________________ પ્રક રણ સાતમું વખતે તેમણે અવશિષ્ટ કૃતનું જે સંપાદન કર્યું હતું, તે પરંપરાગત આપણા સુધી પહોંચ્યું છે. પાઠકોની જાણ માટે અહીં ઉપલબ્ધ અગિયાર અંગે ટૂંક પરિચય આપવામાં આવે છે. (1) આયારાંગ-(આચારાંગ)–આ અંગને બે મૃત સ્કન્ધ છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધમાં નવ અધ્યયને છે. અને બીજા શ્રુતકધમાં સોળ અધ્યયને છે. આ અધ્યયનમાં મુખ્યત્વે સાધુ ધર્મના આચાર, ગોચરી વિધિ, વિનય તથા સંયમ વગેરેનું વર્ણન છે. આ અંગ પર શ્રી ભદ્રબાહુવામી કૃત નિર્યુક્તિ, શ્રી જિનદાસગણિ કૃત ચૂર્ણિ તથા શ્રી શીલાંકાચાયકૃત સંસ્કૃત ટીકા વિદ્યમાન છે. શ્રી ગંધહસ્તીએ આ અંગ પર ગહન વિવરણ રસ્થાને ઉલેખ પ્રાપ્ત થાય છે. પણ તેનું વિવરણ ઉપલબ્ધ થયું નથી. (2) સૂયગડાંગ-(સૂત્રકૃતાંગ)–આ અંગને બે શ્રુત સ્કન્ધો છે તેમાં પ્રથમ શ્રુતસ્કમાં સોળ અધ્યયને છે ને બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયને છે. આ અધ્યયનમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદીના મળીને પાખંડીના ત્રણસો ને ત્રેસઠ ભેદો વિસ્તારથી વર્ણવ્યા છે, તેમજ શુદ્ધતત્ત્વનું નિરૂપણ કરેલું છે. આ અંગ પર શ્રી ભદ્રબાહસ્વામિકૃત નિર્યુક્તિ, શ્રી જિનદાસગણિ મહત્તકૃત ચૂર્ણિ, શ્રી શીવાંકાચાર્યકૃત સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. (3) ઠાણાંગ-(સ્થાનાંગ)-આ અંગમાં એક શ્રુતસ્કન્ધ છે, દશ અધ્યયને છે. અને એકવીસ ઉદ્દેસણાકાલ છે તેમાં એકથી દસ સુધીના ભાવનું નિરૂપણ કરવામાં આવ્યું છે.* આ અંગ પર શ્રી અભયદેવસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે, તે ઉપલબ્ધ છે. (4) સમવાયાંગ-(સમવાયાંગ)–આ અંગમાં 160 સૂત્રે છે, તેમાં જીવ, અજીવ વગેરેની ચડતા ક્રમે પ્રરૂપણ કરવામાં આવી છે. આ અંગ પર શ્રી અભયદેવસૂરિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. તે ઉપલબ્ધ છે. (5) વિવાહ પતંગ-(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ)-આનું બીજું નામ શ્રી ભગવતીજી પણ છે. આ અંગે એક શ્રુતસ્કલ્પરૂપ છે, તેમાં 101 શકે અને તેટલાં જ અધ્યયને છે, અને ૧૫૭૫ર સૂત્રે છે. આ સૂત્રોમાં જીવ, અજીવ, જીવાજીવ, લેક, અલક, કાલેક સ્વસમય અને પરસમયની વ્યાખ્યા કરેલી છે. + આચારાંગ તથા સૂત્રકૃતાંગની ચૂર્ષિ શ્રી જિનદાસગણિકૃત હોવાને પ્રવાદ છે. * બૌદ્ધોને અંગૂરૂર નિકાયમાં આ શૈલી જોવામાં આવે છે.