________________ 6 ] નમસ્કાર અર્થસંગતિ વળતા-પ્રવચન-સાર, દ્વાદશાંગીનું રહસ્ય. વરિશ કહેવાને ગ્ય છે. તાત્પર્ય કે જે આચાર્ય ભગવંતો આવા ગુણોથી યુક્ત હોય તે ગચ્છનું નેતૃત્વ કરી શકે છે અને જનતાને સમ્યકત્વ પમાડી ધર્મના સાચા માર્ગ પર મૂકી શકે છે. આચાર્ય ભગવંતના છત્રીશ ગુણોની ગણના સંબોધ-પ્રકરણમાં અનેક રીતે કરાયેલી છે. તેમાંની બે ગણના વિશેષ ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવે છે. पडिरूबाइ चउदस खंतिमाश्य दसविहो धम्मो / बारस य भावणाओ सूरिगुणा हुंति छत्तीसं // પ્રતિપાદિ ચૌદ ગુણે, ક્ષાંતિ આદિ દશવિધ યતિ-ધર્મ અને બાર ભાવનાઓ મળીને આચાર્યના ગુણ છત્રીસ થાય છે.* પ્રતિરૂપાદિ ચૌદ ગુણેનું સ્પષ્ટીકરણ ગુરુ-ગુણ પત્રિશત પવિંશિકામાં નજરે પડે છે, તે આ પ્રમાણે (1) વિવો સુંદર આકૃતિવાળા. (2) તેરસી–તેજસ્વી. (3) ગુcqદાળા મો-યુગ–પ્રધાનગમ, યુગ એટલે સમય કે કાળ, તેમાં પ્રધાન છે જ્ઞાન જેનું તે યુગપ્રધાનાગમ. અર્થાત્ પિતાના કાળમાં જેનું શાસ્ત્રજ્ઞાન શ્રેષ્ઠ હોય તેવા. (4) મદુર્વ મધુર વાક્ય બેલનાર. અનુભવી પુરુષનું એ કથન છે કે न तथा शशी न सलिलं, न चन्दनरसो न शीतला छाया // आहलादयन्ति पुरुष, यथा हि मधुराक्षरा वाणी // મધુર અક્ષરોવાળી વાણું પુરુષને એટલે આનંદ આપે છે, તેટલે આનંદ ચંદ્રમા, જળ, ચન્દનરસ કે શીતલ છાયા આપી શકતી નથી. તેથી સુજ્ઞ પુરુષએ સદા મધુર અક્ષરવાળી વાણીને જ પ્રયોગ કર જોઈએ. (5) મીરે ગંભીર. જેમના સ્વભાવમાં તુચ્છતા ન હોય તેઓ ગંભીર કહેવાય. આ ગુણને લીધે આચાર્યનું ગૌરવ વધે છે. (6) ધિમંતો-મૃતિમાન, ચિત્તને સ્વરથ રાખનાર, ગમે તેવા વિકટ કે વિચિત્ર પ્રસંગમાં પણ મનનું સમતલપણું જાળવી રાખનાર. ધીરજવાળા. (7) રવાસ-ઉપદેશ પરાયણ, ઉપદેશ દેવામાં તત્પર * નવપદજીની આરાધનામાં આ ગુણો પ્રમાણે આચાર્યને 36 વંદન કરવામાં આવે છે,