________________ મકરણ આપ્યું i iod. સાધુ ભગવાન ગંભીર, ક્ષમાદિ ગુણરત્નોથી ભરેલા અને સારા મર્યાદાને ન ઓળંગનાર હોય છે. આકાશ H નિરાલંબ રેઈપણ બીજા આધારની અપેક્ષા વગરનું હોય છે. સાધુ ભગવાન કોઈના ઉપર આધાર રાખતા નથી - સ્વાવલંબી હોય છે. વૃક્ષ : ફળ અને આશ્રયના અથી પક્ષીઓને વસવાનું સ્થાન આપે છે અને પ્રવાસીઓનું વિશ્રામસ્થાન બને છે. સાધુ ભગવાન મોક્ષફળને ઈચ્છનારા જેને તથા કષ્ટમય સંસારના પ્રવાસીઓને શાંત્વન આપે છે. ભ્રમર : અનેક પ્રકારના પુપિમાંથી તેઓને પીડા કર્યા વગર જરૂર પૂરતે રસ ચૂસી લે છે. સાધુ ભગવાન અનેક ઘરમાંથી ગૃહને પીડા ન થાય તે રીતે થેડી થોડી ગોચરી (ભિક્ષા) પ્રાપ્ત કરી સંયમ જીવન નિર્વાહ કરે છે. મૃગ : પારધિના ભયથી ઉદ્વિગ્ન રહે છે. સાધુ ભગવાન સંસારના ભયથી ઉદ્વિગ્ન હોય છે. પૃથ્વી : બધે ભાર સહન કરે છે. સાધુ ભગવાન સર્વ ખેદ, પરિશ્રમ વગેરે સહન કરે છે. કમળ : કાદવ વગેરેથી નિલેપ હોય છે. સાધુ ભગવાન કામગથી અલિપ્ત હોય છે. સૂર્ય = સર્વત્ર પ્રકાશ કરે છે. સાધુ ભગવાન જ્ઞાનરૂપ પ્રકારા કરે છે. પવન કેઈથી પણ રોકાયા વગર સર્વત્ર ગતિ કરે છે. સાધુ ભગવાન કેઈ પણ જાતના પ્રતિબંધ વિના વિહાર કરે છે. આ બધી ઉપમાઓ એમ બતાવે છે કે સાધુપંથે વિચરવું મહાવિકટ કાર્ય છે. આવું મહાવિકટ કાર્ય સાધુ ભગવંતે આ જીવન પાર પાડે છે, એથી તેઓ નમ. સ્કાર કરવા ગ્ય છે. પ્રત્રજ્યા (સાધુ જીવનની દીક્ષા) માટે એગ્ય કેણ કહેવાય ? તેને ઉત્તર આપતાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજા “ધર્મબિંદુ” ગ્રંથના ચેથા પ્રકરણમાં જણાવે છે કેઃ વઘા आर्यदेशोत्पन्नः विशिष्टजातिकुलान्वितः क्षीणप्रायकर्ममल: तत एव विमलवुद्धिः दुर्लभं मानुष्यं, जन्म मरणनिभित्तं,