________________ [ 87 પ્રકરણ પાંચમું (4) લેભ (15) અનંતાનુબંધી લેજ અપ્રત્યાખ્યાની લેભ (16) પ્રત્યાખ્યાની લેજ (16) સંજવલન લેભ. આ સેળ કષાયની તીવ્રતા જેમ જેમ ઓછી થતી જાય છે. તેમ તેમ આત્માને ચારિત્ર ગુણ ખીલે છે અને જ્યારે સર્વ કષા દૂર થઈ જાય છે, ત્યારે આત્મા રાગ અને ષના બંધનમાંથી સર્વથા મુક્ત થઈ વીતરાગ અવસ્થાને પામે છે. આ નેકષાયરૂપ ભાવે “હાસ્ય ષક” અને “વેદત્રિક” બે પ્રકારમાં વહેંચાય છે, તે આ પ્રમાણે હાસ્ય ષટ્ટ (1) હાસ્ય–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું આવે છે. (2) રતિ–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના હર્ષ થાય છે. (3) અરતિ–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના ખેદ થાય છે. () ભય–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના બીક લાગે છે. મનના પરિણામો ચંચળ બને છે. (5) શેક–જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના પરિતાપ ઉપજે છે. (6) જુગુપ્સા--જેના વડે નિમિત્તથી કે નિમિત્ત વિના ધૃણા ઉપજે છે. વેદત્રિક (7) પુરુષવેદ––સ્ત્રીને ભેગવવસની ઈચ્છા. (8) સ્ત્રીવેદ-પુરુષને ભેગવવાની ઈચ્છા. (9) નપુંસકવેદ-સ્ત્રી-પુરુષ બંનેને ભોગવવાની ઈરછા. કષાયનો નાશ થતાં પહેલાં આ નોકષાયોને નાશ થઈ જાય છે, એટલે તેની અહીં અવતંત્ર વિવેક્ષા નથી. સિદ્ધ ભગવંતે અનંત ચારિત્રવાળા છે, એમ કહેવાને સ્પષ્ટ અર્થ એ છે કે તેઓ પિતાના સ્વભાવમાં મગ્ન છે અને તેવી સ્થિતિ અનંતકાળ સુધી ચાલવાની છે.* (5) અક્ષય સ્થિતિ આયુષ્ય કર્મને લીધે આત્માને એક દેહમાં અમુક સમય પૂરો કરવો પડે છે. આ કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે, પરંતુ સિદ્ધ ભગવંતેએ આયુષ્યકર્મને સંપૂર્ણ ક્ષય કરેલે હેવાથી તેમને ન દેહ ધારણ કરવાનું નથી, તેથી આયુષ્યની * " જાણું ચારિત્ર તે આતમા નિજ સ્વભાવમાં રમતું રે ' –એક જૈન મહર્ષિ,