________________ પ્રકરણ છઠું [ 95 જે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચાર એ પાંચ આચારનું પાલન કરનાર હોય તે પાંચ પ્રકારના આચારમાં જોડાયેલા કહેવાય છે. આ ગુણને લીધે આચાર્ય શિષ્યમાં આચારનું પ્રવર્તન કરી શકે છે. (25) સુસ્વતમવિહિનૂ-સૂત્ર, અર્થ અને તે બન્નેની વિધિના જ્ઞાતા. આ ગુણને લીધે આચાર્ય સૂત્રાનુસારી સુંદર પ્રવચન કરી શકે છે. (26-29) ગાદા-દે--ન-નિકળો-દષ્ટાંતનિપુણ હતુનિપુણ, ઉપનયનિપુણ, નયનિપુણ, જે દષ્ટાંત દેવામાં કુશળ હેય તે દષ્ટાંતનિપુણ કહેવાય. જે હેતુ એટલે કારણ આપવામાં કુશળ હોય તે હેતુનિપુણ કહેવાય. જેઓ વિવેચનને સારી રીતે ઉપસંહાર કરી શકે તેઓ ઉપનય નિપુણ કહેવાય. અને જેઓ એક જ વસ્તુને વિવિધ દષ્ટિબિંદુથી રજૂ કરી શકે તેઓ નવનિપુણ કહેવાય. આ ગુણને લીધે આચાર્યનું પ્રવચન અત્યંત પ્રભાવશાળી બને છે. (30) Irrigaો-ગ્રાહણ કુશળ. જેઓ એક વસ્તુનું સમર્થ પ્રતિપાદન કરી શકે તેમને ગ્રાહણ કુશળ કહેવાય. આ ગુણને લીધે આચાર્ય ગમે તેવા દુર્જયવાદીઓને જીતી શકે છે. (31-32) સમય-સમચવિઝ-સ્વસમય-જ્ઞાતા, પરસમયજ્ઞાતા જેઓ જિનાગ અને તેને લગતાં શા સારી રીતે જાણતા હોય તેઓ સ્વસ મયજ્ઞાતા કહેવાય અને અન્યદર્શનીઓનાં શાસ્ત્ર-સિદ્ધાતે સારી રીતે જાણતા હોય તેઓ પરસમયજ્ઞાતા કહેવાય. આ ગુણને લીધે આચાર્યમાં ઉચ્ચ પ્રકારની વિદ્વત્તા આવે છે. અને તેના લીધે તે સર્વત્ર જય પામે છે. (33) મીરે ગંભીર-જેમના સ્વભાવમાં તુચ્છતા ન હોય તેઓ ગંભીર કહેવાય. આ ગુણને લીધે આચાર્યનું ગૌરવ વધે છે. (34) રિત્તિ-દિપ્તિમાન, તેજસ્વી. જેમના તેજને સરળતાથી પરાભવ ન થાય. તેઓ દીપ્તિમાન કહેવાય. આ ગુણને લીધે આચાર્ય કોઈથી દબ તા નથી કે તેમના પર કેઈની શેહ પડતી નથી. (35) શિવો-કલ્યાણકર. આ ગુણને લીધે આચાર્ય જ્યાં જાય ત્યાં વપરનું કલ્યાણ કરે છે. (36) સોરો-સૌમ્ય. જેમની દષ્ટિ શાંત હોય તેમને સૌમ્ય કહેવાય, આ ગુણને લીધે સહુને આચાર્ય પ્રતિ બહુમાનની લાગણી થાય છે. ગુખ-સવ-ઢિશો-ગુણ-શતકલિત, સેંકડે ગુણોથી યુક્ત, ઘણો-આવે, આવા આચાર્ય,