________________ 98 ] નમસ્કાર અર્થસંગતિ (2-5) અન્નાં અન્યત્વ-ભાવના. આત્માને શરીર, ધન, બંધુ વગેરેથી ભિન્ન ચિંતવવું (30-6) ગુરૂ અશુચિત્વ-ભાવના. કાયાનું અપવિત્રપણું ચિંતવવું. (31-7) ગાતા-આશ્રવ–ભાવના. કષાય, ગ, પ્રમાદ, અવિરતિ તથા મિથ્યાત્વને અશુભ કર્મના હેતુ તરીકે ચિંતવવા. (32-8) લંગો-સંવર-ભાવના. સંયમનું સ્વરૂપ ચિંતવવું. (33-9) -નિર્જ રા-ભાવના. કર્મની નિર્જરા કરવામાં કારણભૂત તપને મહિમા ચિંતવે. (34-10) ઢોલા-સાવો–લેક સ્વભાવ–ભાવના. ચૌદ રાજ-લોકનું સ્વરૂપ ચિંતવવું. (35-11) જોદી સુકા-ધિ-દુર્લભ-ભાવના. સમ્યકત્વની દુર્લભતા ચિંતવવી. (36-12) ઇ-મરણ સાથTI અરિહા–ધર્મ સ્વાખ્યાત ભાવના. ધર્મના સાધક અરિહંતે (પણ દુર્લભ) છે એમ ચિંતવવું. બીજી ગણના આ પ્રમાણે થાય છે. पंचिंदिय-संवरणो, तह नवविह-बंभचेर-गुत्तिधरो / तह चत्तचउकसायो, अट्ठारसगुणेहिं संजुत्तो // पंच महव्वय-जुत्तो, पंचविहायार-पालण-समत्थो / વં નિરૂ-તિત્તિ-ગુત્તો, છત્તીસગુણત્રિો * અર્થાત્ આચાર્ય પાંચ ઈન્દ્રિયોને સંવર કરનાર, તથા નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિને ધારણ કરનાર તથા ચાર પ્રકારના કષાયથી મુક્ત એમ અઢાર ગુણો વડે યુક્ત હોય છે. વળી તે પાંચ મહાવ્રતથી યુક્ત, પાંચ પ્રકારના આચાર પાળવામાં સમર્થ અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી રક્ષિત હોય છે. આ પ્રમાણે કુલ છત્રીશ ગુણવાળા હોય છે. * આ છત્રીશ ગુણે વડે આચાર્ય ભગવંતનું ચિંતન કરતાં સમ્યકત્વમાં સ્થિર થવાય છે. અને અનુક્રમે આચારમાં કુશળ બની પરમપદને પામી શકાય છે. * આવશ્યકના અનેક બાલાવબેધામાં મુખત્વે આ ગુણોનું વ્યાખ્યાન થયેલું છે. સામાયિકમાં ગુરુની સ્થાપના કરતી વખતે પણું આ ગુણોનું ચિંતન કરવામાં આવે છે. કે આ મણના વિસ્તૃત વિવેચન માટે જુઓ પ્રબંધ ટીકા ભા. 1 લે છેલી આવૃત્તિ.