________________ 122 ] નમસ્કાર અર્થસંગતિ કેટલાક નિપ્રાભૃતશાસ્ત્રને સ્વાધ્યાય કરતા હતા અને કેટલાક સુંદર મધુર કા રચતા હતા. કેટલાક તપસ્વી હતા, કેટલાક મંત્ર-તંત્ર-વિદ્યાઓના જાણકાર હતા, કેટલાક - તિષમાં નિષ્ણાત હતા, કેટલાક સિદ્ધાંતના સારને વિચારતા હતા, કેટલાક ત્રણ ગુણિએ ગુમ હતા, કેટલાક મહાપ્રાણપ્લાનને સાધતા હતા, કેટલાક જિનવચનનું ધ્યાન કરતા હતા અને કેટલાક સાધુપ્રતિમાઓને આરાધતા હતા. કેટલાક કાયોત્સર્ગ મુદ્રામાં, કેટલાક અમુક વિશિષ્ટ નિયમમાં રહેલા, કેટલાક વિરાસનમાં, કેટલાક ઉત્કટાસનમાં, કેટલાક ગેહાસનમાં, કેટલાક પદ્માસનમાં હતા. કેટલાક ગુરુ ભગવંતની વૈયાવચ્ચ (સેવા) કરતા હતા. કેટલાક સાધુસમાસારી શીખતા હતા. કેટલાક શુકલધ્યાનમાં હતા, કેટલાક ધર્મધ્યાનમાં હતા, કેટલાક આત્માના અવગુણેની નિંદા કરતા હતા. આવી રીતે અનેક શુભક્રિયાઓમાં મગ્ન સાધુ ભગવંતને રાજાએ જોયા. સાધુ ધર્મપરિભાવના એ પછી કુવલયમાળા સંદર્ભમાં “સાધુધર્મ પરિભાવના " છે. (પૃ. 359) તે આ રીતે હું સર્વ સાધુ ભગવંતને નમસ્કાર કરું છું હું ક્યારે સાધુપણું પામીશ ! કયારે રાત્રીએ ધ્યાનમાં હોઈશ ! જ્યારે ચરણકરણનુયેગને સ્વાધ્યાય કરીશ! કયારે ઉપશાંત મનવાળ થઈને કર્મમહાપર્વત ભેદવા વાસમાન એવા પ્રતિક્રમણને કરીશ! કયારે હું સૂત્રપેરિસી અને અર્થપરિકી કરીશ ! કયારે હું મહાન વૈરાગ્યમાર્ગમાં રમતે હઈશ ! ક્યારે હું ધર્મ ધ્યાનમાં લાગી જઈશ! કયારે હું છઠ, અઠમ વગેરે મહાન તપશ્ચર્યા કરીશ! કયારે હું ઈસમિતિપૂર્વક ગોચરીએ નીકળીશ! કયારે હું સમચિત્તવાળો ગોચરીએ ફરીશ - ભલે પછી મૂઢ લેકે હસે કે નિંદા કરે-કયારે હું શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવવાળ થઈશ ! કયારે હું સુક્ત રીતે રાગદ્વેષ વગર ગેચરી કરીશ ! જ્યારે હું સૂત્રાર્થમાં નિષ્ણાત થઈશ ! ક્યારે હું સુંદર ભાવનાએમાં ચઢીશ! કયારે હું શૂન્યભૂમિ કે સ્મશાનભૂમિમાં ધર્મધ્યાનમાં રહીશ ! કયારે હું પર્વતની ગુફાઓમાં કે જંગલમાં નિર્દોષ ભૂમિમાં ચારે પ્રકારની અંતિમ આરાધના કરી શરીર છેડીશ! આ મારે જીવ સત્વરહિત છે, નિસાર છે, કેમકે એ ફક્ત મનોરથો જ ચિંતવ્યા કરે છે. કરતે કાંઈ નથી, એટલું જ નહીં, પણ આ જીવ મહાન પાપી છે કેમકે એ પાપકામાં જ ઉદ્યમશીલ છે. તે બાલમુનિઓ ધન્ય છે કે જેમણે નાની વયમાં દીક્ષા લીધી અને પ્રિયને વિગ વગેરે જે જ નથી.