________________ [ 113 પ્રકરણ આઠમું મિષ્ટાન, વિવિધ પ્રકારના પીણાં, માંસ, ભાત આદિ મધુર રસના વિષયમાં વૃદ્ધ થયેલ જીવ ગલયંત્ર-લેહકંટકમય યંત્રમાં જકડાયેલ માછલાની પેઠે વિનાશ પામે છે. (10) સ્પશે નેન્દ્રિયનિગ્રહ : સ્પર્શનેંદ્રિયને વિષય શીત, ઉષ્ણ, સિનગ્ધ, રુક્ષ, લઘુ, ગુરુ, મૃદુ અને કર્કશ એમ આઠ પ્રકારને સ્પર્શ છે. તેમાં ઈષ્ટ સ્પર્શમાં રાગ કે અનિષ્ટ સ્પર્શમાં ઠેષ ન થાય, તે સ્પર્શનેંદ્રિયનિગ્રહ કહેવાય છે. પ્રશમરતિપ્રકરણ” માં કહ્યું છે કે शयनासनसंगधन सुरतम्नानानुलेपनासक्ताः / स्पर्शव्याकुलितमतिः गजेन्द्र इक बध्यते मूढः // 45 // શયન, આસન, અંગમર્દન, રતિક્રીડા, નાન અને અનુલેપનમાં આસક્ત થયેલ મૂઢામાં સ્પર્શેન્દ્રિયના વિષયમાં મુંઝાઈને ગજેંદ્રની પેઠે બંધનને પામે છે. (11) ક્રોધ વિવેક : Bધને ત્યાગ કરે. (12) માનવિવેક : આઠ પ્રકારના મદને ત્યાગ કરે. (13) માયાવિવેક કે કપટને ત્યાગ કરે. (14) લોભવિવેક : લેભને ત્યાગ કરે. (15) ભાવસત્ય : અંતરાત્માને શુદ્ધ રાખે તે ભાવસત્ય કહેવાય. ઉત્તરાધ્યયન સૂત્રનાં પાંચમા અધ્યયનમાં કહ્યું છે કે चीराजिणं नगिणिणं जडिसंघाडिमुंडिणं / एयांई पि न तायंति, दुस्सोलं परियागतं // લાંબા વખતનાં ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાડિ (બૌદ્ધ સંન્યાસીનું ઉત્તરીય વસ્ત્ર) કે મુંડન, આ બધાં ચિન્હ, દુધચારીને તારી શક્તાં નથી. તાત્પર્ય કે જેને અંતરાત્મા શુદ્ધ હોય તે જ કરે છે. (16) કરણસત્ય ? કરણ શબ્દના અનેક અર્થો છે, પણ અહીં “પ્રતિલેખનાદિ કિયા” એ અર્થ લેવાને છે. સાધુ પ્રતિલેખનાદિ ક્રિયા શુદ્ધ કરે, તે કરણ સત્ય ગુણ કહેવાય. (17) ગસત્ય : મન, વચન અને કાયાના યોગોને પવિત્ર રાખે. (18) ક્ષમા : ક્રોધ ઉત્પન્ન થવાનું નિમિત્ત મળવા છતાં પિતાના સ્વરૂપમાં સ્થિર રહેવું, તે ક્ષમા કહેવાય છે. 15.