ વધતા અને બે પ્રમાદથી રહિત સર્વ સાધુ ભગવંતેને નમસ્કાર કરું છું. મરણ સમયે સાધુ નમસ્કાર મળી ગયા, તે ચિંતામણીરત્ન મળી ગયું. હવે કાચના કટકાની કેમ ઈચ્છા રાખે છે? સાધુ નમસ્કાર પાપને હરે છે, પુણ્ય વગરના આત્માઓના હૃદયમાં સાધુ નમસ્કાર કયાંથી આવે ? - સાધુ ભગવંતને વિશુદ્ધિ વડે કરાતે નમસ્કાર સર્વ સુખનું મૂળ છે. તથા મોક્ષનું કારણ છે. તેથી સર્વ આદર વડે હું ભગવંતને નમસ્કાર કરું છું કે જેથી ભવસમુદ્રને તરીને હું મેક્ષ પામું. કુવલયમાળા’માં એક રાજા પિતાના મંત્રી સાથે ઉદ્યાનમાં આવેલા છે. ત્યાં એક મહાન આચાર્યને વિશાળ સાધુ પરિવાર વિરાજમાન છે, રાજા તે બધાનાં દર્શન કરે છે. તે વખતે તેણે જે જોયું, તેનું સુંદર વર્ણન એ ગ્રંથમાં છે તે આ રીતે ? તે સાધુ ભગવંતે કલ્પવૃક્ષ કે ચિંતામણી રત્ન જેવા હતા. તેમાંના કેટલાક જીવ, અજવ વગેરેનું જેમાં વિધાન છે, જેમાં કાર્ય અને અકાર્યની તેના ફળ સાથે વિચારણું છે અને સાધુને સુંદર આચાર છે, એવા શ્રી આચારાંગ સૂત્રનું ધ્યાન કરતા હતા. ' કેટલાક જેમાં સ્વસમય અને પરસમય વગેરેની વિચારણું વગેરે છે એવા શ્રી સૂત્રકૃતાંગનો સ્વાધ્યાય કરતા હતા. કેટલાક સ્થાનાંગસૂત્ર સાંભળતા હતા; કેટલાક સમવાયાંગસૂત્ર ભણતા હતા, કેટલાક જાણે અમૃતરસથી મિશ્રિત હોય એવા શ્રી ભગવતીસૂત્રની ધારણ કરતા હતા; કેટલાક જ્ઞાતાધર્મકથાસૂવ કેટલાક અંતગડદસાસૂત્ર, કેટલાક અનુત્તરદશા સૂત્રને સ્વાધ્યાય કરતા હતા કેટલાક જેમાં ગણધર ભગવાન પ્રશ્ન પૂછે છે અને ત્રણ લોકના ગુરુ તીર્થંકર ભગવાને ઉત્તર આપે છે એવા શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્રને ભણતા હતા. કેટલાક દષ્ટિવાદને, કેટલાક પવણાસ્ત્રો , કેટલાક સૂર્ય પ્રજ્ઞપ્તિને, કેટલાક ચંદ્ર પ્રજ્ઞપ્તિને સ્વાધ્યાય કરતા હતા. કેટલાક ગણધરેએ રચેલાં શાસ્ત્રોને, કેટલાક સામાન્ય કેવલીઓએ કહેલાં શાને, કેટલાક પ્રત્યેકબુદ્ધોએ કે સ્વયં બુદ્ધોએ કહેલાં શાસ્ત્રોને સ્વાધ્યાય કરતા હતા, કેટલાક તર્કશાસ્ત્રને ભણતા હતા, કેટલાક ધર્મકથા સંભળાવતા હતા, કેટલાક વાદ વિવાદ (શાસ્ત્રાર્થ) કરતા હતા, કેટલાક જ્યોતિષ વગેરે શાસ્ત્રોનું અવગાહન કરતા હતા,