________________ પ્રકરણ જ સામાન્ય રીતે આચાર્ય કહેવામાં આવે છે, એટલે સ્પષ્ટીકરણ સાથે આચાર્યપદની ગ્યતાને પરિચય કરાવીશું. વિશેષાવશ્યક ભાષ્યમાં જણાવ્યું છે કે દીક્ષા ગ્રહણ કરાવ્યા પછી શિષ્યને બાર વર્ષ પર્યત સૂત્ર ભણાવવું. તે પછી બાર વર્ષ પર્યત એ સૂત્રને અર્થ સમજાવ. કારણ કે જેમ હળ, રંટ અથવા ઘાણમાંથી છૂટેલે ભૂખે બળદ સારું અથવા ખરાબ ઘાસ સ્વાદનો અનુભવ કર્યા સિવાય ખાઈ જાય છે, અને પછી વાગેળતી વખતે એને સ્વાદ અનુભવે છે, તેવી જ રીતે શિષ્ય પણ પ્રથમ અર્થ જાણ્યા વિના બાર વર્ષ સુધી સૂત્ર ભણે, તે વખતે તેને અર્થ નહિ જાણવાથી રસ પડતો નથી, પરંતુ અર્થ ગ્રહણ કરતી વખતે રસ પડે છે. અથવા જેમ ખેડૂત પ્રથમ ડાંગર આદિ ધાન્ય વાવે છે. પછી તેનું રક્ષણ કરીને પકવે છે. તે પછી તેને કાપીમસળી–સાફ કરીને ઘરે લાવીને નિશ્ચિતપણે તેને ઉપયોગ કરે છે. જો તેમ ન કરે તે ધાન્ય લાવવા આદિને તેને શ્રમ નિષ્ફળ જાય છે. તે જ પ્રમાણે શિષ્ય પણ બાર વર્ષ સુધી સૂત્ર ભણીને જે તેને અર્થ ગ્રહણ ન કરે તે તેના અધ્યયનને શ્રમ નિષ્ફળ જાય છે. માટે સૂત્ર ભણ્યા બાદ બાર વર્ષ પર્યત અવશ્ય તેને અર્થ સમજાવે. આ પ્રમાણે સ્થવિર કપનો ક્રમ છે કે પ્રથમ દીક્ષા આપવી, તે પછી સૂત્ર ભણાવવું અને તે પછી તેને અર્થ ભણાવે. ઉપર કહ્યા પ્રમાણે સૂત્રાઈ ભણેલે શિષ્ય જે આચાર્ય પદને લાયક હોય તે ઓછામાં ઓછા બે મુનિઓ અને ત્રીજો પિતે એમ ત્રણ જણને, ગ્રામ, નગર, સંનિવેશ આદિમાં વિહાર કરાવી બાર વર્ષ સુધી વિવિધ દેશનાં દર્શન કરાવવાં. અને જે તે શિષ્ય આચાર્યપદને લાયક ન હોય તે તેને માટે આ દેશાટનને નિયમ નથી. તેમાં આચાર્યપદને લાયક શિષ્યને દેશના દર્શન કરાવવાનું કારણ એ જણાવ્યું છે કે “વિવિધ દેશમાં વિહાર કરતાં તે તીર્થકરોની જન્મભૂમિ, દીક્ષાભૂમિ વગેરે જુએ. તે જોઈને વિચારે કે અહીં તીર્થકરે જન્મ્યા હતા. “અહીં દીક્ષા લીધી હતી. અહી મેક્ષે ગયા હતા, ઈત્યાદિ. આવા વિચાર કરતાં તેને અતિશય આનંદ થાય અને સમ્યવમાં સ્થિર થાય. વળી જુદા જુદા દેશોમાં ફરતાં અતિશય શ્રુતજ્ઞાની આચાર્યોનાં દર્શનથી સુત્રાર્થ સંબંધી અને સામાચારી સંબંધી વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય. તેમજ જુદા જુદા દેશની ભાષા અને આચારનું પણ જ્ઞાન થાય. તેથી તે દેશમાં જન્મેલા શિષ્યોને તે તે ભાષામાં ધર્મોપદેશ આપી શકે. પછી એ ધર્મોપદેશથી બોધ પામેલાઓને દીક્ષા આપે. પૂર્વ દીક્ષા પામેલાઓ તેની ઉપસંપદા-નિશ્રા અંગીકાર કરે અને આ ગુરુ સર્વભાષા તથા આચારમાં કુશળ છે, એમ જાણીને તેના પર પ્રીતિ કરે. આ પ્રમાણે આચાર્ય–પદને લાયક હોય એવા શિષ્યને બાર વર્ષ સુધી દેશ-દર્શન