________________ પ્રકરણ આઠમું [ 119 છે અને જલ વગેરેથી વધે છે છતાં કાદવ અને જલથી નિલેપ રહે છે, તેમ સાધુ ભગવાનને જીવ સંસારમાં ઉત્પન્ન થયે હેય, સંસારમાંના સુખેથી વૃદ્ધિ પામેલ હોય છે છતાં એ બંનેથી સાધુ ભગવાન અલિપ્ત હોય છે. આવી રીતે સાધુભગવંતના ગુણોને ઉપમા આદિ દ્વારા શોમાં સમજાવ્યા છે. હવે શામાં આવતી સન્ન અને નાદુ શબ્દોની કેટલીક વ્યાખ્યાઓ વગેરે જોઈએ: શ્રી આવશ્યકસૂત્રની નિર્યુક્તિમાં ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજા કહે છે કેસાધુના ચાર પ્રકાર છે: નામ સાધુ, સ્થાપના સાધુ, દ્રવ્યસાધુ અને ભાવસાધુ. કે ગૃહસ્થ વગેરેનું-સાધુ એવું ફક્ત નામ જ હોય, તે તે નામસાધુ કહેવાય. સાધુનું ચિત્ર વગેરે તે સ્થાપના સાધુ કહેવાય. બાવાઓ વગેરે દ્રવ્યસાધુ કહેવાય. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞા મુજબ મોક્ષગની સાધના કરનારા અને સર્વ જીવો વિશે સમતાને સાધનારા મહાત્માઓને ભાવસાધુ કહેવામાં આવે છે. સાધુ ભગવંતે વિષયસુખેથી વિરક્ત, વિશુદ્ધ ચારિત્રના નિયમોથી સંયુક્ત, તપગુણના સાધક, આત્માને સંસારથી તારવારૂપ જે આત્મકૃત્ય તેના વિશે સદા ઉદ્યમશીલા અને મોક્ષમાર્ગમાં જેને જેને સહાયની જરૂર હોય તે સહાય કરનારા હેવાથી સૌ કોઈ માટે નમસ્કરણીયનમસ્કાર કરવા યોગ્ય છે. - સાધુ ભગવંતેને ભાવપૂર્વક નમસ્કાર કરવાથી જીવના હજારો ભવ (જન્મ-મરણ) ઓછા થાય છે (તેટલા ભવો સુધી ભમાડનારા કર્મો નમસ્કાર કરતાં જ ક્ષય પામે છે.) આ જન્મમાં અને ભવોભવ સુધી બોધિ સમક્તિને લાભ થાય છે. દુર્ગાનને નાશ થાય છે. સર્વ પાપોનો નાશ થાય છે. સાધુભગવંતે બધા મંગલેમાં પાંચમું (પ્રથમ ચાર અરિહંતાદિ હેવાથી) મંગલ છે. સાધુ-નમસ્કારને સૂત્રમાં મહાન ગૂઢ અર્થવાળો વર્ણવવામાં આવેલ છે. એ નમસ્કાર મરણ-નજીક આવે ત્યારે પ્રતિક્ષણ અનેક વખત મહાપુરુષ વડે કરાય છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે અત્યંત કષ્ટમય, ઉગ્ર ઉગ્રતર અને ઘોર તપનું આચરણ કરતા રહી, અનેક વ્રતે, નિયમ વગેરે સાધતા રહી અનેક અભિગ્રહને ધારણ કરતા રહીને વિશેષ પ્રકારના સંયમના વિશુદ્ધ પાલનની સાથે સાથે પરિષહ અને ઉપસર્ગો સમતાપૂર્વક સહતા રહીને સર્વ દુઃખોમાંથી વિમુક્તિરૂપ મેક્ષને જે સતત સાધતા હોય છે તે સાધુ ભગવંતે કહેવાય છે. ઉપાધ્યાય ભગવાન યશોવિજયજી મહારાજા ઉપર જણાવેલ મહાનિશીથ સૂત્રના અમને સમજાવતાં “બ્રાઝિંદુદ્રાવિંશિકા માં કહે છે કે “દીક્ષા કષ્ટ માટે છે.”