________________ પ્રકરણ - આઠમું સાધુપદ સંસારની સર્વ કામનાઓ છેડીને મોક્ષમાર્ગની સતત સાધના કરનારા સાધુ ભગવંતે પરમ પૂજ્ય હોવાથી નવકારમાં તેમને પાંચમા પદે નમસ્કાર કરવામાં આવે છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ “સંબધ પ્રકરણના ગુરુવરૂપાધિકારમાં જણાવ્યું છે કે गीयत्था संविग्गा निस्सल्ला चत्तगारवासंगा। जिणमय उज्जोयका सम्मान पभावना मुणिणो // 227 // - સાધુએ ગીતાર્થ (જેઓએ સૂત્ર અને અર્થને વિશિષ્ટ ગુરુપરંપરાથી આત્મસાત્ કરેલ છે, એવા ) સંવિગ્ન (સગયુક્ત, ક્ષાભિલાષી , શલ્યરહિત, ગારવનો ત્યાગ કરીને અસંગ બનેલા જિનધર્મને ઉઘાત કરનારા અને સમ્યકત્વના પ્રભાવક હોય છે. * શ્રી ભદ્રબાહુવામી મહારાજા શ્રી દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં જણાવે છે કે૩પ-નિરિ-નટ-સજર- ૧૪-તાજા ય નો દોર મમર-જિ-ઘrળ--ર-વાર નો સમો સાધુ ભગવાન સર્ષ, પર્વત, અગ્નિ, સમુદ્ર, આકાશ, વૃક્ષ, ભ્રમર, હરણ, પૃથ્વી, કમળ, સૂર્ય, પવન જેવા હોય છે. સ૫: બીજાએ કરેલ બીલ (દર)માં રહે છે. આહારનો સ્વાદ લેતા નથી અને બીલમાં પેસતી વખતે જરાપણ આડીઅવળી ગતિ કરતો નથી. એવી જ રીતે સાધુ ભગવાન બીજાએ કરેલ સ્થાનમાં રહેનારા, આહારમાં આસક્તિ વગરના અને સંયમમાર્ગમાં સીધી (જરાપણ આડીઅવળી નહીં) ગતિ કરનારા હોય છે. પર્વત ? ગમે તેવા ઝંઝાવાતમાં પણ અડોલ રહે છે. સાધુ ભગવાન્ ઘેર પરીષહ અને ઉપસર્ગોમાં અડોલ રહે છે. અને ? તેજથી દીપે છે, ઇંધનથી તૃપ્ત થતું નથી અને સારી કે ખરાબ સર્વ વસ્તુઓને બાળી નાખે છે. સાધુ ભગવાન તપથી તેજસ્વી હોય છે, જ્ઞાન મેળવવામાં અતૃપ્ત હોય છે અને ભિક્ષામાં આપનાર કે ન આપનાર પ્રત્યે સમ હોય છે. સમુદ્ર ગંભીર, 2 રાશિવાળો અને મર્યાદાને ન ઓળંગનાર હોય છે,