________________ નમસ્કાર અર્થસંગતિ કાલિક અને ઉકાલિક શ્રુતમાં જણાવેલાં નીચેનાં બાર સૂત્રને “ઉપાંગ' તરીકે (1) એવાઈયં (પપાતિક) ઉત્કાલિક શ્રત (2) રાયપણુઈયં (રાજપ્રાશ્રીક) , (3) જીવાભિગમ (જીવાભિગમ) , , (4) પર્ણવણા (પ્રજ્ઞાપના) (5) સૂરપન્નતી (સૂર્યપ્રજ્ઞપ્તિ) (6) જંબૂદીવપન્નતી (જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ) કાલિકશ્રુત (7) ચંદપન્નતી (ચંદ્રપ્રજ્ઞપ્તિ) , (8) કમ્પિયા (કલ્પિકા) (9) કમ્પવર્ડસિયા (કપાવલંસિકા) ,, (10) પુષ્ક્રિયાઓ (પુપિકા) (11) પુષ્ફચૂલિકાઓ (પુષ્પચૂલિકા) (12) વહીદસાઓ ( વૃષ્ણિદશા) ઉપાધ્યાય ભગવંતે આ સૂત્રોનું વિધિપૂર્વક અધ્યયન કરે છે અને તેનું બીજા સાધુએને વિધિપૂર્વક અધ્યયન કરાવે છે, તેથી શ્રત ધર્મની પરંપરા અવિચ્છિન રહે છે અને તેના આધારે ચાલતા ચારિત્રધર્મમાં ઉજજવલતા આવે છે. હવે ચરણસિત્તરી અને કરણ સિત્તરીનું સ્વરૂપ સમજીએ. ચરણ એટલે ચારિત્ર કે શમણુધર્મ. તેના યથાર્થ પાલન માટે શાસ્ત્રકારોએ જે સીત્તેર બોલોની પ્રરૂપણ કરી છે, તેને ચરણસિત્તરી કહેવાય છે, તે અંગે શાસ્ત્રોમાં કહ્યું છે કે " –સમયમ-સનમ–ાવવું 2 વૈમrગો. નાનારં–તિબં-ઉનાળા-વળગં . વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવૃત્ય, બ્રહ્મચર્યની ગુપ્તિએ, જ્ઞાનાદિત્રિક, તપ અને ક્રોનિગ્રહાદિ એ ચરણ છે.” અહીં વ્રતથી પ્રાણાતિપાત વિરમણવ્રતાદિ પંચ મહાવ્રત, શ્રમણ ધર્મથી ક્ષમાદિ દશ પ્રકારના ગુણો, સંયમથી સત્તર પ્રકારના સંયમ, વૈયાવૃત્યથી આચાર્યાદિ દશનું વૈયાનૃત્ય, બ્રહ્મચર્ય ગુપ્તિથી વિવિક્ત–વસતિ-સેવા આદિ નવ ગુપ્તિએ, જ્ઞાનાદિત્રિકથી સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્ર, તપથી છ બાહ્ય અને છ અત્યંતર તપ અને ક્રોનિગ્રહથી ને નિગ્રહ, માનને નિગ્રહ, માયાને નિગ્રહ અને લેભને નિગ્રહ એ ચાર નિગ્રહો સમજવાના છે. આ બધા પ્રકારોને સરવાળે સીત્તેર થાય છે,