________________ 100 ] નમસ્કાર અર્થસંગતિ અંગ પ્રવિષ્ટ કૃતના બાર પ્રકારે નંદિસૂત્રમાં આ પ્રમાણે જણાવ્યા છે ; (1) આયાર (આચાર), (2) સુયગડ (સૂત્રકૃત), (3) ઠાણું (સ્થાન), (4) સમવાઓ (સમવાય), (5) વિવાહપન્નતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), (6) ન્યાયાધમ્મકહાઓ (જ્ઞાતા ધર્મકથા), (7) ઉવાસગદસા (ઉપાસક દશા), (8) અંતગડ દસાઓ, (અંતકૃત દશા), (9) આશુત્તરોવાઈ સાએ (અનુત્તરપાતિક), (10) પહાવાગરણાઈ (પ્રશ્નવ્યાકરણ), (11) વિવાગ સુર્ય (વિષાકકૃત), (12) દિટૂિઠવાએ (દષ્ટિવાદ) . (સૂત્ર 44). આમાંથી બારમું દષ્ટિવાદ વિચ્છેદ ગયેલું છે, એટલે શેષ અગિયાર અને નિર્દેશ કરેલ છે. અહીં એટલું સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે કે હાલમાં જે અગિયાર અંગે ઉપલબ્ધ છે, તે મૂળ અંગસૂત્રને અમુક જ ભાગ છે અને તે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ દ્વારા શ્રી વીરનિર્વાણ સં. 98 માં સંપાદિત થયેલ છે. આમ બનવાનું કારણ એ છે કે શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી આશરે એક અડતાલીસ વર્ષ પૂર્વે દેશમાં બાર વર્ષ દુકાળ પડશે, તેથી કેટલાક સાધુઓ સમુદ્ર કિનારે ચાલ્યા ગયા. કેટલાકે નદીએ.ના તટો પર આશ્રય લીધે. કેટલાક પર્વતની ગુફાઓમાં ચાલ્યા ગયા, તે કેટલાકે અનશનપૂર્વક દેહને ત્યાગ કર્યો. આ સ્થિતિમાં શાનો સ્વાધ્યાય બરાબર થઈ શક્યો નહિ. તેથી કેટલુંક શ્રુત ભૂલાઈ ગયું. દુકાળ પૂરો થયા પછી વીર નિર્વાણ સં. 160 ની આસપાસ શ્રમણ સંઘને પાટલીપુત્રમાં એકઠો કરવામાં આવ્યું. અને બચ્યું હતું તેટલું શ્રત એકઠું કરવામાં આવ્યું પણ તેમાં બારમું અંગ દષ્ટિવાદ પ્રાપ્ત થઈ શકયું નહિ. શ્રી ભદ્રબાહુસ્વામી આ અંગના જાણકાર હતા. પણ તેઓ એ વખતે નેપાળની સરહદ પર રહીને મહાપ્રાણ નામનું ધ્યાન સિદ્ધ કરી રહ્યા હતા, કે જેની સિદ્ધિથી સમસ્ત શ્રુતનું પરાવર્તન થેડીક ક્ષણોમાં થઈ શકે છે. આ અંગે તેમની પાસેથી મેળવવા માટે સંઘ કેટલાય સાધુઓને તેમની પાસે મેકાયા. તેમાં માત્ર સ્થૂલિભદ્ર મુનિ સૂત્રથી ચૌદ પૂર્વ અને અર્થથી દશપૂર્વ સુધીનું જ્ઞાન મેળવીને પાછા આવ્યા. ત્યારપછી પૂર્વેનું જ્ઞાન કમશઃ લુપ્ત થતું ગયું અને શ્રી મહાવીર નિર્વાણ પછી એક હજાર વર્ષે તમામ પર્વોનું જ્ઞાન લુપ્ત થયું. શ્રી વિર-નિર્વાણના નવમા સૈકામાં પણ બારવણી દુકાળ પડ્યો હતો અને ત્યારે પણ સુત્ર સિદ્ધાંતને કેટલેક ભાગ ભૂલાઈ ગયું હતું. તેથી આચાર્ય સ્કંદિલસૂરિએ મથુરામાં અને આચાર્ય નાગાર્જુને વલ્લભીપુરમાં શ્રી શ્રમણ સંઘને એકત્ર કર્યો હતો અને શ્રુતને વ્યવસ્થિત કર્યું હતું. સંઘને એકત્ર કર્યો હતે. અને તેમાં શ્રુતને ગ્રંથારૂઢ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ