________________ પ્રકરણ આઠમું iii આ રીતે પણ ગણના કરાય છે ? પાંચ મહાવ્રત રાત્રિભે જનવિરમણવ્રત છ જવનિકાયની રક્ષા પંચંદ્રિયસંયમ ત્રણગુપ્તિ લેભત્યાગ ક્ષમાં ચિત્તનિર્મલતા વસ્ત્રપ્રતિલેખનાશુદ્ધિ સંયમ પરિષહસહન ઉપસર્ગસહન 27 સંબધપ્રકરણ વગેરે અનેક ગ્રંથોમાં સાધુના 27 ગુણ 27. રીતે વર્ણવેલા છે. " ઉપર જે જણાવ્યું છે, તે તે માત્ર ગુણોની સંક્ષિપ્ત ગાના જ છે. વિશેષ વર્ણન આ રીતે જાણવું. સાધુ ભગવતે આવા હોય છે. પાંચમહાવ્રતનું સદા ઉપગપૂર્વક પાલન કરનારા, રાત્રિભોજનને સદા ત્યાગ કરનારા, પૃથ્વીકાય આદિ છએ પ્રકારના જમાના દરેક જીવને આત્મસમાન ગણ અત્યંત દયાપૂર્વક તેનું રક્ષણ કરનારા, આંખ આદિ પાંચે ઇંદ્રિયનું સંયમન કરનારા એટલે કે . રૂપ આદિ વિષયેને વિશે ચક્ષુ આદિ ઇદ્રિને આશિત ન કરનારા, મનવચન-કાયાની ગુપ્તિને ધારણ કરનારા, લેભના ત્યાગી, ચિત્તને સદા નિર્મલ રાખનારા, વસ્ત્ર પડિલેહણા વગેરે અત્યંત વિશુદ્ધ રીતે કરનારા, સત્તર પ્રકારના સંયમવાળા, પરિષહ અને ઉપસર્ગોને સદા સહન કરતા, લોકસંજ્ઞા ત્યાગ કરનારા એટલે કે કીતિ વગેરેની ઝંખના ન રાખનારે, ક્ષમા આદિ દશ પ્રકારના સ ધુધર્મમાં સદા ઉદ્યમશીલ, નિયાણું અને ખેદ બંનેને દૂર રાખી તપ તપનારા, પાંચ ચશ્રવના ત્યાગી, ત્રણ દંડના ત્યાગી, ચાર કષાયના ત્યાગી, ગુરુની અને શસ્ત્રની આજ્ઞા માથે ચઢાવનારા, પરિમિત અને હિતકર વચન-જરૂર પડે તે જ બોલનાર અન્યથા મૌનને ધારણ કરનારા, પાપનું નિયમિત પ્રાયશ્ચિત કરનારા કરીને પાપમેલને ચિત્તથી દૂર કરનારા, ધર્મનાં સાધને પર પણ મમતા