________________ પ્રકરણુ–સાતમું ઉપાધ્યાય-પદ ઉપાધ્યાય ભગવંતે ગચ્છની સારસંભાળ કરવામાં આચાર્ય ભગવંતને મદદ કરે છે. તથા સાધુઓને સૂત્ર-સિદ્ધાંતનું પદ્ધતિસર શિક્ષણ આપે છે. તેથી શ્રમણ-સંઘનું મહત્વનું અંગ ગણાય છે અને તે જ કારણે આચાર્ય ભગવંતે પછી તરત જ તેમને વંદના કરવામાં આવે છે. શ્રી હરિભદ્રસૂરિએ સંબધ પ્રકરણના ગુરુસ્વરૂાધિકારમાં જણાવ્યું છે કે-ઉપાધ્યાયે દઢ, સંઘયણવાળા, ઉત્તમ જાતિવાળા, ઉત્તમ કુલવાન , જિતેન્દ્રિય, ભદ્ર, અંગોપાંગની ખેડ-ખાંપણથી રહિત, નગી, વાચના આપવામાં કુશળ, ગુરુએ આપેલા પરમ મંત્રવાળા, દીક્ષા, વડીદીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે કાર્યોમાં કુશળ ઈત્યાદિ લાખ ગુણવડે યુક્ત કહેલા છે.* ઉપાધ્યાય ભગવંતના પચીસ ગુણોનું વર્ણન તેમણે અનેક રીતે કહ્યું છે, તેમાં એક સ્થળે જણાવ્યું છે કે इक्कारसंगधारी बारउवंगाणि जो अहिज्जेइ / तह चरण-करणसत्तरी धरावइ धरइ पणवीसं // જે અગીયાર અંગ તથા બાર ઉપાંગોને ભણે છે. તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીને ધારણ કરે છે તથા કરાવે છે. (તેમને ઉપાધ્યાય જાણવા.) જેન–સૂત્રના અભિપ્રાયથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે? અંગ પ્રવિષ્ટ અને અંગ બાક તેમાં જે શ્રુત અરિહંત ભગવંતે ની દેશને સાંભળીને ગણધર ભગવંતે એ રચેલું હોય તે અંગ-પ્રવિષ્ટ કહેવાય છે અને જે શ્રુત તેના આધારે સ્થવિર મહર્ષિઓએ રચેલું હોય અંગબાહા કહેવાય છે. थिरसंघयणी जाइ-विसिठ्ठकुलवं जिइंदिओं भद्दो / नो हीणअंगुवंगो नीरोगी वायणादक्खो // 187 // गुरुदत्तपरममंतो दिक्खोवठाणापइठ्ठासु। . दक्खो लक्खगुणेहिं संजुओ वायगो भणइ // 188 // - શ્રીસંબધ પ્રકરણ-ગુરુસ્વરૂપાધિકાર + વર્તમાનકાળ ઉપાધ્યાયના આ પચ્ચીશ ગુણનું વ્યાખ્યાન પ્રસિદ્ધ છે. x 'सुयनाणं दुविहे पन्नते तं जहा-अंगपविढे चेव अंगबाहिरे चेव / ' સ્થાનાગસૂત્ર, સ્થાન બીજું, ઉદ્દેશ ૩જે, સૂત્ર 71