________________ નમસ્કાર અસંગતિ वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिबाञ्छितम् / न त्वेवाविषयो मोक्षः कदाचिदपि गोतमः // ' હે ગૌતમ ! યમુના નદીના તટ પર આવેલા રમણીય વૃંદાવનમાં શિયાળનો જન્મ લે તે તે ઈચ્છવા એગ્ય છે (કારણકે ત્યાં સુંદર રૂપવાળી યુવાન ગોવાલણના મુખ-કમળ જોવા મળે અને તેમના હાસ્ય, વિનેદ તથા ગીત સાંભળવા મળે) પરંતુ જ્યાં કોઈપણ જાતના વિષયો નથી તેવા મેક્ષમાં જવું કદી પણ ઈચ્છવા યોગ્ય નથી.” આહાર, ભય, મિથુન અને પરિગ્રહ સંજ્ઞામાં રાચી રહેલા આત્માને શાસકારોએ ભવાભિનંદી કહ્યા છે, તેમની વિચારધારાનાં દર્શન નિમ્નફ્લેકમાં થાય છે? 'असारोऽप्येष संसारः, सारवानिव लक्ष्यते / दधिदुग्धाम्बु-ताम्बुल-पुष्पपण्याङ्गनादिभिः // ' અનેક દુઃખથી વ્યાપ્ત હોવાના કારણે આ સંસાર જે કે અસાર છે, તે પણ તે દહીં, દૂધ, જળ, તાંબુલ, પુષ્પ અને વારાંગનાઓને લીધે સારવાળો જણાય છે.” આવાં વચને સામે લાલબત્તી ધરતાં શ્રીહરિભદ્રસૂરિજીએ ગબિંદુમાં જણાવ્યું છે કે - श्रूयन्ते चैवदालापा, लोके तावदशोभनाः / शास्त्रेष्वपि हि मूढानामश्रोतव्याः सदा सताम् // આવાં જે વાકયે લેકસમૂહમાં અને લૌકિક શાસ્ત્રોમાં સંભળાય છે, તે મૂઢ મનુથોનાં હેઈને પુરુષોએ સર્વ સમય માટે સાંભળવા ગ્ય નથી. તાત્પર્ય કે મુમુક્ષુઓએ તે કેવળ હિતબુદ્ધિથી કહેવાયેલાં જ્ઞાનીનાં વચને જ સાંભળવાં જોઈએ અને તે પ્રમાણે વર્તન કરીને પિતાના જીવનને સફળ બનાવવું જોઈએ.’ પરમ પવિત્ર પરોપકારી જૈન-મહિષઓએ કહ્યું છે કે- આત્મા જ્યાં સુધી વેદનીય કર્મથી યુક્ત હોય છે, ત્યાં સુધી તે શાતા કે અશાતાને અનુભવ કરે છે, પણ વેદનીય મને આત્યંતિક નાશ થાય ત્યારે તે સહજ સ્વભાવમાંથી પ્રકટતા સુખને પૂર્ણ લેતા બને છે. આ સુખની વિશેષતા એ છે કે તે પૌગલિક સુખની જેમ પુનઃવ્યાબાધા (પીડા)વાળું બનતું નથી કે ઉત્પન્ન થયા પછી કદી પણ ચાલ્યું જતું નથી. અર્થાત્ તે અવ્યાબાધ અને અનંત હોય છે. આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે 'वित्थिन्नसव्वदुक्खा, जाइजरामरणबंधणविमुक्का / अव्वाबाई सुक्खं अणुहवं ते सासयं सिद्धा // 988 // " * અહીં ગૌતમ એટલે ગૌતમ ગણધર સમજવાના નથી પણ ગૌતમ એ ગાલવ ઋષિ (સંન્યાસી)ના શિષ્યનું નામ છે.