________________ પ્રકરણ આઠમું (ઈ ચર્થી પરિષહ : વિહાર વગેરે કરવાથી જે કષ્ટ પડે તેને સહન કરે. (10) નેધિકી પરિષહઃ શૂન્યઘર, સમશાન, સર્પબિલ, સિંહગુફા, વગેરે સ્થાનમાં રહીને ધર્મધ્યાન ધરતાં જે ઉપસર્ગો થાય તેની વેદનાને સહન કરે. (11) શસ્ય પરિષહઃ ઊંચી નીચી વગેરે ભૂમિ પર શય્યા કરવાથી જે વેદના થાય તે સહન કરે. (12) આક્રોશ પરિષહ : કઈ કડવાં વચન સંભળાવે કે આક્ષેપો કરે તેની વેદનાને સહન કરે. (13) વધુ પરિષડ: કોઈ મારે કે વધ કરે છે, “આત્માને નાશ થતું નથી વગેરે વિચારી સઘળી વેદના સમતાથી સહન કરે. (14) યાચન પરિષહ કેઈથી આગળ વસ, પાત્ર, આહાર, વગેરેની યાચના કરતાં જે વેદના થાય તે સહન કરે. (15) અલાભ પરિષહ ઘેર ઘેર ગોચરીએ ફરવા છતાં આહારની પ્રાપ્તિ ન થાય તે, “અંતરાય કર્મને ઉદય છે અથવા સહેજે તપવૃદ્ધિ થાય છે” એમ સમજી બધી વેદનાને સહન કરે. (16) રેગ પરિષહ રોગની વેદના સહન કરે. (17) તૃણુ પરષિહઃ વિહાર કરતાં અથવા સંથારામાં દાભડાની અણી વગેરેને જે સ્પર્શ થાય છે તે સહન કરે. (પૂર્વના કાળમાં મુનિએ તૃણના સંથારામાં શયન કરતા હતા.). (18) મલપરિષહ : આજીવન સ્નાનને અભાવ હોવાથી મલ તથા સ્વેદને લીધે જે વેદના થાય તે સહન કરે. (19) સત્કાર પરિષહ : પિતાનું ઘણું માન-સન્માન થતું દેખી મનમાં જે હર્ષની લાગણી થાય તેને સહન કરે અથવા પિતાને સત્કાર ન થાય તો તેથી જે ઉદ્વેગની લાગણી થાય તેની પણ વેદનાને સહન કરે. (2) પ્રજ્ઞા પરિષહઃ અધિક બુદ્ધિને લીધે વિદ્યાનો જે મદ ઉત્પન્ન થાય તેને સહન કરે. તાત્પર્ય કે “અનંત જ્ઞાનીની તુલનામાં પિતે કાંઈ જ નથી, એવું વિચારી મદને શાંત કરે. (21) અજ્ઞાન પરિષહ ઘણા પરિશ્રમ કસ્વા છતાં જ્ઞાનની વૃદ્ધિ નહીં થવાથી અથવા અમુક વિષયમાં પિતાની જાણકારી ન હોવાથી જે વેદના ઉત્પન્ન થાય તે સહન કરે. (રર) સમ્યફ પરિષહ H અનેક કષ્ટો અને ઉપસર્ગો પ્રાપ થવા છતાં સમ્યક્ત્વથી ચલિત ન થાય.