________________ પ્રકરણ–દશમું નમસ્કાર-ભાવના નવકારની અર્થ સંગતિ વગેરેની દષ્ટિએ અરિહંતાદિ દરેક પરના વર્ણનની દૃષ્ટિએ અને ચૂલિકાની દષ્ટિએ અતિસંક્ષેપમાં પૂર્વનાં પ્રકરણોમાં વર્ણન કરેલ છે. નવકારનો વિસ્તાર સમગ્ર જિનવચન હવાથી ગમે તેટલે તેને વિસ્તાર ગ્રંથમાં કરતા રહીએ તે પણ પાર ન આવે. શાસ્ત્રોમાં સંભળાય છે કે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમકાલીન આચાર્ય શ્રી જયશેખરસૂરિ હતા. તેઓએ સતત તેર વરસ સુધી નવકાર ઉપર વિષયાંતર કર્યા વગર વ્યાખ્યાનો આપ્યાં હતાં. શામાં તો કહ્યું છે કે સર્વકાળના સર્વઅરિહંતો એક પછી એક અનુક્રમે વર્ણન કરવા લાગી જાય તે પણ નવકારના પ્રથમ પદે રહેલા અરિહંતના અનંતાગુણેમાંના એક ગુણનું પણ વર્ણન પૂરું થાય નહીં. તાત્પર્ય કે નમસ્કારને મહિમા સર્વ વાણીથી પણ પૂરે વર્ણવાય તેમ નથી. તે પણુ શામાં જે વિશેષ ગાથાઓ વડે નવકારને મહિમા ભાવના કરવા માટે વર્ણવ્યો છે તે અહીં સંક્ષેપમાં કહીશું. નમસ્કાર મંત્રને મહિમા >> મનમાં વિસ્તરે અને દઢ થાય એ માટે આ રીતે ભાવના કરવી : (1) આ પંચનમસ્કાર સર્વ પાપાને નાશ કરે છે અને બધા મંગલ માં પ્રથમ મંગલ છે. (2) નવકારથી શત્રુ નિત્ર થાય છે, ઝેર અમૃત થાય છે, જંગલમાં મંગલ થાય છે, ચાર ચેરી કરી શક્તા નથી, જોતિષની દષ્ટિએ ખરાબ ફળ આવતું હોય તો તે સારું થઇ જાય છે. પારકાના+ ખરાબ મંત્રની આપણું પર અસર થતી નથી, પિશાચ વગેરે ખરાબ કરવાને બદલે સહાય કરતા થઈ જાય છે, સર્પો, સિંહ, વાઘ વગેરે ઉપદ્રવ કરી શક્તા નથી, આપત્તિ સંપત્તિ માટે થાય છે, દુઃખ સુખ માટે થાય છે, કેદમાંથી મુક્તિ મળે છે વગેરે. સારાંશ કે નવકારથી જીવને સર્વત્ર લીલાલહેર થાય છે. (3) ગયા જન્મમાં પુણ્યાનુબંધિ પુણ્ય જેણે ઉપાર્જન કર્યું છે અને ભાવિ જન્મમાં જેનું મહાન પુણ્યાનુબંધિ પુણ્ય ઉદયમાં આવવાનું છે, એ આત્મા આ પંચ નમસ્કારનું રમરણ કરે છે. એ ભવિષ્યમાં કદી પણ નરક કે તિર્યંચગતિમાં જ નથી એટલું જ નહીં, પણ ઉત્તરોત્તર ચઢિયાતી સારી ગતિએ, સુખ વગેરે પામીને અંતે મોક્ષમાં થોડાક જ ભવમાં જાય છે. X મહિમાથી ચિત્તમાં રસ વધે છે, રસ વધવાથી ચિત્તમાં એકાગ્રતા આવે છે અને એકાગ્રતાથી નવકાર ફળે છે. + નમરકાર સ્વાધ્યાયના પ્રથમ બે ભાપમાંથી મહત્તાની ગાથાઓનો ભાવ માત્ર અહીં આપવામાં આવે છે.