________________ નમસ્કાર અર્થસંગત આ રીતે સાધુ ભગવંતના 26 માં ગુણ વેદના-અધિસહનતામાં 22 પરીષદો સમતાથી સહેવાના હોય છે, વેદનાનું કષ્ટ સહન કરતાં કરતાં આત્મામાં સુંદર રીતે સમભાવને વિકાસ થાય છે અને અંતે સહજ ક્ષમા વગેરે ગુણોનું પ્રાકટય થાય છે. (27) મારણાંતિક અધિસહનતા મરણાંત કષ્ટ આવવા છતાં તેને સમભાવે સહન કરે. છે. આ રીતે શ્રી સમવાયાંગ સૂત્રમાં વર્ણવેલા સાધુ ભગવંતના 27 ગુણ સક્ષેપમાં કહ્યા છે. આગમાં બહુ જ વિસ્તારથી ચરણકરણાનુગ કહ્યો છે. તેમાં અનેક રીતે સાધુધર્મ વર્ણવવામાં આવેલ છે. આ 27 ગુણે પણ અનેક રીતે વર્ણવવામાં આવ્યા છે. પ્રકરણ ગ્રંથમાં આ રીતે વર્ણન મળે છે ? ..... छन्वय छक्कायरक्खा, पंचिंदियलोहनिग्गहो खंती / भावविसोही पडिलेहणा य, करणे विमुद्धी य // , સંગમનાથનુત્તી, કમળવાથit - જે વારૂણરસ, મર વસાસ 2 . છ વ્રત (પાંચ વ્રત મહાવત અને છઠું રાત્રિભજનવિસ્મણ વ્રત), છ કાયની રક્ષા, પાંચ ઇન્દ્રિયને તથા લેભનો નિગ્રહ, ક્ષમા, ભાવવિશુદ્ધિ, પ્રતિલેખનાદિ ક્રિયામાં શુદ્ધિ, સંયમયેગમાં યુક્તતા, અમુસલમનવચન કાયાનો ધ શીતાદિ (22 પરીષદ) સહન અને મારણાંતિક ઉપસર્ગ સહન-ગણન આ રીતે છે : (1-6) પાંચ મહાવ્રત તથા રાત્રિભેજનાવિરસ્મણવ્રત. (7-12) પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છકાયના જીવોની રક્ષા. (13-17) પાંચ ઈદ્રિયને નિગ્રહ (18) લેભનો નિગ્રહ (19) ક્ષમા (20) ભાવશુદ્ધિ (21) પ્રતિલેખનાદિક્રિયામાં શુદ્ધિ. (22) સંયમ ગેમાં યુક્તતા. (23) અકુશલ મનપ્રવૃત્તિને રોકે. - (24) અકુશલ વચનપ્રવૃત્તિને રેકે. - (25) અકુશલ કાયપ્રવૃત્તિને રોકે. . (26) શીતાદિ પીડા (22 પરીષદ) સહન કરે. (27) મારણાંતિક ઉપસર્ગો સહન કરે.